Breaking News

દેવેદાર અનિલ અંબાણી પાસે મુકેશ અંબાણી કરતાં પણ ચડિયાતું કાર કલેકશન, જુઓ તસવીરો.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અનિલ અંબાણી વિશે મિત્રો અનિલ અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ઓમાંના એક છે તેમજ અનિલ અંબાણીએ 1991 માં અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા હતા અને અનિલ અંબાણીનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો અને તેથી પ્રેમમાં હોવા છતાં અનિલનું ટીના સાથે બ્રેકઅપ થયું હતુ જો કે અનિલિ કોઈક રીતે આ સંબંધ માટે તેના પરિવારને સમજાવ્યો હતો અને આખરે તેમનો પરિવાર તેમના આ સબંધ માટે માની ગયા હતા તેમજ અનિલ અને ટીનાને બે પુત્રો છે જેમા મોટા પુત્રનું નામ જય અનમોલ અંબાણી અને નાના પુત્રનું નામ જય અંશુલ અંબાણી છે.

મિત્રો જ્યારે ફોર્બ્સે 2095 અબજોપતિઓની 2020 ની સૂચિ બહાર પાડી હતી ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી આ યાદીમાં 21 મા ક્રમે હતા અને તે જ સમયે, તેના નાના ભાઈ અને રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી પણ આ સૂચિમાં નથી અને દર વર્ષે એક દાયકાથી વધુ સમય સુધી જ્યારે ફોર્બ્સે વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની સૂચિ બહાર પાડી ત્યારે તેમાં બે અંબાણી, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનો સમાવેશ થતો હતો પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક ભાઈ 21 ની યાદીમાં છે અને તે જ સમયે, બીજો 2000 ની સૂચિમાં સ્થાન મેળવી શક્યો નહીં.

મિત્રો મુકેશ-અનિલ અંબાણી 2005 માં તેમના પિતા પાસેથી વારસાગત સંપત્તિના વારસો સાથે બરાબર હતા અને 2007 માં અનિલની સંપત્તિ 45 અબજ અને મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ 49 અબજ ડોલર હતી અને અનિલ અંબાણી તે સમયે ફોર્બ્સની 2008 ની યાદીમાં 42 અબજ ડોલર સાથે વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ હતા પણ પછી સમયનું ચક્ર આટલું ફેરવાઈ ગયું કે આજે ફોર્બ્સની સૂચિમાં ફક્ત એક જ અંબાણીનું નામ છે.

મિત્રો દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપનીઓને વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ન્યૂઝ એજન્સી પીટીઆઈના પ્રમાણે રિલાયન્સ કેપિટલે પોતાની સંપત્તિના મોને ટાઈઝેશન માટે પગલું લીધું છે અને આ આખી પ્રક્રિયા માટે એસબીઆઈ કેપિટલ અને જેએમ ફાઈનાન્સને નિયુક્ત કરવામાં આવ્યા છે અને એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયે રુચિ પત્ર એટલે કે ઈઓઆઈ જાહેર કરવામાં આવશે એનો મતલબ કે જે લોકોને સંપતિ ખરીદવામાં દિલચસ્પી હશે. તેમણે રુચિ પત્ર દાખલ કરવાનું રહેશે.

એક રોપોર્ટ મુજબ અનિલ અંબાણી પર એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇના અને ડેવલોપમેન્ટ બેંક બેંક ઓફ ચાઇનાનું 716 મિલિયન ડોલર એટલે કે આશરે 5,276 કરોડ રૂપિયાનું દેવું છે અને આ જ લોનને લઈને આ બેંકો દ્વારા તેમના પર કેસ કરવામાં આવ્યો છે. લંડનની અદાલતે તેમને જૂન મહિના સુધીનો સમય લોન ચુકવવા માટે આપ્યો હતો. પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. તેઓએ કોર્ટને કહ્યું છે કે તેમની પાસે કંઈ બચ્યું નથી અને તે ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનિલ અંબાણી જે ઘરમાં રહે છે તેની કિંમત 5 હજાર કરોડથી વધુ છે. તેમના પર જેટલું દેવું છે, તેના કરતા વધુ તેના ઘરની કિંમત છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અનિલ અંબાણીનું આ ઘર મુંબઇમાં છે અને આ ઘરમાં ફક્ત ચાર જ લોકો રહે છે.જે અનિલ, ટીના મુનિમ, અને તેમના બે સંતાનો અનમોલ અને અનશુલ અંબાણી છે. ધીરુભાઇ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ખૂબ જ શાનદાર રીતે આ ઘરને બનાવ્યું છે અને વર્ષ 2018 માં, ફાયનેંશિયલ સર્વિસિસ કંપની IIFLએ ભારતના સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં તેના ઘરને બીજું સ્થાન આપ્યું છે જ્યારે તેમના ભાઇ મુકેશ અંબાણીના ઘરને આ લિસ્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. અનિલ અંબાણીના મકાનમાં જે સજાવટનો સામાન છે તેની કિંમત કરોડોની છે. તેઓએ વિદેશના ઇંટીરિયર ડિઝાઇનરો દ્વારા પોતાનું ઘર સજાવ્યું છે.

મિત્રો તેમણે પોતાનો બંગલો મુંબઈના પાલી હિલ વિસ્તારમાં બનાવ્યો છે. અનિલ અંબાણીનું ઘર એબોડ 1600 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને આ ઘરમાં જીમ, સ્વિમિંગ પૂલ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. તેણે પોતાના ઘરની છત પર હેલિપેડ પણ બનાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે આ ઘરને વધુ ઉંચું બનાવવા માંગતા હતા.પરંતુ તેઓને આમ કરવા માટે અધિકારીઓની મંજૂરી મળી ન હતી.

મિત્રો તેના મકાનમાં ઘણા બધા હોલ છે અને તેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. અનિલ અંબાણીના આ ઘરની સજાવટનો ખર્ચ પણ ખૂબ વધારે છે. આ મકાનમાં તેમની પાસે ડઝનેક સ્ટાફ છે. જેમને દર મહિને લાખોની સેલેરી ચૂકવવામાં આવે છે. કહેવાય છે કે તેના ઘરનું વીજળીનું બિલ 60 લાખ રૂપિયા સુધી આવે છે. તે જ સમયે, જ્યારે તેના ઘરના ખર્ચનો મુદ્દો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે કોર્ટને કહ્યું હતું કે તેની પત્ની તેના ઘરનો ખર્ચ ઉઠાવી રહી છે.

મિત્રો ઘણા બજારના નિષ્ણાતો માને છે કે અનિલ અંબાણીની આ સ્થિતિ તેના લોભને કારણે છે અને આ પાર્ટીશનમાં અનિલ અંબાણી ને મળી રહેલી કંપનીઓને અવગણીને અનિલ અંબાણીએ ઘણા વધુ ક્ષેત્રોમાં રોકાણ કર્યું હતુ જેના કારણે તેમની ડૂબતી કંપની એક પછી એક થઈ ઉદાહરણ તરીકે 2017 માં રિલાયન્સ કમ્યુનિકેશને તેના વાયરલેસ વ્યવસાયને બંધ કરી દીધો અને મે 2018 માં, અનિલ અંબાણીએ કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ કંપની નાદારી કાર્યવાહી હેઠળ આવી.

તેમજ મે 2019 માં રિલાયન્સ કેપિટલે તેનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેચ્યો હતો અને 7 જાન્યુઆરી 2020 ના રોજ રિલાયન્સ પાવર 68 કરોડની લોન ભરપાઈ કરવામાં ડિફોલ્ટ થઈ અને તે જ સમયે રિલાયન્સ ઇન્ફ્રા પર 148 અબજ રૂપિયાનું દેવું વધાર્યું હતું અને 31 ડિસેમ્બર 2019 સુધીમાં રિલાયન્સ કમ્યુનિકેસન રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર સહિત અનિલ અંબાણી જૂથની કંપનીઓએ રૂ 43,800 કરોડની લોન પર ડિફોલ્ટ કર્યો હતો.

મિત્રો નબળા ધંધાને કારણે કંપનીઓ લોન ભરપાઈ કરી શકી નહીં અને અનિલ અંબાણીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને અનિલ અંબાણીએ બિઝનેસ જગતમાં પોતાનું સ્થાન કેટલું ઝડપથી ગુમાવ્યું છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે 6 મહિનામાં તેમની આવક લગભગ 75 ટકા ઘટી છે જેમા જૂનથી ડિસેમ્બર 2019 દરમિયાન તેની ઇક્વિટી સંપત્તિ 3,651 કરોડ રૂપિયાથી ઘટીને 970.10 કરોડ થઈ ગઈ છે.

મિત્રો આ સિવાય ઘણા અહેવાલો અનુસાર, અનિલ અંબાણી અને તેના જૂથનું રોકાણ લગભગ 13.2 અબજ ડોલર અથવા લગભગ 93 હજાર કરોડ રૂપિયાથી વધુ નું છે આ દેવું ઘટાડવામાં તેના મોટા ભાઇ મુકેશ અંબાણીએ ઘણી વખત તેમને મદદ કરી છે જેમ કે તાજેતર માં જ રિલાયન્સ જિઓએ આરકોમના ટાવર અને ફાઇબર બિઝિનેસ રિલાયન્સ ઇન્ફ્રાટેલ ને ખરીદવા માટે 4700 કરોડ રૂપિયાની ઓફર કરી છે જે તેણે વેચી દીધી છે તેમજ અનીલ અંબાણી એ ભારતીય અને ચીનના લેણદારોને અગ્રતાના ધોરણે 4300 કરોડનું બાકી રાખ્યું છે.

મિત્રો દેવાના બોજની નીચે દબાયેલા અનીલ અંબાણીની લાઈફસ્ટાઈલ આજે પણ ખૂબ સમૃદ્ધ છે. તેમની પાસે દેશનો બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે અને આલિશાન કાર છે. તેમની પાસે એવી ગાડીઓ છે કે તેને એકવાર જોવો તો જોતા જ રહી જાઓઅનીલ અંબાણી પાસે લેમ્બોર્ગીની ગેલાર્ડો છે અને આ કાર 3.9 સેકંડમાં 100 કિમી પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. તેની ટોપ સ્પીડ 320 કિમી/કલાક છે.

ભારતમાં ગણ્યા ગાંઠ્યા લોકો પાસે જ રોલ્સ રોયસ કર છે. અનીલ અંબાણી પાસે રોલ્સ રોયસની એક્સક્લુઝિવ ફેન્ટમ વર્ઝન કાર છે તેમજ અનીલ અંબાણી પાસે S-Class મર્સીડીઝ બેન્જ કાર પણ છે. નોંધનીય છે કે અનીલ અંબાણી એક એવા કરોડપતિ છે જે પોતે જ પોતાની કાર ડ્રાઈવ કરે છે અને અનીલ અંબાણી ના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ પણ સામેલ છે તેમજ અનીલ અંબાણી મોટા ભાગે તેમની ટોયોટા ફોર્ચ્યુંનર કારમાં જોવા મળે છે.

About bhai bhai

Check Also

જેટલી સુંદર દેખાય વાસ્તવિક માં તેવી નથી આ અભિનેત્રીઓ લોકો સાથે કરી ચુકી છે આવો વ્યવહાર…….

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવૂડ એક્ટ્રેસમાં સુંદરતા અને દેખાવની કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *