Breaking News

દિવાળી પર શા માટે થાય છે માં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા, જાણો તેની પાછળની પૌરાણિક કહાની…….

હિંદુ ધર્મમાં ઉજવાતા તહેવારોમાં સૌથી મોટો તહેવાર એ દિવાળી છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળી કુલ 5 દિવસો સુધી ઉજવવામાં આવતો તહેવાર છે. જેમાં ધનતરેસ, કાળી ચૌદશ ત્યારબાદ દિવાળી અને પછી બેસતુ વર્ષ અને ભાઈ-બીજ ઉજવાય છે. દિવાળીના દિવસે લોકો પૂજા કર્યા બાદ આતશબાજી કરે છે. દીવા પ્રગટાવે છે અને મિઠાઈઓનું સેવન કરે છે, મિત્રોને ભેંટ આપે છે, તેમના ઘરે જાય છે. આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબરે આવી રહી છે. દિવાળીના દિવસે સામાન્ય દિવસોની જેમ પૂજા થતી નથી. આ દિવસે પૂજા કરવાની એક ખાસ વિધિ હોય છે અને કેટલીક ખાસ સામગ્રીઓની તેમાં જરૂર પડે છે.

દિવાળી નો તહેવાર સુખ-સમૃદ્ધિ, ધન-સંપદા પ્રાપ્તિ નું પર્વ માનવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજી ની વિશેષ રૂપ થી પૂજા કરવામાં આવે છે, કાર્તિક મહિના માં ધનતેરસ ના પછી અમાસ તિથી એ દિવાળી નું પર્વ દેશભર માં બહુ જ ધૂમધામ ની સાથે લોકો મનાવે છે, આ વર્ષ દિવાળી નો તહેવાર 14 નવેમ્બર એ મનાવવા વાળો છે. આ દિવસે બધા લોકો વિધિ વિધાન પૂર્વક ગણેશ અને માતા લક્ષ્મીજી ની પૂજા અર્ચના કરે છે.દિવાળીના તહેવાર પર લક્ષ્મી પૂજા અને ગણેશજીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા વિના આ તહેવાર અધુરો છે. તો જાણો દિવાળીના તહેવાર પર લક્ષ્મી અને ગણેશ પૂજાનું મહત્વ

લક્ષ્મી પૂજાનું મહત્વ, માં લક્ષ્મી ધનની દેવી છે. માં લક્ષ્મીની કૃપાથી ધન અને ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. કારતક મહિનાની અમાસના દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરી સમૃધ્ધિના આશીર્વાદ લેવામાં આવે છે. દિવાળીના તહેવાર પહેલા આવનારી શરદપૂર્ણિમાના તહેવારને મા લક્ષ્મીના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ દિવાળી પર પૂજા કરીને ધન-ધાન્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

લક્ષ્મીપૂજામાં આવી રીતે કરો તૈયારી, લક્ષ્મીપૂજનની થાળી તૈયાર કરવા માટે પૂજાનો આ સામાન ખૂબજ સામાન્ય છે. જે મોટેભાગે દરેક ઘરમાં તમને મળી રહેશે. દિપક, એક ઘંટડી, અગરબત્તી, ચંદનની લાકડી અથવા પેસ્ટ. હવે જાણો પૂજાની થાળી કેવી રીતે સજાવશો? તમે ઈચ્છો તો એક થાળીમાં આ તમામ સામગ્રીને ભેગી કરી શકો છો. આ દિવસે બજારમાં પૂજા માટે સુંદર-સુંદર થાળીઓ હોય છે. તેમાંથી એક ગોળ થાળીને પસંદ કરો. આ થાળીમાં એક સ્વસ્તિક બનાવો અને તેને બનાવવા માટે તમે ચંદનની પેસ્ટનો ઉપયોગ કરો. થાળીની વચ્ચે એક દિવો મુકો. હવે તેમાં અગરબત્તી અને ઘંટડી સાઇડમાં મુકો. થાળીમાં શંખ મુકો. થાળીના બાકીના ભાગમાં ફૂલો મુકો. તેનાથી થાળી સુંદર દેખાશે.

ઓમ લખેલો ચાંદીનો સિક્કો અથવા તમે સોનાનો સિક્કો પણ લઈ શકો છો. માટીનો દીવો, ધૂપદાની, દીપક માટીનો બનેલો, માચીસ, પૂજા થાળી, દૂઘ, ચોખા, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ, સિલ્કનું વસ્ત્ર, મિઠાઈઓ, અગરબત્તી, ફૂલ, કમળનું ફૂલ, પાણીની સાથે કળશ, આરતી માટે થાળી.ગણેશ પૂજાનું મહત્વ.

પૂજાસ્થાન પર અન્ય દેવતાઓ શ્રી ગણપતિની અનુમતિ વિના કોઈપણ દિશામાંથી આવી શકતા નથી; તેથી કોઈપણ મંગળકાર્ય અથવા અન્ય કોઈપણ દેવતાની પૂજા કરતી વેળાએ પ્રથમ શ્રી ગણપતિપૂજન કરે છે. શ્રી ગણપતિ એકવાર દિશાઓ ખુલ્લી કરી આપે પછી જે દેવતાની આપણે પૂજા કરીએ છીએ તે ત્યાં આવી શકે છે. એને જ ‘મહાદ્વારપૂજન’ અથવા  ‘મહાગણપતિપૂજન’ એવું કહેવાય છે.ગણપતિજીને બુધ્ધિના દેવતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા અને કર્મકાંડ ગણેશજીની પૂજા વિના શરું નથી થતું.દિવાળી પર ગણપતિ પૂજાનું પણ આ જ એક મહત્વ રહેલું છે.ધનનો ઉપયોગ યોગ્ય કામ માટે કરો.એ જ પ્રાર્થના સાથે દિવાળી પર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે, તેવી જ રીતે કેટલીક આકૃતિ-રચનાઓને કારણે પણ ગણેશતત્વ આકર્ષિત થવામાં સહાયતા થાય છે. ગણેશતત્વ ને આકર્ષિત કરનારી એક આકૃતિ એટલે રંગોળી. રંગોળી, ગણપતિનું સુશોભન, તોરણ ઇત્યાદિમાં ઉપયોગમાં લેવાથી ગણેશતત્વ નો વધારેમાં વધારે લાભ થાય છે.

શ્રીગણેશની પૂજા, સંકષ્ટ ચોથ, ગણેશોત્સવ એવા પ્રસંગો દરમિયાન ઘેર અથવા દેવાલયમાં શ્રી ગણેશનુંતત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી સાત્વિક રંગોળીઓ પૂરવી. તેને કારણે ત્યાંનું વાતાવરણ ગણેશતત્વ થી ભારિત થઈને તેનો બધાને લાભ થાય છે.શું છે ધાર્મિક માન્યતા દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પહેલા કારતક મહિનાની પૂનમ પર લક્ષ્મીનો જન્મોત્સવ એટલે કે શરદોત્સવ મનાવવામાં આવે છે. જેને શરદપૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. ધાર્મિક રીત મુજબ માં લક્ષ્મીની પૂજાનો મુખ્ય દિવસ શરદપૂર્ણિમા છે જ્યારે દિવાળીની રાત્રે મુખ્ય રુપે માં કાલીની પૂજા થવી જોઇએ તેનું કારણ છે અમાસની રાતને કાલરાત્રિ કહેવામાં આવે છે.

જ્યારે શરદપૂર્ણિમાની રાત્રે ધવલ રાત્રિ હોય છે. આ જ દિવસે લક્ષ્મીજી પ્રગટ થયા હતા. શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી ઉત્પન્ન થયા હતા.અમાસનો દિવસ માં દુર્ગાના કાલરાત્રિના સ્વરુપ સાથે સંબધિત છે જ્યારે શરદપૂર્ણિમાનો દિવસ માં લક્ષ્મીનુ ધવલ સ્વરુપ છે. એટલે શરદપૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીની અને દિવાળીના દિવસે કાલરાત્રિની પૂજા થવી જોઇએ. બદલાતા સમય સાથે બજારવાદના કારણે માં લક્ષ્મીની પૂજાને પ્રાથમિકતા આપવામાં આવે છે. દિવાળીના દિવસે બ્રમ્હા, વિષ્ણું, મહેશ,કાલરાત્રિ અને માં લક્ષ્મીની પૂજા થવી જોઇએ.

About bhai bhai

Check Also

જો તમે આ હનુમાનજીના ચમત્કારિક ટોટકા અપનાવશો, તો તમે ખરાબ સમયને ટાળવામાં મદદરૂપ થશે.

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *