Breaking News

દિવાળી પર જેઠાલાલે ખરીદી નવી લક્ઝરી કાર,કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

લાંબા સમયથી ચાલતી અને લોકોના દિલો પર રાજ કરતી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના મુખ્ય પાત્ર જેઠાલાલ રિયલ લાઈફમાં એક નવી કારના માલિક બન્યા છે. દિલીપ જોશીએ દિવાળીના શુભ અવસર પર એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે. દિલીપ જોશી અને તેમના પરિવારનો કાર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો દિલીપ જોશીને કાર માટે શુભકામના પાઠવી રહ્યા છે.

પોપ્યુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનારા જાણીતા અભિનેતા દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહી છે. દિવાળીના શુભ પર્વ પર દિલીપ જોશીએ એક લક્ઝરી કાર ખરીદી છે. ઘરમાં નવી કારનું સ્વાગત કરીને દિલીપ જોશી અને તેનો પરિવાર અત્યંત ખુશ છે.

દિલીપ જોશીએ એક એસયુવી કાર ખરીદી છે, જેની કિંમત 12 લાખથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેઠાલાલે દિવાળીના શુભ દિવસે આ કારની ડિલિવરી મેળવી હતી. દિવાળીના દિવસે કાર મળી હોવાને કારણે પરિવારની ખુશી બમણી થઈ ગઈ હતી. પરિવારે દિવાળીના પર્વની સાથે સાથે નવી કારની પણ ઉજવણી કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરુ થઈ ત્યારથી દિલીપ જોશી તેમાં જેઠાલાલનુ પાત્ર ભજવે છે. આજે તેમને લોકો જેઠાલાલ તરીકે જ ઓળખે છે. જેઠાલાલ તરીકે લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે અને મોટી સંખ્યામાં તેમના ફેન્સ પણ છે. આટલી લોકપ્રિયતા હોવા છતાં દિલીપ જોશી વધારે લાઈમલાઈટમાં આવવાનું પસંદ નથી કરતા. તે પોતાના અંગત અને વ્યવસાયિક જીવનને અલગ રાખવાનું પસંદ કરે છે.

દિલીપ જોશીએ બ્લેક કલરની Kia Sonet subcompact SUV કાર ખરીદી છે આ કારની કિંમત આશરે 12.29 લાખ રૂપિયા છે. અભિનેતાએ દિવાળીના સ્પેશિયલ પ્રસંગે નવી ચમકતી કારને પોતાના ઉત્સાહનો ભાગ બનાવ્યો છે. Kia સોનેટ કારની વાત કરીએ તો આ કાર પોતાના સેગમેન્ટની સૌથી વધુ પસંદ થનારી કારમાંથી એક છે. આ કારનું મૉડલ પોતાની સ્પોર્ટી ડિઝાઈન સહિત ઘણાં શાનદાર ફીચર્સ માટે પણ ઓળખાય છે.

મિત્રો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છે ટીવીનો સૌથી હિટ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દિલીપ જોશી જેઠાલાલના પાત્રને સારી રીતે નિભાવી રહ્યાં છે. દર્શકો તેમના કેરેક્ટરને શોમાં ખૂબ પસંદ કરી રહ્યાં છે. શોમાં મુનમુન દત્તાને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. સ્ટારકાસ્ટ સિવાય શોની સિમ્પલ સ્ટોરીલાઈને પણ ચાહકોનું દિલ જીતી લીધુ છે.

આ શો ટીવીનો સુપરહિટ શો.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. ટીઆરપીની યાદીમાં આ શો બધા શોને ટક્કર આપે છે. આ શોને દર્શકોનો અભૂતપૂર્વ પ્રેમ મળી રહ્યો છે. આ શોનો ટીવીના સૌથી સુપરહિટ અને ફેવરીટ શોમાં સમાવેશ થાય છે. જેને ધર્મેશ મહેતા, ધીરજ પલશેતકર અને માલવ રાજદાએ ડાયરેક્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એવી અટકળો સામે આવી હતી કે દિલીપ જોશી અને તેમના કો-એક્ટર્સ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. તારક મહેતાનો રોલ કરતા શૈલેષ લોઢા અને ટપુનો રોલ કરતા રાજ અનડકત સાથે તેમને કોઈ મનભેદ ચાલી રહ્યા છે. પરંતુ દિલીપ જોશીએ આ અટકળોને ફગાવી હતી. તેમણે કહ્યુ હતું કે, અમે 13 વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે. લોકો જ્યારે આ પ્રકારની વાતો કરે છે મને હસવું આવે છે. સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવા માટે આ પ્રકારની વાતો ઘડવામાં આવે છે. હવે મને આ પ્રકારની બાબતો પર સ્પષ્ટતા આપવાનું પણ મન નથી થતું. અમારી ટીમ ઘણી સારી છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *