ધોધમાર વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાવાની પૂરી શક્યતા, જો ડેમ ફૂલ થયો તો થશે એવું કે..જાણો સરદાર સરોવર ડેમ ની હાલ ની સ્થિતિ

0
137

નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે અને હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 137.74 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે આ વર્ષે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી શક્યતા છે અને ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 5.94 મીટર છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે

જેથી બારડોલીના હરીપુરા નો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્કવિહોણા બન્યા છે.મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ 396.04 ખૂટે પહોંચ્યું છે અને ખાનપુર તાલુકાના ભાદર ડેમની સપાટી 119.90 મીટર પર પહોંચી છે અને ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતા ધરોઈ ડેમની સપાટી 605.90 ફૂટ પર પહોંચી છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા અને ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે કચ્છના માંડીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે

અને આ સાથે પોરબંદરમાં 2.5 ઇંચ જ્યારે સુત્રાપાડામાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.સુરતના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ઘણા દિવસોથી ઓવરફલો થઈ ગયો છે.તેમજ 15 મી ઓગષ્ટ નિમિત્તે ડેમને ત્રણ રંગોની લાઈટોથી શણગારવામાં આવ્યો છે. તેમાં રાત્રીનો નજારો ખૂબ જ અદભુત લાગી રહ્યો છે તથા નર્મદા નદીમાં

ઉપરવાસમાં વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ ડેમમાંથી નદીમાં વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે તથા નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેથી શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે તથા સરદાર સરોવર ડેમની સપાટી 133.51 મીટરે પહોંચી ગઈ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.