Breaking News

ધંધામાં ચાલી રહી છે મંદીતો અત્યારેજ કરીલો આ ઉપાય,આવી જશે જબરજસ્ત તેજી,જાણીલો ફટાફટ.

ભગવાન ભોળાનાથ ભક્તો પર તરતજ કૃપા વરસાવે છે. એટલે તો ભગવાન શિવ શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે. શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારનાં નામોનો મહિમા ગાવામાં આવ્યો છે.શિવનાં આ સ્વરૂપ અને નામ ચમત્કારિક રૂપથી દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે. શિવ ભક્તના વિશેષ અવસરો શિવરાત્રિ, સોમવાર, શ્રાવણ અને પ્રદોષ અને ચતુર્દશી તિથિ પર આ નામ સ્વરૂપનું સ્મરણ વધારે મંગલકારી હોય.

મહાદેવ ના અનેક નામ છે. દરેક નામને પોતાની અલગ મહિમા છે. તેમના દરેક નામમાં છુપાયેલી છે એક વિશેષ શક્તિ. જાણો, શિવના કયા નામથી તમને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે… મહેશ નામથી ચાલશે તમારો બિઝનેસ. બિઝનેસ વધારવા માટે શિવના ‘મહેશ’ નામનો ઉપયોગ કરો. આ નામનો જાપ કરતા કામ પર નિકળો. બિઝનેસની દરેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે અને સફળતા મળશે.

‘વિશ્વમ્ભર’ નામથી મળશે રોજગાર. નોકરી માટે ભગવાન શિવના ‘વિશ્વમ્ભર’ નામનો ઉપયોગ કરો. ખાતા-પીતા, ઉઠતા-બેસતા શિવના ‘વિશ્વમ્ભર’ નામનું જાપ કરો. તમારી રોજગારની સમસ્યા ટૂંક સમયમાં દૂર થઇ જશે. ‘રૂદ્ર’ થી સુધરશે તમારા બાળકોનું વર્તન. બપોરના સમયે ‘રુદ્ર’ નામનો 15 મિનિટ સુધી જાપ કરો. ત્યારબાદ પોતાની સંતાનનું 11 વખત નામ લેવાથી તેના વર્તનમાં સુધારો આવશે.

‘આશુતોષ’થી સુધરશે જીવનસાથીનું વર્તન. જીવનસાથી સાથેનો મનભેદ દૂર કરવા માટે ભગવાન શિવના ‘આશુતોષ’ નામનો ઉપયોગ કરો. સવારે ઉઠયા બાદ અને રાત્રે સૂતા પહેલા આ નામનું જાપ કરો. તમારા જીવનસાથીનું વર્તન સુધરવા લાગશે. ‘બાબા’ દૂર કરશે મોટી આપત્તિઓ. ભગવાન શિવના ‘બાબા’ નામમાં મોટામાં મોટી આપત્તિ ટાળવાની શક્તિ છે. જેટલું વધારે શિવના આ નામનું જાપ કરવામાં આવે તેટલો જ વધારે લાભ થશે.

‘નટરાજ’ આપશે માન-સન્માન. યશ અને કીર્તિ મેળવવા માટે ભગવાન શિવના ‘નટરાજ’ નામનો ઉપયોગ કરો. પ્રદોષ કાળમાં શિવના ‘નટરાજ’ નામનો 108 વાર જાપ કરો. તેનાથી તમારું માન-સન્માન વધશે, નામ અને યશ પણ મળશે. ‘શિવ’ ખોલશે મોક્ષનો દ્વાર. મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન ‘શિવ’ના નામનો જ જાપ કરો. શિવજીનું ધ્યાન કરતા ‘શિવ’ નામનો જાપ કરવાથી ફળ પ્રાપ્ત થશે. જો કોઇ સિદ્ધ વ્યક્તિ પાસેથી ‘શિવ’નામનો મંત્ર મળે તો તે સૌથી શ્રેષ્ઠ રહેશે.

શિવને મહાદેવ કહેવામાં આવે છે અને શિવલિંગ આધ્યાત્મિક ઊર્જાનો ભંડાર હોય છે. આ માટે શિવલિંગ પૂજા દરેક કમી, કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે. જેથી નવો વિશ્વાસ, સાહસ અને શક્તિ મળે છે. શિવ મૃત્યુંજય છે. આ સ્વરૂપની ઉપાસના કાલ, ભય અને રોગથી મુક્ત રાખે છે. ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે. આ માટે આ સ્વરૂપની ભક્તિ નીરોગી બનાવી દે છે.

શિવ આશુતોષાય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે. આ માટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે. શિવને શર્વ પણ કહેવામાં આવે છે. એટલે કે બધા કષ્ટોને હરનાર. જે માણસનાં ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ કરે છે. આ કારણ છે કે શિવ ભક્તિ શત્રુ વિઘ્નોના અંત માટે અચૂક માનવામાં આવે છે.

શિવ ત્રિલોકેશના રૂપમાં પણ પૂજનીય છે. જેની આરાધના જનમ મરણના બંધનથી મુક્ત કરી દે છે. શિવ ભક્ત વત્સલ છે, આ માટે ભગવાન શિવની પૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ કરે છે. ભગવાન શિવ કુબેરના સ્વામી છે. આ માટે શિવ ભક્તિ ધન કુબેર બનાવી દે છે. તે પોતા પાસે નથી રાખતા કશું પણ તેની ચપટી ભભૂતમાં પણ કુબેરનો ખજાનો છે. નીલકંઠ નામનો મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની શીખ આપે છે. ગંગાધર સ્વરૂપ મન મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે.

શિવની ઉપાસના આદિકાળથી વિભિન્ન સ્વરૂપોમાં પ્રચલિત છે. તમામ દેવી–દેવતાઓથી અલગ અને વિશિષ્ટ હોવાથી જ કદાચ ભગવાન શિવ ‘મહાદેવ’ના નામથી પૂજાય છે. તેમની ઉપાસના સર્વત્ર વ્યાપક છે. પરિણામે શિવાલયોની શ્રુંખલા એને પ્રગટ કરે છે. ભારત દેશમાં એવાં કેટલાંક પુણ્ય ક્ષેત્રો છે જ્યાં શિવની ઉપાસના અત્યાધિક અને ચરમ ઉત્કર્ષ પર રહી છે.

દેવો પણ જેને પૂજે છે એ કૈલાસ પર્વત પર સમાધિમાં ડૂબેલા એકાંતપ્રિય દેવતા શિવ જેવો કોઈ દેવ નથી એવું ભક્તો શ્રદ્ધાપૂર્વક માને છે. શિવને ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માલવાની પુણ્ય ધરા ગમી છે. ગુજરાતની પુણ્ય ધરામાં કચ્છ અત્યંત મહત્ત્વ ધરાવે છે. એ જ કારણ છે કે એ બધા પ્રદેશોમાં અદ્ભુત મહત્ત્વ ધરાવતાં શિવ મંદિરો છે જેને પ્રાચીન કાળ સાથે સંબંધ છે.‘શંકરયંબક્મ મુંડમાલમ શિવમ,આશુતોષમ ભવમ નીલકંઠ હરમ,શશિધર શૂલીનમ શૈલજા વલ્લભમ,પાર્વતી નાયકમ ભાલચંદ્ર ભજે’

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *