Breaking News

દેખાવા લાગે આવા શારીરિક લક્ષણો તો જરા પણ રાહ જોયાં વગર તરત જ બતાવો ડોક્ટરને,જાણો આ લક્ષણો વિશે…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણામાંથી મોટાભાગના લોકોને જાતીય રોગો વિશે ખાસ ખબર હોતી નથી. આ કારણે ઘણી વખત કેટલાક વહેલા લક્ષણો દેખાવા છતા આપણે તેને ખાસ મહત્વ આપતા નથી. જે પાછળથી મોટી જાતીય બિમારીમાં પરીણમે છે અને તમારી સેક્સ લાઇફને નુકસાન કરે છે.આપણે ત્યાં સેક્સ્યુઅલ સમસ્યા અંગે ખુલ્લામાં વાત કરવાથી લોકો દૂર ભાગે છે આ કારણે દેશમાં સેક્સ સમસ્યા અને જાતીય રોગો હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આટલી સાવધાની ચોક્કસ રાખવી જોઈએ કે જો આમાંથી કોઈ એક લક્ષણ તમને દેખાય તો તાત્કાલિક સેક્સોલોજિસ્ટની મુલાકાત લઈ તેમના કહ્યા મુજબ દવા કરવાની જરુર છે.

જો તમે ઘણા સમયથી સેક્સ માણ્યું નથી અને તમને આ અંગે કોઈ જ ઇચ્છા થતી નથી તો તેની પાછળનું કારણ જાતીય રોગ હોઇ શકે છે. તેની પાછળ હોર્મોન્સમાં ફેરફાર, ગર્ભાવસ્થા અથવા કેટલાક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે છે.આવી વાતોને મોટાભાગે અવગણવામાં આવે છે જેનું પરિણામ સમય જતા ખુબજ ખરાબ આવે છે. જો તમને થોડા સમયથી ઓર્ગેઝમ ન મળી રહ્યું હોય પરંતુ આ પહેલા તમે ઓર્ગેઝમ અનુભવતા હોવ તો આ એક પ્રકારે સમસ્યા હોઈ શકે છે. ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરુરી બને છે.

જો તમારા મગજમાં દિવસભર સતત સેક્સના જ વિચાર આવે છે અને જેના કારણે તમારા કાર્યોમાં પણ બાધા પડે છે તો આ સેક્સ એડિક્શન હોઈ શકે છે. આવામાં સેક્સોલોજિસ્ટની મદદથી તમે સેક્સ એડિક્શનથી છૂટી શકો છો.જો તમને પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવા કરતા માસ્ટરબેશનની વધુ ઇચ્છા થથી હોય તો તેનો મતલબ છે તમને સેક્સ્યુઅલી બિમાર છો. આવામાં તમે કોઈ થેરાપિસ્ટની મદદથી ઇલાજ કરાવી શકો છો.ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, વેજિનલ ડ્રઇનેસ, પેનફુલ સેક્સ, એકબીજા પ્રત્યે સંકોચ, તણાવ અને સેક્સ લાઇફથી અસંતોષ જેવી સમસ્યામાં મેડિકલ ઇલાજ ખૂબ મદદ કરી શકે છે. આ માટે તમારે કોઈ સારા સેક્સોલોજિસ્ટ અને થેરાપિસ્ટને મળવાની જરુર છે. તમારી સેક્સ્યુઅલી લાઈફ સારી બનાવવા થોડા પ્રયત્નો કરશો તો ચોક્કસ આવતી મુશ્કેલીને સરળતાથી દુર કરી શકશો.

શારીરિક સંબંધોથી થતી બીમારીઓ ઘણીવાર ભયંકર રૂપ ધારણ કરી લે છે અને બીજા અનેક જીવલેણ રોગોને પેદા કરી શકે છે. શારીરિક સંબંધોથી ફેલાતી કોઈપણ બીમારીને એસડીટી અર્થાત્ સેકસ્યુઅલ ટ્રાંસમિટેડ ડિસીઝ કહેવામાં આવે છે.એસટીડીથી ગ્રીવા કેન્સર અને બીજાં અનેક કેન્સર થઈ શકે છે. લિવરની બીમારી, ગર્ભ સાથે સંકળાયેલી સમસ્યાઓ સાથે જ કેટલાંક ઈન્ફેક્શન એચઆઈવી એઈડ્સ સુધ્ધાંને આમંત્રણ આપે છે. લગભગ ૨૦ જાતનાં સેક્સ્યુઅલ ટ્રાંસમિટેડ ઈન્ફેક્શન હોય છે. એસટીડી બેક્ટેરિયા, પેરાસાઈટિસ અને વાઈરસથી પ્રસરે છે. અહીં અમે આ પ્રકારે ઝડપથી પ્રસરતા એસટીડી વિશે જણાવીએ છીએ.

એચપીવી અર્થાત્ હ્યૂમન પેપિલોમાં વાઈરસ એક વાઈરલ ડિસીઝ છે. આ બીમારી શારીરિક સંબંધ બાંધનારા લગભગ ૮૦ ટકા લોકોને થાય છે. એચપીવીનો ચેપ ૧૦૦ કરતાં પણ વધુ પ્રકારનો હોય છે. આ ચેપ પુરુષો કરતાં મહિલાઓને જલદી લાગે છે. ચેપ લાગતાં ફુલેવર જેવા મસા યોતિ અને ગર્ભાશયની ગ્રીવા, ફૂલો કે ગળાની આસપાસ ઊપસી આવે છે.આ ચેપથી બચવા માટે બની શકે તો ચેપ લાગ્યો હોય તેવા સાથી સાથે સંબંધ ન બાંધો. જો સંબંધ બાંધો તો પણ લેટેસ્ટ કોન્ડોમનો ઉપયોગ કરો. આ ચેપમાંથી પૂરેપૂરી રીતે છુટકારો તો નહીં મળી શકે, પરંતુ દવાની મદદથી મસાને બાળીને પણ આરામ મળી શકે છે.

આ પણ એક વાઈરલ ઈન્ફેક્શન છે, જે ચેપવાળા સાથીની સાથે સંબંધ બાંધવાથી થાય છે. આ બે પ્રકારના હોય છે. આ ચેપ પછી યોનિ અને લિંગની પાસે છાલાં કે ઘા થઈ જાય છે, જેવાં દુખાવો થાય છે. આ ચેપ માત્ર સંબંધ બાંધવાથી નહીં પણ સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે. આ સિવાય મહિલાઓમાં આ ચેપ યોનિસ્ત્રાવ જેવી બીમારીઓને પણ જન્મ આપે છે.આ ચેપથી બચવા માટે અનેક સાથીઓ સાથે સંબંધ ન બાંધો. સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરો. કોન્ડોમના ઉપયોગથી જ તેને રોકી નથી શકાતો. સારું એ રહેશે કે ચેપ દરમિયાન સંબંધ જ ન બાંધવામાં આવે. એક બીજી વાત, જો સગર્ભા મહિલાને ચેપ હોય તો ડિલિવરી વખતે તે એ ચેપ પોતાનાં બાળકોને આપી શકે છે.

સિફલિસ એક બેક્ટેરિયા દ્વારા જન્મતો ચેપ છે. તે હોઠ, મોં, કિડની અને ગુપ્તાંગ પર અસર કરે છે. તે ચેપી સાથી ઉપરાંત સગર્ભા માતા દ્વારા તેના બાળકને પણ થાય છે. પ્રારંભિક લક્ષણોમાં આછાં અને નાનાં છાલાં હોય છે જેમાં પીડા નથી થતી. ક્યારેક ક્યારેક લિંફ નોડ્સ પાસે સોજો પણ થઈ જાય છે, જેમાં કોઈ પ્રકારની ખંજવાળ નથી હોતી. ઘણીવાર લોકો એના તરફ ધ્યાન નથી આપતાં. આ ચકામાં સ્થાયી નથી હોતાં પણ આવતાંજતાં રહે છે. એટલે ઘણીવાર વર્ષો સુધી તેને ઓળખી શકાતાં નથી. આ ચેપથી એઈડ્સ જેવા રોગ ઉપરાંત અંધત્વ, માનસિક અસ્મતોલન અને હૃદયરોગ પણ થઈ શકે છે. આ ચેપને કારણે ઘણીવાર મૃત્યુ સુધ્ધાં થઈ જાય છે. જો તમે ચેપી અને સગર્ભા હો, તો બાળક પણ ગુમાવી શકો છો.

ઉપાય માટે કોન્ડોમ સાથે સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રાખો. ચેપની તપાસ સમયાંતરે કરાવતાં રહો. જો ચેપ પ્રસરી ગયો હોય તો તરત તેનો ઈલાજકરાવો. ઈન્જેક્શનની મદદથી આના પર ૨૪ કલાકમાં જ નિયંત્રણ મેળવી શકાય છે.આ ચેપ એક પેરાસાઈટ અર્થાત્ પરજીવી દ્વારા પ્રસરે છે. મહિલાઓને લીલા અને પીળા રંગનો યોનિ-ડિસ્ચાજ થાય તે તેનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય યોનિની પાસે કે અંદર ખંજવાળ થવાની સાથે પેશાબ સમયે તકલીફ થવી પણ સામાન્ય લક્ષણ છે. મોટાભાગના પુરુષોમાં આ ચેપનાં લક્ષણ નથી હોતાં. પણ ઘણીવાર લિંગની અંદર બળતરા થવી એ ટાઈક્રોમોનોસિસનું લક્ષણ છે. બચાવ માટે સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખો અને સમયાંતરે તપાસ કરાવતાં રહો.

મોટાભાગના એસટીડી બેક્ટેરિયાજન્ય હોય છે. તેનાથી બચવા માટે જો યોગ્ય જાણકારીની સાથેસાથે કેટલીક સામાન્ય વાતોનું પણ ધ્યાન રાખવામાં આવે તો તે થવાની શક્યતાને ઓછી કરી શકાય છે. ફક્ત એક સાથી સાથે સંબંધ બાંધો. પુરુષ સાથી કોન્ડોમના ઉપયોગથી ચેપનો ડર અમુક અંશે ઘટાડી શકે છે. પુરુષો કરતાં મહિલાઓના કોન્ડોમ અસરકારક નથી હોતાં. એટલે જો પુરુષ કોન્ડોમનો ઉપયોગ ન કરે ત્યારે મહિલાઓ રોન્ડોમનો ઉપયોગ કરવો

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *