2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ,150 થી વધુ આગેવાનો જોડાશે આ પાર્ટીમાં

0
32

ચૂંટણી સમયે પક્ષ પલટા થવું તે તો સામાન્ય બની ગયું છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષ પલટો ખૂબ જ વધારે પડતો કરવામાં આવતો હોય છે. આ વખતે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તે સમયે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

જેને લઇને કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટર પર ફરી સૂચક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.આપને જણાવી દઇએ કે મહેસાણામાં 150 કરતાં પણ વધારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવાના છે.

જેમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર પણ ભાજપમાં જોડાવાના છે. તેમજ બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા પણ ભાજપમાં જોડાશે. બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા પણ ભાજપમાં જોડાવાના છે.

બધા જ નેતાઓની પક્ષમાં અવગણના થતી હોવાનું સામે આવ્યું છે જેથી ભાજપમાં જોડાવાના છે. જોકે આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા જ ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું છે કે શરૂઆત બહુચરાજીથી.આ ટ્વીટ બાદ તેઓ પણ ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો તેજ બની છે.

બીજી તરફ હોદ્દેદારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની અવગણના થાય છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરાજસિંહ નું ટ્વીટ મોવડી મંડળની નિષ્ક્રિયતા તરફ આડકતરો ઇશારો કરી રહી છે. સાથે જ તેમના ટ્વીટ થી એવો મતલબ પણ નીકળી રહ્યો છે કે કોંગ્રેસના સંગઠનની કોઈને પડી નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.