Breaking News

દિવાળી પેહલાં સતત બે દિવસ ગાય માતાને, ખવડાવો આટલી વસ્તુ થઈ જશો માલામાલ……

મિત્રો આપણા હિંદુ ધર્મમાં બધા જ જીવને સહિષ્ણુતા આપવામાં આવે છે. કેમ કે આપણો હિંદુ ધર્મ દરેક જીવને ખુબ જ મહત્વ આપે છે.પરંતુ હિંદુ ધર્મમાં ગાયને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કેમ કે સનાતન ધર્મ અનુસાર ગાયને માતાનો દરરજો આપવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગાયની સેવા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથે ખુદ કરતા હતા. ઘણી વાર સાંભળવામાં પણ આવ્યું હોય છે કે ગોલોક. તો મિત્રો ગોલોક એ ગાયોનું નિવાસ સ્થાન છે. આમ જોઈએ ગાય ખુબ જ પૂજનીય છે. તેની દરેક વસ્તુને પવિત્ર માનવામાં આવે છે. ગાયનું છાણ, ગૌમૂત્ર, દૂધ વગેરે વસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.એવામાં દિવાળીએ ગાયને આ વસ્તુ ખવડાવાથી ફાયદા થશે.

તેમાં કોઈ શંકા નથી કે દિવાળીનો તહેવાર હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આમ પણ દિવાળીનો તહેવાર હિદુઓ માટે ઘણું મહત્વ ધરાવે છે. એટલા માટે કેમ કે દિવાળીનો તહેવાર આવતા પહેલા જ લોકો તેના આગમનની તૈયારીઓ કરવાનું શરુ કરી દે છે.આ વખતે દિવાળીનો તહેવાર ૭ નવેમ્બરના રોજ મનાવવામાં આવશે.

તે પહેલા ધનતેરસનો તહેવાર પણ મનાવવામાં આવશે. દિવાળીનો તહેવાર આવતા પહેલા જ લોકોના મનમાં આનંદ છવાઈ જાય છે.હિંદુ ધર્મ મુજબ દિવાળી ઉપર તહેવારોની શ્રુંખલા હોય છે. જેમ કે પહેલા દિવસે ધનતેરસ, તો બીજા દિવસે નર્ક ચતુર્દશી અને ત્રીજા દિવસે દિવાળી મનાવવામાં આવે છે.

દિવાળીનો તહેવાર આવતા પહેલા જ લોકોમાં લક્ષ્મીજીને ખુશ કરવામાં લાગી જાય છે. માં લક્ષ્મીને ખુશ કરવા માટે આપણે ઘરની સફાઈ કરીએ છીએ અને ચારે તરફ દીવડા પ્રગટાવીએ છીએ. ત્યાં સુધી કે ઘરના મંદિરને પણ શણગારીએ છીએ. જેથી માં લક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થઇ શકે અને પોતાની કૃપા આપણી ઉપર વરસાવી શકે.

લક્ષ્મી પૂજાથી પહેલા જ માં લક્ષ્મીનું ધ્યાન કરવું પડે છે. હકીકતમાં માં લક્ષ્મીની પૂજા વગર કોઈ વિધિ વિધાન કરવામાં આવે તો લક્ષ્મીજી તે પૂજાનો સ્વીકાર નથી કરતા. ત્યાં સુધી કે એવી પૂજાનું કોઈ ફળ પણ પણ નથી મળતું. એટલા માટે એ જરૂરી છે કે માં લક્ષ્મીજીની પૂજા પુરા વિધિ વિધાન સાથે કરવામાં આવે.

આજે અમે તમને માં લક્ષ્મીને ખુશ કરવાના એવા ઉપાય જણાવવાના છીએ, જેના વિષે જાણીને તમે પણ દંગ રહી જશો. આ ઉપાય જેટલા સરળ છે, એટલા જ ફાયદાકારક પણ છે. જો તમે આ ઉપાય સાચા મનથી કરશો, તો તમને આ ઉપાયના ફળ મળી શકશે. તો આવો તમને આ ઉપાય વિષે જણાવીએ. આપણા શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવે છે. પુરાણોમાં પણ આ સિદ્ધ થઇ ચુક્યું છે કે ગાયમાં તમામ દેવતાઓનો વાસ હોય છે.

ત્યાં સુધી કે ઘણા લોકો તો પોતાની બીમારીઓ ઠીક કરવા માટે ગૌમૂત્રનું સેવન કરે છે. માત્ર એટલું જ નહિ તે ઉપરાંત ગાયનું છાણ પણ ઘણા પ્રકારની ઔષધિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલા માટે આજે જે ઉપાય અમે તમને જણાવવાના છીએ, તે પણ ગાય માતા સાથે જ સંબંધિત છે. આ ઉપાય મુજબ દિવાળીના બે દિવસ પહેલા એટલે ધનતેરસના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી લો.ત્યાર પછી એક વાટકીમાં શેકેલા ચણા અને ગોળ લઇ લી. તમારે આ બન્ને વસ્તુ એક વાટકીમાં નાખીને ગાયને ખવરાવવાની છે.ગાયને આ બન્ને વસ્તુ ખવરાવ્યા પછી તેની ઉપર હાથ ફેરવો અને મનમાંને મનમાં માં લક્ષ્મીને આવાહન કરો.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળી ગાયના ગૌમૂત્રને તમે સ્નાન કરવાના જળમાં નાખવામાં આવે અને ત્યાર બાદ સ્નાન કરો તો તમારા વર્ષોના પાપોનો અંત આવી જાય છે. પરંતુ જો કાળી ગાયને ઘરે રાખવામાં આવે તો હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે છે. પરંતુ આજના સમયમાં બધા લોકો પાસે એટલી સુવિધા નથી હોતી. જેના કારણે તે ગાયને સાચવી શકતા નથી. પરંતુ રોજ કાળી ગાયના દર્શન પણ શુભ માનવામાં આવે છે.તેથી દિવાળીમાં ગાયના દર્શન કરો.

જો કાળી ગાયને તમે ઘાસ ખવડાવો માત્ર 30 દિવસમાં જ માણસના બધા પાપો નાશ પામે છે. જેવી રીતે મનુષ્ય તીર્થ સ્નાન કરીને દાન અને પુણ્યનું કામ કરે છે તેમ કાળી ગાયને જો ઘાસ ખવડાવવામાં આવે તો તેનું પણ સારું ફળ મળે છે. તો મિત્રો કાળી ગાયને ઘાસ ખવડાવીને પણ તમે પુણ્ય મળે છે.દેવતાઓનો આશીર્વાદ પણ મળે છે સવારે વહેલા ઉઠીને કાળી ગાયની શ્રદ્ધા પૂર્વક પરિક્રમા કરવી જોઈએ. તેવું કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે 33 કોટી દેવી દેવતા ગાયના શરીરમાં વાસ કરે છે. એટલા માટે બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ ગાયની પૂજા કરવાથી મળે છે.

પંચગવ્યથી જો તમે સ્નાન કરતા હોવ તો તેનું ફળ બધા જ તીર્થો સમાન મળે છે. પંચગવ્યમાં ગાયનું છાણ, દહીં, ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગૌમૂત્રનો સમાવેશ થાય છે. જેને પંચ્ગચ્ય કહેવામાં આવે છે. ન્હાવાના પાણીમાં જો પંચગવ્ય નાખવામાં આવે તો આપણને બધા પુણ્ય તીર્થમાં સ્નાન કર્યું હોય એટલું ફળ મળે છે.આ ઉપાયથી તમારા મનની તમામ ઇચ્છાઓ પૂરી થઇ જશે, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તમારે આ ઉપાય દિવાળીના બે દિવસ પહેલા જ કરવાનો છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *