Breaking News

ધનતેરસનાં દિવસે આ ચાર વસ્તુ ખરીદવાથી 100%થાય છે ધનલાભ, જાણીલો આ વસ્તુ વિશે.

આપણે ત્યાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવાની પ્રણાલિકા છે. અને એમાં પણ ધનતેરસ વિશેષ મહત્વ ધરાવે છે.ધનની પ્રાપ્તિ માટે ધનતેરસની પૂજા નું ખાસ મહત્વ છે.આ દિવસે ખરીદી કરવાનું મહત્વ પણ એટલું જ છે. ધનતેરસના દિવસે નાણાકીય હિસાબોની યાદી માટે રાખવામાં આવતા ચોપડાની ખરીદી ઉપરાંત સોના-ચાંદીની ખરીદી કરવા માટે પણ લોકો સારા મુહૂર્તમાં ઉમટી પડે છે.ધન તેરસથી પાંચ દિવસના દીપોત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરી, કુબેર, યમ, લક્ષ્મી, વામન, ગણેશજી અને પાલતુ પશુઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે તો ચાલો જાણીએ કે આ દિવસે કઇ વસ્તુઓ ખરીદવાથી ધનલાભ થશે.

વાસણ.ધન તેરસ પર સૌપ્રથમ વાસણ ખરીદવા જોઇએ. વાસણમાં સૌથી પહેલા પીત્તળના વાસણ જરૂર ખરીદો. કહેવામાં આવે છે કે ધન્વંતરિ દેવ આ દિવસે અમૃતનો કળશ લઇને સમુદ્રમાંથી બહાર આવ્યા હતાં.પિત્તળના વાસણો.ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ની ખરીદીની સાથે-સાથે પિત્તળના વાસણો ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે સાગર મંથન સમયે હાથમાં પિત્તળના કળશ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. ધનતેરસના દિવસે ધન્વંતરિ ભગવાન ની પૂજા નું પણ એટલું જ મહત્વ છે.સારા આરોગ્યની પ્રાપ્તિ માટે પણ ધન્વંતરિને પૂજવામાં આવે છે .અને ભગવાન ધન્વંતરિને પિત્તળ પસંદ હોવાથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી દ્વારા ધન્વંતરિની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.સોનુ.સોનુ પણ પીળુ હોય છે. તમારુ બજેટ હોય તે પ્રમાણે તમે સોનુ ખરીદી શકો છો. આ દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે.

કોડી.પહેલાના સમયમાં કોડી જ સિક્કા રૂપે પ્રચલિત હતી. કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા હતા ત્યારે તેમની સાથે કોડીયો પણ હતી. ધનતેરસના દિવસે તમે કોડી ખરીદો અને જો તે પીળી ન હોય તો તેને હળદરના પાણીમાં નાંખી દો. ત્યારબાદ તેની પૂજા કરીને તિજોરીમાં મુકી દો.ધાણા.ધનતેરસના દિવસે ખેડૂતો ધાણાના બીજ ખરીદે છે અને સામાન્ય લોકો પૂજા માટે ધાણા ખરીદે છે. ધાણા ખરીદવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આમકરવાથી પણ ધનનુ નુકસાન નથી થતું.

શંખ.ધનતેરસના દિવસે ઘરમાં દક્ષિણા વર્તી શંખ લાવવું શુભ ગણાઈ છે. કહેવામાં આવે છે કે આ શંખથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. રૂદ્રાક્ષની માળા ખરીદવી શુભ માનવામાં આવે છે.ચાંદીના વાસણો.નવા વાસણો ખરીદવું એ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના વાસણો ખરીદવાની રીત પણ છે. લોકો માને છે કે ચાંદી ચંદ્રનું પ્રતિક છે, જે ઠંડક આપે છે. સોના અને ચાંદીના વાસણો અને સિક્કા પણ ખરીદે છે. ઘણા લોકો પણ આ દિવસે ગણેશ લક્ષ્મીજીની મૂર્તિઓ ખરીદે છે, જેમની દિવાળી દિવસે પૂજા થાય છે.

વાહન ખરીદવું.હાલમાં ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ મનાઈ છે. પરંતુ માન્યતા અનુસાર, અગર તમને ધનતેરસના દિવસે કાર લાવવી છે તો એની ચૂકવણી એક દિવસ પહેલા જ કરી લેવી, ધનતેરસના દિવસે નહીં. આ સિવાય, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ સાધનોને ધનતેરસ પર ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

સ્ફટિક શ્રી યંત્ર.સ્ફટિકનો શ્રીયંત્ર ઘરે લાવવાથી લક્ષ્મી ઘર તરફ આકર્ષિત થાય છે. એટલે ઘનતેરસના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને દિવાળીની સાંજે એને લક્ષ્મી પૂજન સ્થળ પર રાખી એની પૂજા કરો. પૂજા બાદ આ શ્રીયંત્રને કેસર રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા ધન સ્થાન પર રાખી દો, આવું કરવાથી હંમેશા બરકત બની રહેશે.ઝાડુઝાડુને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દીપાવલીના પ્રસંગે નવું ઝાડ ઘર લાવો. એનાથી ઘરની નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે.

દિવાળીના પર્વની ખરીદી પણ સામાન્ય રીતે ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવે છે .જેમાં લક્ષ્મીમાં તથા ગણેશની મૂર્તિ તેમજ માટીના દિવડા પણ ધનતેરસને દિવસે ખરીદવા જોઈએ.ઘણા વેપારીઓ ધનતેરસનાં દિવસ પહેલા પુરા વર્ષના નાણાકીય હિસાબોની લેવડદેવડ બતાવે છે.ઘણા ઘરોમાં પણ ધનતેરસ પહેલા બધા હિસાબોની પતાવટ કરવાનો રિવાજ હોય છે અને ધનતેરસના દિવસથી જ્યાં સુધી નવા નાણાકીય હિસાબો નો પ્રારંભ ના કરે ત્યાં સુધી નાણાંની ચુકવણી કરવામાં આવતી નથી.જોકે હવે ના જમાનામાં પહેલાંના આ રિવાજો સાચવવા શક્ય નથી પરંતુ શુકન રૂપે પણ તેની પ્રથા અનુસરવામાં આવે છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *