શું વાવાઝોડું આવવાનું છે? ધોધમાર વરસાદની આગાહીના પગલે દરિયો બન્યો ગાંડોતૂર, 15 15 ફૂટ સુધીના ઊંચામોજા ઉછળ્યા, મોટા તોફાનના એંધાણ..!

0
1426

ગુજરાત રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો હવે ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયામાં ભારે કરણના કારણે 15-15 ફૂટ સુધીના ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બનતા માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. વલસાડના દરિયા કિનારે તોફાની માહોલ છે અને દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે.

તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાના કેટલાક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે ને ગામની શેરીઓ અને લોકોના ઘરમાં પણ દરિયાના પાણી ઘુસ્યા છે. દાંતી ગામમાં વરસાદ કે નદી નહીં પરંતુ દરિયાના પાણીના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ નો દરિયો પણ ગાંડોતૂર બનતા ભારે પવન ફુંકાવાની સાથે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

દરિયામાં ઉછળતા મોજાઓની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાય રહ્યો છે જેને લઈને માછીમારોના જીવ પણ ટાળવે ચોટયા છે જ્યારે અનેક જગ્યાઓ વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને અરબી સમુદ્રમાં ભારે કરંટ થી અનેક બોટોને નુકસાન પહોંચ્યું છે.નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે

હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 137.74 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે આ વર્ષે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી શક્યતા છે અને ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 5.94 મીટર છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે

જેથી બારડોલીના હરીપુરા નો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્કવિહોણા બન્યા છે.મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ 396.04 ખૂટે પહોંચ્યું છે અને ખાનપુર તાલુકાના ભાદર ડેમની સપાટી 119.90 મીટર પર પહોંચી છે અને ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતા ધરોઈ ડેમની સપાટી 605.90 ફૂટ પર પહોંચી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.