Breaking News

દિવાળી પર રંગોળી બનાવો પછી કરીલો આ નાનકડું કામ હમેંશા ઘરમાં રહશે માં લક્ષ્મીનો વાસ……..

દિવાળી નો તહેવાર સુખ-સમૃદ્ધિ, ધન-સંપદા પ્રાપ્તિ નું પર્વ માનવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજી ની વિશેષ રૂપ થી પૂજા કરવામાં આવે છે, કાર્તિક મહિના માં ધનતેરસ ના પછી અમાસ તિથી એ દિવાળી નું પર્વ દેશભર માં બહુ જ ધૂમધામ ની સાથે લોકો મનાવે છે.

હિંદુઓના સૌથી મુખ્ય તહેવાર દિવાળી, આ વર્ષે 17 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. દિવાળી આવતા જ લોકો પોતાના ઘરને શણગારવામાં લાગી જાય છે. સાફ સફાઈ, રંગ બેરંગી સીરીઝ અને રાત્રે દીવા પ્રગટાવીને ઘરોને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, આ બાબતમાં દરેક ઘરમાં મુખ્ય દ્વાર ઉપર રંગોળી પણ બનાવવામાં આવે છે.

દરેક પોતાના હિસાબે જુદા જુદા પ્રકારની રંગ બેરંગી રંગોળી બનાવે છે. પરંતુ તમે જાણો છો, આ રંગોળી છેવટે કેમ બનાવવામાં આવે છે? તેનું શું મહત્વ છે? અને તમે રંગોળી બનાવ્યા પછી, એક નાનો એવો ઉપાય કરો છો, તો તમારાથી લક્ષ્મીજી ઘણા પ્રસન્ન થઇ શકે છે. આવો આ બધી વાતોને વિસ્તારથી જાણીએ.

રંગોળી શબ્દ રંગથી બન્યો છે કે જેનો મતલબ છે આવલી કે જે એક રેખા અને પૅટર્ન હોય છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઘરને શણગારવા અને ઉત્સવ મનાવવા માટે રંગોળી બનાવવામાં આવતી હતી. તે સમયે લોકો પોતાનાં ઘરોનાં દરવાજા પર દરરોજ ચોખાનાં લોટથી રંગોળી બનાવતા હતાં.સમયની સાથે આ પ્રથા ધુંધળી થઈ ગઈ અને હવે દેશનાં કેટલાક જ ભાગોમાં આવી રંગોળી બનાવવામાં આવે છે, પરંતુ આજે પણ તહેવારો અને ખાસ પ્રસંગોએ રંગોળી બનાવવાની પ્રથા છે.

રંગોળીને બહુ શુભ ગણવામાં આવે છે અને કહે છે કે રંગોળી બનાવવી દેવી મહાલક્ષ્મીને પોતાનાં ઘરમાં આમંત્રિત કરવું છે. રંગોળીમાં પ્રયોગ થતું પાવડર ચોખાનાં આટા, ચૉક પાવડર અને પ્રાકૃતિક રંગોથી બને છે.આમ તો રંગોળી આંગળીઓથી દોરવામાં આવે છે, પરંતુ હવે તેને બનાવવા માટે સ્ટેંસિલ અને બીજી અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે

આ કારણે જ દિવાળી ઉપર બને છે રંગોળી, ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે રાવણનો વધ કર્યા પછી જયારે શ્રી રામ સીતા માતા સાથે ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યા આવ્યા હતા. તો ત્યાં લોકો એ તેમના સ્વાગત ખુબ વિશેષ પ્રકારથી કર્યું. શ્રી રામના સ્વાગત માટે અયોધ્યાવાસીઓએ ઘરોની સાફ સફાઈ કરી, આખા અયોધ્યાને શણગાર્યું અને પોતાના ઘરની સામે ફૂલ અને રંગોથી સુંદર રંગોળીઓ પણ બનાવી. બસ ત્યારથી દિવાળી ઉપર રંગોળી બનાવવાનો રીવાજ શરુ થયો જો કે આજ સુધી જળવાયેલો છે.

દિવાળી ઉપર રંગોળી બનાવ્યા પછી જરૂર કરો આ કામ, હવે તમે એ તો જાણી ચુક્યા છો કે દિવાળી ઉપર રંગોળી કેમ બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો? કે આ રંગોળી બનાવ્યા પછી જો તમે થોડા નાના એવા કામ કરી દો છો, તો તમને તેનાથી ઘણા બધા લાભ મળી શકે છે. તો આવો જાણીએ છીએ કે ક્યા છે તે કામ..

રંગોળી બનાવ્યા પછી તમે સાથે લક્ષ્મીજીના પગ જરૂર બનાવો. એમ કરવાથી તમે લક્ષ્મીજીને તમારા ઘરમાં આવવાનું આમંત્રણ આપો છો. લક્ષ્મીજી પણ તમારી સુંદર રંગોળી સાથે જયારે તેમના પગના નિશાન તમારા ઘર સામે જુવે છે તો પ્રસન્ન થાય છે અને ત્યાં જરૂર પધારે છે. આવી રીતે દિવાળીના દિવસે તમારા ઘરે લક્ષ્મીજીનું આગમન થાય છે. જે તમારે ત્યાં ઢગલાબંધ ખુશીઓ અને ધન લાભ લઈને આવે છે. એટલા માટે તમે જયારે પણ રંગોળી બનાવો તો અંતમાં લક્ષ્મીજીના પગ બનાવવાનું ન ભૂલશો.

રાત્રે અંધારુ થઇ જવાને કારણે રંગોળીની સુંદરતા વધુ ઉભરીને સામે નથી આવતી. તેવામાં તમારે તે રંગોળીની ઉપર અને આજુબાજુ દીવડા પ્રગટાવવા જોઈએ. તેનાથી ન માત્ર રંગોળીની સુંદરતા વધશે, પરંતુ તમારી રંગોળી વધુ સ્પષ્ટ રીતે રાત્રે દેખાઈ પણ દેશે. તે ઉપરાંત રંગોળી ઉપર દીવડો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. એમ કરવાથી ઘરમાં કોઈપણ ખરાબ કે નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી. સાથે જ તે તમને ખરાબ દ્રષ્ટિથી પણ બચાવે છે.

જો તમે દરેક વખતની ફૂલોની કે રંગોની રંગોળીથી થાકી ગયા છો તો આ વખતે ક્રિસ્ટલ અને બીડ્સ ની રંગોળી બનાવી જુઓ, તે એકદમ અલગ દેખાશે. માર્કેટમાં રેડીમેડ રંગોળીઓ પણ મળે છે, કે પછી તમે ઈચ્છો તો તેને ઘરે જાતે જ બનાવી શકો છો. તેમાં દીવડાઓ અને ગણેશજીની મૂર્તિ પણ શણગારી શકો છો.ભારતની અંદર વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભાષામાં રંગોળીને જુદા જુદા નામથી ઓળખાય છે જેમ કે ગુજરાતની અંદર સતિયા, રાજસ્થાનમાં માંડને, મહારાષ્ટ્રમાં રંગોળી, ઉત્તર પ્રદેશમાં ચોક, મધ્ય પ્રદેશમાં સાંઝી, બંગાળમાં અલ્પના, બિહારમાં અરિચન, આંધ્ર પ્રદેશમાં ભુગ્ગલ અને કેરાળાની અંદર કોમળ.

મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આને દિવાળીના ટાણે જ લગાવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં રોજ દરેકના ઘર આંગણે સવારે સવારે પહેલાં ઘરની સ્ત્રીઓ નાહી ધોઈને રંગોળી પુરે છે અને પછી જ ઘરનું કામ કરે છે. તેઓનું માનવું છે કે આ ચિત્ર ઘરની અંદરના ધન-ધાન્યને પરિપુર્ણ રાખવામાં જાદુ જેવો પ્રભાવ કરે છે.અમ તો રંગોળીને મોટે ભાગે સ્ત્રીઓ પોતાને હાથ વડે જ બનાવે છે પરંતુ જેને બરાબર ન આવડતી હોય તેઓ આજલાક બજારથી રંગોલીની ડિઝાઈન માટે તૈયાર નમુના લઈ આવે છે. જેને જમીન પર મુકીને તેની ઉપર રંગોળીના કલર ભભરાવી દેવાથી સુંદર ડિઝાઈન તૈયાર થઈ જાય છે. પરંતુ હાથથી બનાવેલી રંગોળીની મજા જ કંઈ અલગ હોય છે.

રંગોળીની અંદર ગોળ, ચોરસ અને ષટકોણ આકારમાં સુંદર ડિઝાઈન બનાવીને તેને તૈયાર કરાય છે. આ ડિઝાઈનમાં ફ્રીહેંડ, પશુ-પક્ષીઓના સુંદર ચિત્રો વગેરેના સુંદર નમુના જોવા મળે છે. આ સિવાય ઘણાં લોકો અવનવી ડિઝાઈન દ્વારા પોતાને ગમતી રંગોળી તૈયાર કરે છે અને તેને ટ્રેડિશનલ લુક આપે છે.રંગોળી પુરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તમારે જે ડિઝાઈન બનાવવાની હોય તેને પહેલાંથી જ મનમાં તૈયાર કરી લો ત્યાર બાદ રંગોળીના રંગો અન્ય સામગ્રીને તમારી બાજુમાં જ રાખો જેથી કરીને વારંવાર તમારે તેને લેવા માટે વચ્ચે ઉઠવું ન પડે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *