સવજીભાઈ ધોળકીયા એ બનાવેલા દુધાળા ગામના સરોવરમાં નાહવા પડેલા પાંચ યુવકો ના મૃત્યુ,પરિવારમાં શોક નો માહોલ

0
533

રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ભયંકર ગરમી પણ પાડવા લાગી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો નદી કે તળાવ ની અંદર નાહવા માટે પડે છે ત્યારે કેટલીક એવી મોટી દુર્ઘટના પણ બની જતી હોય છે જેનો લોકોએ વિચાર પણ ના કર્યો હોય.હાલ, આવી જ એક ઘટના બનવા પામી હતી. અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ માં આવી જ એક કરુણ ઘટના બની હતી.

દુધાળા ગામની અંદર આવેલા નારાયણ સરોવરમાં પાંચ કિશોરો નાહવા પડ્યા હતા. જેમાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નિપજ્યું છે.આ સમગ્ર ઘટના ની જાણ સ્થાનિક લોકોને થતાં તેમણે ફાયર બ્રિગેડને તરત જાણ કરી હતી અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવીને આ પાંચ કિશોરોની શોધખોળ હાથ ધરી હતી.

તમામ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે પાંચ યુવકોના મોટ થવાથી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. પાંચ લોકોના મૃત્યુ થવાથી આખા પંથકમાં ભારે દોડધામ મચી ગઇ હતી.સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં દુધાળા ગામની અંદર નારાયણ સરોવર આવેલું છે જ્યાં 5 યુવાનો નાહવા પડયાં હતાં.

ત્યારે તેમનું ડૂબી જવાથી કમાટીભર્યું મોત નિપજયું છે. આ સમગ્ર ઘટનાની જાણકારી તંત્ર અને અધિકારીઓને થતાં જ તેવો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાંચ કિશોરોની શોધખોળ હાથ ધરી હતી.આ ઘટનાને લઇને મામલતદાર સહિત સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ ઘટના પૈકી ૧૬ વર્ષીય વિશાલ ભાઈ મેર, ૧૬ વર્ષીય રાહુલ ભાઈ જાદવ, ૧૭ વર્ષીય ગલતીયા, ૧૮ વર્ષનો હરેશ મોરી, ૧૬ વર્ષીય નમન ભાઈ ડાભીના મોટ નિપજ્યા છે. આ તમામ કિશોર લાઠી ના રહેવાસી હતા અને નારાયણ સરોવર માં નાહવા આવ્યા હોવાની જાણ થઈ છે. ત્યારે તેઓ ડુબી ગયા હોવાની જાણ થતા જ તરવૈયાઓની મદદથી તમામ મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા. આ પાંચેય કિશોરોના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ પરિવારમાં માતમ છવાયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.