Breaking News

ધનતેરસનાં દિવસે આ ચારમાંથી એક વસ્તુ ખરીદીલો,ચોક્કસ થશે એટલાં લાભ કે ઘરમાં આવશે રૂપિયાજ રૂપિયા..

ધન તેરસથી પાંચ દિવસના દીપોત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરી, કુબેર, યમ, લક્ષ્મી, વામન, ગણેશજી અને પાલતુ પશુઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે તો ચાલો જાણીએ કે આ દિવસે કઇ વસ્તુઓ ખરીદવાથી ધનલાભ થશે.

ધન તેરસ પર સૌપ્રથમ વાસણ ખરીદવા જોઇએ. વાસણમાં સૌથી પહેલા પીત્તળના વાસણ જરૂર ખરીદો. કહેવામાં આવે છે કે ધન્વંતરિ દેવ આ દિવસે અમૃતનો કળશ લઇને સમુદ્રમાંથી બહાર આવ્યા હતાં.સોનુ પણ પીળુ હોય છે. તમારુ બજેટ હોય તે પ્રમાણે તમે સોનુ ખરીદી શકો છો. આ દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે.

પહેલાના સમયમાં કોડી જ સિક્કા રૂપે પ્રચલિત હતી. કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા હતા ત્યારે તેમની સાથે કોડીયો પણ હતી. ધનતેરસના દિવસે તમે કોડી ખરીદો અને જો તે પીળી ન હોય તો તેને હળદરના પાણીમાં નાંખી દો. ત્યારબાદ તેની પૂજા કરીને તિજોરીમાં મુકી દો.

ધનતેરસના દિવસે ખેડૂતો ધાણાના બીજ ખરીદે છે અને સામાન્ય લોકો પૂજા માટે ધાણા ખરીદે છે. ધાણા ખરીદવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આમકરવાથી પણ ધનનુ નુકસાન નથી થતું.આ દિવાળી પર તમે પિત્તળ કે તાંબામાંથી બનેલું પીરામીડ ખરીદી શકો છો. પિત્તળ કે તાંબામાંથી બનેલ પીરામીડ જો તમે ઘરના એ ભાગમાં રાખો છો, જ્યાં કુટુંબના સભ્યો સૌથી વધુ સમય પસાર કરે છે, તો આમ કરવાથી ઘરના લોકોની આવકમાં વધારો થાય છે.

હાલમાં ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ મનાઈ છે. પરંતુ માન્યતા અનુસાર, અગર તમને ધનતેરસના દિવસે કાર લાવવી છે તો એની ચૂકવણી એક દિવસ પહેલા જ કરી લેવી, ધનતેરસના દિવસે નહીં. આ સિવાય, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ સાધનોને ધનતેરસ પર ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

સ્ફટિકનો શ્રીયંત્ર ઘરે લાવવાથી લક્ષ્મી ઘર તરફ આકર્ષિત થાય છે. એટલે ઘનતેરસના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને દિવાળીની સાંજે એને લક્ષ્મી પૂજન સ્થળ પર રાખી એની પૂજા કરો. પૂજા બાદ આ શ્રીયંત્રને કેસર રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા ધન સ્થાન પર રાખી દો, આવું કરવાથી હંમેશા બરકત બની રહેશે.ઝાડુને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દીપાવલીના પ્રસંગે નવું ઝાડ ઘર લાવો. એનાથી ઘરની નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે.

આ દિવાળી પર માટીની એક સુરાઈ કે ઘડો ખરીદી તેમાં પાણી ભરીને તમે તમારા ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. એમ કરવાથી ક્યારે પણ ઘરમાં પૈસાની તંગી નહિ રહે. પરંતુ એ વાતનું જરૂર ધ્યાન રાખો કે, તે ઘડો કે સુરાઈ ક્યારે પણ ખાલી ન રહે. જ્યારે પણ તેમાં પાણી ખલાસ થઇ જાય તો ફરીથી તેને ભરી દો.

કાચબો ફેંગ શુઈ મુજબ ઘણો જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુ વિજ્ઞાનમાં પણ કાચબાને એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કાચબાને વાસ્તુ અને ફેંગ શુઈ બંનેમાં સુખ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે ઘરમાં ધાતુનો બનેલો કાચબો રાખો છો, તો તમને ઘણી તકલીફોમાંથી છુટકારો મળી શકે છે. તો આ દિવાળી પર તમારી ખરીદીમાં ધાતુનો બનેલો કાચબો પણ જરૂર સામેલ કરો.

ઘણા ઘરોમાં તમે મોરના પીંછા રાખેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે, જો ઘરમાં યોગ્ય સ્થાન ઉપર યોગ્ય રીતે મોરપીંછ રાખવામાં આવે તો તે તમારી સુખ-સમૃદ્ધિ વધારવાની સાથે સાથે ઘણા લાભ પહોંચાડે છે. માનવામાં આવે છે કે, ઘર કે દુકાનની દક્ષીણ-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવાથી કુટુંબમાં રહેલી પૈસાની તંગી દુર થઇ જાય છે.

મીઠું, આ દિવસે મીઠું ખરીદીને લાવવાથી વર્ષ દરમિયાન ધનનો અભાવ નથી થતો અને સુખ સમૃદ્ધિ ઘરમાં જ ટકી રહે છે. શ્રીયંત્ર, લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને પૂજા બાદ આ શ્રીયંત્રને કેસરીયા કપડામાં બાંધીને તીજોરી કે ધન સ્થાન પર મુકી દો, તેનાથી સદાય ત્યાં બરકત બની રહેશે.હાથા જોડી, ધન પ્રાપ્તિ માટે હાથા જોડીને પણ શુભ માનવામાં આવે છે.

દિવાળી પૂજનનો સામાન, આ સિવાય ધનતેરસના દિવસે જ તમારે દિવાળીના મહાપર્વની શરૂઆત એ થાય છે દિવાળી સંબંધિત તમામ ખરીદી એ પણ આજ દિવસે તેને કરવામાં આવે છે. અને માતા લક્ષ્‍મી અને ગણેશની મૂર્તિ અને પૂજાપો અને માટીના દીવા એ ધનતેરસના દિવસે જ તમારે ખરીદી કરી લેવા જોઈએ.વાસણ, તમારે ધનતેરસના દિવસે જો ઘરના વાસણની ખરીદી કરવી એ એક રીતે શુભ ગણાય છે. અને તે સમયે તમારે પીત્તળની એક ધાતુથી બનેલુ વાસણ એ તમારે અવશ્ય ખરીદો. અને આ પાછળ એ માન્યતા છે કે તમારે જ્યારે ભગવાન ધનવંતરી એ પ્રકટ થયા માટે તો તમારે તેઓ એ એક પાત્રમા અમૃત લઈને તામારી ઘરે આવ્યા આ કારણે આપણે આ દિવસે વાસણની ખરીદી કરવી એ શુભ ગણાય છે.

ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણું બધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારિક રીતે દૂર થાય છે. કાળી હળદરના સાત થી નવ ગાંઠિયા બનાવો. આ ગાંઠિયાને સાફ દોરામાં પરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો.

જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણાં ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નીકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.

મંત્ર- ઐં હ્રીં શ્રીં ક્લીં,જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો ૧૧ લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે. લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો.મંત્ર- ૐ લક્ષ્મી સહોદરાય નમઃઆ મંત્રની ઓછામાં ઓછા પાંચ માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *