Breaking News

દેશનાં સૌથી અમીર વ્યક્તિનો પુત્ર જીવે છે ખુબજ આલીશાન જીવન,જુઓ તસવીરો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેશ તેમજ એશિયાનો સૌથી અમિર વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. આટલા ધનિક વ્યક્તિને સાદુ જીવન જીવવું ગમે છે, તે ચર્ચાઓથી દૂર રહે છે અને મોટા મોટા કામ કરે છે. તેમની જેમ જ તેમનો દિકરો આકાશ અંબાણી પણ ચર્ચામાં રહ્યા વગર પોતાનુ કામ કરે છે. હાલમાં જ રિલાયનસ જીઓએ ફેસબૂક સાથે કરેલી ડિલમાં તેમની મુખ્ય ભૂમિકા હતી.

લાઇમલાઇટથી દૂર રહેનારા આકાશ અંબાણી શોખીન વ્યક્તિ છે. આજે અમે તમને જણાવીશુ આકાશ અંબાણીના શોખ વિશે. આકાશ અંબાણીને રમત ગમતનો શોખ છે. IPL શરૂ થાય ત્યારે તે મુંબઇ ઇન્ડિયન્સને ચિયર કરવા માટે પહોંચી જાય છે. ખેલથી જોડાયેલી યાદોને તે ભેગી કરવામાં માને છે. 1983ના વર્લ્ડ કપ વખતે સુનિલ ગાવાસ્કરે જે બેટથી બેટિંગ કરી હતી તે આકાશના કલેક્શનનો હિસ્સો છે.

આકાશ અંબાણીને ગાડીઓનો જબરજસ્ત શોખ છે. તે પોતાની ગાડી જાતે જ ડ્રાઇવ કરે છે. રેંજ રોવર, રોલ્સ રોયસ, બેંટલે જેવી ગાડીઓ તે જાતે ડ્રાઇવ કરતા જોવા મળ્યા છે. અંબાણી હાઉસમાં પાર્ટી હોય કે લગ્ન જબરજસ્ત જલસો જોવા મળે છે. લગ્નના કાર્ડમાં જ 6000 અમેરિકી ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આકાશ તેની પત્ની શ્લોકા સાથે મોંઘી જગ્યાએ ફરતો જોવા મળે છે. સંપર્ક નેટવર્ક બનાવવામાં આકાશ માસ્ટર છે. જીઓની ફેસબૂક સાથેની ડિલમાં આકાશનો મહત્વપૂર્ણ રોલ માનવામાં આવે છે.

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિના દીકરા અને વહુના લગ્નમાં આવી શકી હોત આ સમસ્યા, શ્લોકા મેહતા અને આકાશ અંબાણીના લગ્નમાં આ કારણસર આવી શકી હોત સમસ્યા.લગ્ન જીવનમાં ભંગાણ આવવા માટે વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય લોકોના લગ્નમાં આ પ્રકારની સમસ્યા આવતી હોય છે તો તેની ચર્ચા માત્ર ઘર તેમજ તેમના સમાજમાં જ થતી હોય છે પણ જ્યારે તે જ સમસ્યા દેશની જાણીતી વ્યક્તિના જીવનમાં ઉભી થાય છે ત્યારે તે એક સમાચાર બની જાય છે અને તેની ચોરેચૌટે ચર્ચા થવા લાગે છે.

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન જેવી રીતે એરેન્જ થયેલા દેખાડવામાં આવ્યા છે વાસ્તવમાં તેવું નથી. સામાન્ય ખ્યાલ એવો હોય છે કે ડામન્ડ કીંગ રસેલ મેહતા અને એશિયાના ધનાડ્ય બિઝનેસ મેન મુકેશ અંબાણીને એવું લાગ્યું કે તેઓ એકબીજાના વેવાઈ બનવા માટે આદર્શ છે અને માટે તેમણે પોતાના બાળકોના લગ્ન એકબીજા સાથે ગોઠવી દીધા.

જો આંતરિક સુત્રોનું માનવામાં આવે તો અંબાણી કુટુંબના નબીરા આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી એક સાથે શાળામાં અભ્યાસ કરતા હતા અને તેમણે લગભગ 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા છે. અને ત્યાર બાદ તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. હવે અહીં જાણવા જેવી વાત એ છે કે તેમના સંબંધમાં કયા કારણોસર સમસ્યા ઉભી થઈ શકી હોત.

શ્લોકા નિરવ મોદી સાથે સંબંધિત છે.અહેવાલ પ્રમાણે શ્લોકાની આન્ટી નીરવ મોદીની નજીકની મિત્ર છે, નિરવ મોદીને તો તમે જાણતા જ હશો જે પંજાબ નેશનલ બેંકમાં સેંકડો કરોડોનો ગોટાળો કરીને વિદેશ ભાગી ગયો છે.જો શ્લોકાના કુટંબનું કોઈ સભ્ય ભવિષ્યમાં નિરવ મોદી સાથે જોડાય, તો તેની અસર તેણીના લગ્નજીવ પર થઈ શકી હોત, કારણ તેણીના સાસરીવાળા એટલે કે અંબાણીઓને કોઈ પ્રેસ દ્વારા થતી કોઈ પણ જાતની ટીપ્પણી પરવડે તેમ નથી.

તે બન્ને વચ્ચેનો ઉંમરનો તફાવત.આમ તો આકાશ અને શ્લોકા બન્ને એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા, મળેલી જાણકારી પ્રમાણે શ્લોકા આકાશ કરતાં વધારે મોટી છે, કેટલાક મહિનાઓ અથવા તો વધુમાં વધુ એક વર્ષ. સામાન્ય ભારતીય સમાજની જેમ અંબાણી પણ એવું ઇચ્છતા હશે કે તેમના દીકરા માટે તેનાથી ઉંમરમાં નાની યુવતિ જ યોગ્ય રહેશે.જેમ કે તેમણે ઇશાના લગ્ન આનંદ પિરામલ સાથે કરાવ્યા, જે તેણી કરતાં પાંચ વર્ષ મોટો છે. હીન્દુ સંસ્કૃતિ પ્રમાણે, વધુ વર કરતાં નાની હોવી જોઈએ પણ તે એક પણ દિવસ મોટી તો ન જ હોવી જોઈએ.

એવું કહેવાય છે કે આમ થવાથી તેમની વચ્ચેની કમ્પેબીલીટી ઘટી જાય છે. પણ જ્યારે તમારો દીકરો જ આવી કોઈ યુવતિને પસંદ કરે છે ત્યારે તેમાં તમારું કશું જ નથી ચાલતુ.શું મુકેશ-નીતા અંબાણી પોતાના પ્રથમ દિકરાને તેની પત્નીને સમર્પિત થવા દેશે.આ પ્રશ્ન માત્ર ભારતનો જ નથી પણ આ સમસ્યા સમગ્ર વિશ્વમાં રહે છે. તે પછી સામાન્ય ઘર હોય કે પછી કોઈ ધનાડ્ય કુટુંબ હોય. શું નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના દીકરા-વહુને સ્વતંત્ર રીતે વર્તવાની આઝાદી આપી રહ્યા છે?

કોઈ પણ માતાપિતાને પોતાના પ્રથમ સંતાન પ્રત્યે ઘણું એટેચમેન્ટ હોય છે અને ક્યારેક આ એટેચમેન્ટ માલિકીભાવ પણ ઉત્પન્ન કરતું હોય છે.એશિયાના સૌથી ધનાડ્ય બિઝનેસ ફેમિલીનો પ્રભાવ.અહીં તમે બ્રીટેનના પ્રિન્સ હેરી અને મેઘન માર્કલનું ઉદાહરણ લઈ શકો છો. જ્યારે તેણીના પ્રિન્સ હેરી સાથે લગ્ન થયા તે વખતે પ્રેસમાં ઘણી બધી શંકા કુશંકાઓ ઉછળી હતી. અને કેટલાકે તો દાવો જ કર્યો હતો કે મેઘન પોતાના પદને સંભાળી નહીં શકે.

અને હાલ જે થઈ રહ્યું છે તે પ્રમાણે પ્રેસની ભવિષ્યવાણી સાચી પડી છે કારણ કે પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે પોતાની રોયલ ફેમિલીના સભ્યો તરીકેની બધી જ ફરજ તેમજ હક્કોને જતા કર્યા છે અને તેઓ એક સામાન્ય માણસનું જીવન જીવવા કેનેડામાં પહોંચી ગયા છે.એક રોયલ ફેમિલિમાં લગ્ન કરવાના કેટલાક નિયમો હોય છે, જેમ કે તમે સોશિયલ મિડિયા પર તમારી સેફ્લી શેર ન કરી શકો કે પછી એકલા-એકલા કોઈ સેફ્ટી વગર શોપિંગ કરવા ન જઈ શકો. તમે રાણીની સામે પોતાના પતિ કે પત્નીનો હાથ ન પકડી શકો વિગેરે વિગેરે. શું અંબાણી ફેમિલિના પણ આવા કોઈ નિયમો છે ખરા ?

કારકીર્દીની તિલાંજલી આપી દીધી.શ્લોકા પોતાની શાળામાં એક ટોપર રહી ચૂકી છે તેણીએ પ્રિન્સેટન યુનિવર્સિટિમાંથી એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે આ ઉપરાંત તેણી પાસે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સની સમ્માનનીય માસ્ટર ઓફ લોની ડીગ્રી પણ છે.તેણી પોતાના પિતાની કરોડો ડોલરની કંપની જેનું નામ રોઝી બ્લુ ડાયમન્ડ્સ છે તેમાં ડીરેક્ટર પણ રહી ચુકી છે. તેણી એક કનેક્ટફોર નામના એનજીઓની સહસ્થાપક પણ છે. બીજી બાજુ આકાશ અંબાણી, અંબાણીના ત્રણ સંતાનોમાંનો સૌથી મોટો છે. તે રિલાયન્સનું ઘણું બધું કામ સંભાળી રહ્યો છે.

હવે પ્રશ્ન એ થાય છે કે શું શ્લોકાએ પોતાના પિતા સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું છે ખરું ? કે પછી તેણીને આકાશ સાથે કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કે પછી તેણીને એક ગૃહિણી બનાવી દેવામાં આવશે.શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નને હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું. અને અત્યારસુધી બધું જ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. મિડિયામાં તેમજ સોશિયલ મિડિયામાં જે રીતે શ્લોકાની તસ્વીરો એક નહીં અને બીજા દિવસે જોવા મળે છે તે જોતાં તેણી પોતાના લગ્નથી ઘણી ખુશ જણાઈ રહી છે.

અને તેણીનો પોતોની સાસુ નીતા અંબાણી સાથેનો સંબંધ પણ કોઈ સાસુ-વહુ જેવો નહીં પણ બહેનપણીઓ જેવો જોવા મળ્યો છે. પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કહી ન શકાય. તેમ છતાં આપણે તો એવું જ ઇચ્છીએ કે તેમનું લગ્નજીવન પણ મુકેશ-નીતા અંબાણી જેવું જ સ્વસ્થ અને લાંબુ રહે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *