ધન દોલત અને વૈભવ ના ચક્કર માં, આજનો માનવી આ સાચું સુખ ભૂલી ગયો!!!

શુ સાચું સુખ, ધન કે મિલકત ને જ કહેવા માં આવે છે કે પછી લાગણી ઓ,કે પ્રેમ ને જાણો સાચી હકીકત વિશે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે વિશે લગભગ બધા ચર્ચિત જ હશો પણ તેના વિશે વધુ માહિતી મેળવીએ દર્શક મિત્રો સાચું સુખ એટલે ઘરમાં પગ મુકતા જ “આવી ગયો દીકરા” કહેતો માં-બાપનો અવાજ એટલે સુખ.

તકલીફના સમયે આપણે સાથે છીયેને જોઇ લઇશુ કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ.કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતી દીકરીઓમાં રોપેલ સંસ્કારના બીજ એટલે સુખ.રોજ દેવસ્થાને દીવાની જ્યોતમાં પ્રગટતું પ્રાથનાનું અજવાળું એટલે સુખ.

ભાઇ કરતા પણ વધુ એવા ભાઇબંધનો કદીય ન ડગતો ખભો એટલે સુખ.રોજ જમતા પહેલા ભગવાનના આપેલ ભોજનને ભગવાનને જ ધરાવામાં રહેલ લાગણી એટલે સુખ.તમે અને આપ સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે તું કહેનાર દોસ્તાર મળી જાય એ પળ એટલે સુખ.ભર ઉનાળે બપોરે ઘરે આવેલ ટપાલીને અપાતા શરબતના ગ્લાસમાં રહેલી ઠંડક એટલે સુખ.

મનગમતા લેખકના પુસ્તકને વાંચવામાં થયેલો આખી રાતનો ઉજાગરો એટલે સુખ.દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ.મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ અંતે પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ સુખ.આ લેખ ગમ્યો હોય તો અને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

સુખની પરિભાષા શું છે સુખ કોને કહીશું સુખની શોધમાં લોકોની આખી જીંદગી પુરી થઈ જાય છે. તેની વ્યાખ્યા કરવી કઠીન કામ છે. ટુંકમાં કહેવું હોય તો આપણી સામે જે પરિસ્થિતી આવે તેમાં આપણુ મન આનંદ અનુભવીને ખુશ થાય તે સુખ છે.દરેક વ્યક્તિ નિરંતર સુખની જ કામના કરે. પરંતું આખી જીંદગી સુખી કોણ રહી શકે છે દરેકને જીવનમાં કોઈને કોઈ કઠિનાઈઓ આવવાની જ છે. તેનો સામનો કરીને ,તેમાંથી રસ્તો કાઢીને જીવતાં આવડે તો દુખ ઓછું થાય. મીરાંએ ગાયુ છેરામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ ઓધ્ધવજી,

સાચું સુખ હકારાત્મક વિચારો રાખવાથી આવે. હશે નભશે ચાલશે આ ગાંઠ મનમાં બાંધેલી હોય તો ઓછુ દુખ આવે.મનની અંદર અનેક ઈચ્છાઓ હોય તેને કારણ લાલચ ઉભી થાય, આ લાલસાઓ સંતોષાય નહી ત્યારે દુખ ઉભુ થાય. ઈચ્છાઓને કોઈ અંત હોતો નથી, બધી ઈચ્છાઓ ક્યારેય ન સંતોષાય.જેને ઈચ્છાઓના ઘોડા પર લગામ ખેંચતા આવડે તેને દુખ ઓછા હોય, માટે જ કહે છે સંતોષિ નર સદાય સુખી.

વર્તમાન યુગ એવો છે દરેકની વૈભવશાળી જીંદગી બની ગઈ છે, દેખા દેખી,તેમાં હરિફાઈ જેને કારણ બીજા પાસે જે છે તેનાથી મારી પાસે વધારે હોવું જોઈએ. હવે વધારે પામવા માટે કેટલી બધી મહેનત , કેટલા બધા છળ કપટ, અનિતી કરવી પડે. જો તેમાં સફળ ન થવાય તો પાછું દુખ ઉભુ થાય. દુખ જાતેજ ઉભુ કરેલ છે. ભગવાને જે આપ્યું છે તેનાથી મન ધરાતું નથી. પોતાને જે મળ્યું છે તે પસંદ નથી બીજા પાસે જે છે તે વધારે પસંદ આવે છે. ભગવાને કર્મના હિસાબ કિતાબ કરીને ન્યાય કરીન જે આપ્યું તે મંજુર નથી . ભાગ્યમાં જેટલું લખ્યું હોય તેટલુ જ તેનો સમય આવે ત્યારે જ મળેભગવાન ની આ વ્યવસ્થા જો સમજાઈ જાય પછીથી જીવનમાં સુખ જ છે.

મનનો સંતોષ, હકારાત્મક વિચારો ,શરીરની નિરોગી સ્વસ્થ તંદુરસ્તી ,બીજાના દુખમાં દુખી બીજાના સુખમાં સુખી એવુ ઈર્ષા વીનાનુ જીવન.પરોપકારી જીવન, જરુરિયાતમંદ લોકોને મદદ કરવાથી મનને આનંદ થઈ સુખની લાગણીનો અનુભવ થાય..નિસ્વાર્થ સમાજ સેવા, જન કલ્યાણ ,માનવ સેવા કરીને લોકોને આનંદ મળતો હોત છે, ગુપ્ત દાન, વિદ્યાદાન કરીને, આડોશી-પાડોશીને સુખ-દુખમાં મદદ કરીને , ભારતમાં ઘણા ડૉક્ટરો એવા જોયા છે જે ગરીબ લોકોને વીના મુલ્ય સારવાર કરીને આનંદ અનુભવીને મન ખુશ થાય છે.કંઈ કેટલાય લોકો જોયા છે જેઓએ પોતાની પુરી જીંદગી બીજાની સેવા અર્થે ખર્ચી નાખીને તેમાં આનંદ અનુભવે છે.મનની ખુશી એતો સુખ છે. સુખ માણવું જ હોય તો ઘણા રસ્તા છે. આપણુ મન કયો રસ્તો અપનાવે છે તેના ઉપર સુખનો આધાર છે.

સાચું સુખ સમાયેલું છે ઈશ્વર ચિંતનમાં અને સ્વની પહેચાન , દરેક જણ પોતાની જાતને ઓળખી લે તો પછી દુખ જેવું કંઈ છે નહી. બીજાની જીંદગીમાં ઝાંખવાથી, બીજાના અવગુણો જોવાની ટેવ હોય છે, બીજા લોકો પણ આપણા વિચારો પ્રમાણે, આપણુ મન કહે તેમ ચાલવું જોઈએ. બીજાના પર આપણા વિચારો લાદવાની ટેવ હોય છે.બીજાની પંચાત કરવાથી દુખ ઉભા થાય છે.પરંતુ જ્યારે પોતાના અવગુણો જોવાના ચાલુ કરીશું ત્યારે દુખ ભાગી જશે.સ્વને ઓળખીએ ત્યારે મનના રાગ-દ્વેષ ઓછા થઈ સુખની પ્રતિતી અવશ્ય થાય છે.

સૌથી મોટું અને અગત્યનુ છે આત્મ સુખ ! મનુષ્ય જન્મ મળ્યો છે જેનાથી પરમ તત્વની પ્રાપ્તિ થવાની છે તે આત્મસ્વરૂપને ઓળખીએ તો તેની સામે દુનિયાના સંસારિક સુખો તુચ્છ લાગે. સાચું સુખ શોધવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા , ક્ષણિક સુખની પાછળ દોડિયે છે તે પણ જન્મો જન્મથી. ક્ષણિક સુખ માટે ન જાણે કેટલાય ભવ બગાડ્યા હશે ! ગીતાનો બારમો અધ્યાય જેમાં શ્રી ક્રિષ્ણએ ભક્તના લક્ષણ બતાવ્યા છે તેમને કેવો ભક્ત પ્રિય છે.

Leave a Comment