Breaking News

દિવાળી પર સ્ટાફને ગિફ્ટમાં કાર આપનાર સવજીભાઇ ધોળકિયાના દિકરો જીવે છે આવું જીવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવાળી આવે એટલે નોકરી કરતા લોકો બોનસની રાહ જોતા હોય છે. જો કે દરેક કંપનીમાં સરખુ બોનસ નથી મળતુ. પરંતુ દિવાળી આવે એટલે આપણા ગુજરતનાં સમાચારોમાં સુરતના ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયા ખુબ જ ચર્ચાઓમાં રહે છે. તે દર વર્ષે તેના કર્મચારીઓને દિવાળીના બોનસ રુપે ફ્લેટ, કાર અથવા મોટી રકમ આપતા હોય છે અને તે ખુબ જ ચર્ચાઓમાં રહે છે.

વર્ષે કરોડો અબજોનું ટર્ન ઓવર કરતી સવજીભાઇની કંપનીના કર્મચારીઓને સવજીભાઇ દરવર્ષે મોંઘામાં મોંઘુ બોનસ આપવાનો પ્રયાસ કરે છે. જેની કંપનીના કર્મચારીઓની લાઇફ આવી હોય તો જરાક વિચારો તેના પરીવારના સભ્યોની લાઇફ કેવી હસે. તો ચાલો આજે આપણે જાણીએ સવજીભાઇના દિકરાની લાઇફસ્ટાઇલ વિશે.

માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાંં સુરતના હરેકૃષ્ણ એક્સ્પ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક સવજીભાઇ ધોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે બધા જાણો જ છો કે દરવર્ષે સવજીભાઇ પોતાની કંપનીના કર્મચારીઓને કેટલી મોટી રકમ અથવા કટલુ મોટુ બોનસ આપે છે. તેમજ વર્ષે લાખો કરોડોનું દાન પણ કરે છે. લોકો તેને દાનેશ્વર પણ કહે છે.

મિત્રો આજે આપણે વાત કરવાના છિએ સવજીભાઇ ધોલકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયા વિશે. દ્રવ્ય ધોળકિયાએ એમ.બી,એ નો અભ્યાસ ન્યુયોર્કની પેસ યુનિવર્સિટીમાં કર્યો છે. અમિર લોકોના શોખ વિશે તો તમે બધા જાણો જ છો. તેને ખાવા પિવાનો અને મોંઘા મોંઘા કપડાઓ પહેરવાનો શોખ હતો. જો કે આવા શોખ અમિર લોકોમા સામાન્ય છે.

તે જ્યારે ન્યુયોર્કથી ભણતર પુરુ કરીને સુરત આવ્યો ત્યારે સવજીભાઇએ તેના બિજનેશમાં સામેલ ન કર્યો અને એક ફ્રેશર તરીકે નોકરી કરવા માટે કહ્યુ. તેની પહેલી નોકરીમાં તેનુંં કામ સોલાર વેચવાનું હતુ. પરંતુ અમિરના દિકરા આવુ કામ થોડુ કરવાના? તેને પગાર લીધા વગર જ અઠવાડિયામાં કામ મુકી દિધુ. જો કે તેના પપ્પાના કહેવાથી તેને નોકરી કરી હતી.

એકવખત જ્યારે સવજીભાઇ તેના કામ માટે જ્યારે ન્યુયોર્ક ગયા તો તેના દિકરાને પણ સાથે લઇ ગયા અને તે બન્ને બાપ-દિકરો એક હોટલમાં જમવા ગયા. સવજીભાઇએ દિકરાને ઓર્ડર આપવાનુંં કહ્યુ અને તેને જરુરત કરતા કંંઇક વધારે જ ઓર્ડર કર્યુ અને તેના કારણે બિલ પણ વધારે આવ્યુ. જો કે આ સમયે સવજીભાઇએ કસુ કહ્યુ નહી પરંતુ તેને મનમાં નક્કે કરી લિધુ કે હવે તેના દિકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે.

સવજીભાઇના દિકરાએ હોટલમાં કર્યુ હતુંં કામ. સવજીભાઇએ તેના દિકરાને કહ્યુ કે આપણી કંપની સંભાળવા કાબીલ બનવા માટે તારે તારી ઓળખાણ છુપાવીને ક્યાંક નોકરી કરવી પડશે. જો કે તેના દિકરાને જીવનનું સમજાવવા સવજીભાઇ એ આવુ કરેલુ. મિત્રો તમને જાણાવી દઇએ કે દ્રવ્યએ થોડી ઘણી રોકડ રકમ અને ત્રણ ચાર જોડી કપડા લઇને એક મહીનાનો સમય કોચિનમાંં પસાર કર્યો હતો.

પોતાના દિકરાને પૈસાની કિંમત સમજાવાવા સવજીભાઇએ લીધેલ આ નિર્ણય સફળ ગયો અને એ દિવસ આવી ગયો કે તેનો દિકરો પૈસાની અને જીંદગીની કિંમત સમજવા લાગ્યો. આ નિર્ણય પછી સવજીભાઇનો દિકરો સામાન્ય એટલે કે જરુરીયાત પુરતી જ જીંદગી જીવે છે. જો કે તેના મોંઘા મોંઘા શોખ હવે જીવનમાં મહત્વના રહ્યા નથી. અને હવે તે કરોડપતી હોવા છતા એક સામાન્ય જીંદગી જીવી રહ્યો છે.

MBA કર્યા પછી દ્રવ્ય જયારે ન્યૂયોર્કથી સુરત પરત ફર્યા હતા, ત્યારે તેમના પિતાએ તેમને ફેમિલી બિઝનેસમાં સામેલ કરવાને બદલે એક ફ્રેશર તરીકે નોકરી કરવા કહ્યું હતું. દ્રવ્યને પહેલી નોકરી એક બીપીઓમાં મળી હતી, જેનું કામ અમેરિકાની કંપનીની સોલાર પેનલ વેચવાનું હતું. પરંતુ એક અઠવાડિયાં બાદ પગાર લીધા વિના જ તેમને આ નોકરી છોડી દીધી હતી. આવું તેઓએ પિતાની શરતના આધાર પર કર્યું હતું.

એક વાર સવજીભાઈને ન્યૂયોર્કમાં એક બિઝનેસ ડિલ માટે જવાનું થયું. અને એ મિટિંગમાં સવજીભાઇ તેમના દીકરા દ્રવ્યને પણ સાથે લઈ ગયા હતા. ત્યારે ન્યૂયોર્કની એક હોટેલમાં જમવા જવાનું થયું. સવજીભાઈએ પોતાના દીકરાને ઓર્ડર કરવા કહ્યું. ત્યારે દ્રવ્યએ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઓર્ડર કર્યો ને બિલ ખૂબ વધારે આવ્યું. ત્યારે જ સવજીભાઇ સમજી ગયા કે તેમના દીકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે. ત્યારે તો તેઓ કશું ન બોલ્યા. પરંતુ જ્યારે દ્રવ્ય ભારત પાછો ફર્યો પોતાનો અભ્યાસ પૂરો કરીને ત્યારે તેને સાચી દુનિયાદારી સમજવામાં આવી.

દ્રવ્ય ધોળકિયાએ હોટેલમાં કરી હતી નોકરી.એ સમયે સવજીભાઈએ તેમના દીકરાને કહયું કે તારે તારી ઓળખ છૂપાવી નોકરી ગોતવી પડશે. એ અનુભવ પછી જ તું આપણી કંપની સંભાળી શકીશ. પોતાના દીકરાને જીવનનું સત્ય સમજાવવા માટે સવજીભાઇને કડક થવું પડ્યું હતું.દ્રવ્યએ 3 જોડી કપડાં અને કુલ 7000 રૂપિયાની રકમ સાથે કોચીનમાં એક મહિનો વિતાવ્યો હતો. આ દરમ્યાન તેમના પિતાએ તેમને દરેક અઠવાડિયે નવી નોકરી કરવાનું કહ્યું હતું અને ઘરે પાછા ફરે ત્યારે તેની પાસે 7000 રૂપિયાની રકમ તો હોવી જ જોઈએ એવી શરત પણ મૂકી હતી.

એ સમય પછી દ્રવ્ય ધોળકિયાને સાચી જિંદગીનો ખ્યાલ આવી ગયો અને પૈસાની કિંમત સમજાઈ. ત્યારબાદ તેની લાઇફસ્ટાઇલ જરૂર પૂરતી જ સીમિત રહી, એ સમય પછી એના જીવનમાં કોઈ જ શોખ મહત્વના નથી. પોતે એક અમીર બાપનો દીકરો હોવા છતાં તે જમીન પર રહીને એને ગમતું જીવન જીવી રહ્યો છે. જિંદગીના પાઠ વ્યક્તિને અનુભવ પરથી જ શીખવા મળે છે. એ વાત અહીં સવજીભાઈએ સાબિત કરી દીધી.

આજે સવજીભાઈ ધોળકિયાની કંપની ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની નિકાસનો વાર્ષિક આંક 6000 કરોડનો છે! આ અધધ કહી શકાય એ હદનો વેપાર કરનાર સવજીભાઈ ધોળકિયા વિશેનું થોડું ‘ફ્લેશબેક’ જોવું છે? કઈ રીતના એક દારૂણ ગરીબીમાં જીવતો કાઠિયાવાડનો છોકરો સુરત આવીને લોઢાના ચણા ચાવીને આટલો પથારો ફેલાવે છે એ જાણવું છે? ઘરની એક સાંધો ને તેર તૂટે જેવી સ્થિતી ના જોવાઈ.અમરેલી જીલ્લાના લાઠી પાસે આવેલાં દૂધાળા નામક ગામમાં સવજીભાઈનો જન્મ થયેલો. ઘરની સ્થિતી એકદમ ખરાબ હતી. ખેતી પર નભતો પરિવાર ને વરસાદ પર નભતી ખેતી. પણ વરસાદની અછત! થાય તો થાય શું?

સાત ચોપડી ભણીને સવજીભાઈએ નક્કી કરી લીધું કે હવે બહુ થયું, નથી ભણવું આગળ! પિતાને નિર્ણય સંભળાવ્યો તો પહેલા તો પિતાજી બહુ ગુસ્સે થયા.“ભણવું નથી? તો ઢેફાં ભાંગવા છે?” “ના, સુરતમાં હિરા ઘસવા છે!” સને 1978માં સવજીભાઈ સાડા બાર રૂપિયા ખર્ચીને સુરત આવ્યા. આજની આપણી પેઢીને મામૂલી લાગતી આ રકમ એ વખતે લોહીનું પાણી કરીને સવજીભાઈના મા-બાપે મેળવી હતી. હિરાના ધંધા માટે તો સુરત પ્રખ્યાત છે અને હતું. સવજીભાઈ એક કંપનીમાં હિરા ઘસવાનું કામ કરવા લાગ્યા. એકસોને ઓગણસીત્તેર રૂપિયા પગાર મળતો.

માથે દેવું કરીને પણ હિરા દળવાની ઘંટીઓ લીધી .1980માં પોતાના બે ભાઈઓ સાથે મળીને પોતાનું કારખાનું ખોલવાનો વિચાર કર્યો. ઘરેથી 3900 રૂપિયા મંગાવ્યા અને હિરા દળવાની બે ઘંટીઓ લીધી. 25 હજાર જેટલી કમાણી થઈ એટલે લાગ્યું કે સાહસ ફળશે. કારખાનું મોટું કરવાની હામ ભીડી અને રૂપિયા 1 લાખ વ્યાજે લઈને વધારે ઘંટીઓ લીધી. એક લાખ એટલે ચાર દાયકાની પહેલાની બહુ મોટી રકમ. હવે આદરી જ દીધું છે તો ઢીલ શા માટે મૂકવી?

એક દાયકો ‘લિટરલી’ લોઢાના ચણા ચાવ્યા.પછી સૂવાનું ઓછું ને જાગવાનું વધુ થયું. સવજીભાઈ કહે છે, કે મેં પૂરાં દસ વર્ષ રોજના અઢાર કલાક કામ કર્યું! ઘંટીઓ વધારવા માંડી, વધારવા માંડી… હવે ધંધો જામતો હતો. ડાયમંડ પોલિશિંગ માટે ઓર્ડરો પણ મળતા હતા. પછી તો એટલી ત્રેવડ પણ આવી ગઈ કે ડાયમંડ માટેનો કાચો માલ બેલ્જિયમ જેવા દેશોમાં જઈને જાતે ખરીદી લઈને સુરતમાં લાવી, એના પર કામ કરીને તૈયાર હિરા પણ વેંચવા માંડ્યા. અને આ રીતે થઈ ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની સ્થાપના!

આજે સવજીભાઈની આ કંપની વિશ્વના તમામ મોટા દેશોમાં પોતાના ડાયમંડની અને જ્વેલરીની નિકાસ કરે છે. વાર્ષિક 6 હજાર કરોડની નેટવર્થ ધરાવે છે. કંપનીમાં કામ કરતા સાડા છ હજાર લોકોને એની આવડતના બદલમાં જે પગાર અને સુવિધા મળે છે એ લાજવાબ છે. સુરતમાં હિરા ઘસતા કારીગરને સૌરાષ્ટ્રમાં જે નજરેથી જોવાતો એ નજર હવે બદલી ગઈ છે. એમાં ‘હરેકૃષ્ણા ડાયમંડ’નો ઉમદા ફાળો છે.

કર્મચારીઓને આપે છે અદ્ભુત સવલતો.સવજીભાઈએ 2014માં કંપનીના 1200 કર્મચારીઓને ફ્લેટ, કાર અને જવેરાત સહિતન કુલ 50 કરોડનું દિવાળી બોનસ આપીને દાખલો બેસાડી દીધો હતો. હરેક દિવાળી એમના કર્મચારીઓ માટે તો નવી ખુશી જ લઈને આવે છે. 2018માં પણ બોનસ વિતરણ યોજાયું ત્યારે 600 કાર આપવામાં આવેલી. ખુદ વડાપ્રધાને વીડિઓ કોન્ફરન્સ વડે સવજીભાઈને અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

માત્ર કર્મચારીઓ પ્રત્યે જ નહી, આપણા સમાજ પ્રત્યે અને માનવધર્મ માટે પણ સવજીભાઈની ઉદાર સખાવતોએ ભરપૂર પ્રશંસા મેળવી છે. ઉલ્લેખનીય છે, કે ‘હરેકૃષ્ણા ડાયમંડ’ના દરેક કર્મચારીઓ માટે બપોરનું કંપનીમાં જ આયોજીત કરવામાં આવે છે, જેનો ખર્ચ કંપની ઉપાડે છે! કોઈ પણ કર્મચારીને ફરિયાદ હોય તો એમનું સૂચન ડાયરેક્ટ સવજીભાઈ સુધી પહોંચે તે માટે ‘સૂચન બોક્સ’ની સુવિધાઓ છે, જેમાં આવતી ચીઠ્ઠીઓ સવજીભાઈની નજરે પણ કાયમ આવે છે.

પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતારીને સિક્કો પાડી દીધો હતો!.એક સમય એવો હતો જ્યારે સવજીભાઈ પાસે થિયેટરમાં નાટક જોવાના પૈસા નહોતા. એ દિવસ તેઓ ના ભૂલ્યા. એ પછી પ્રગતિ કરીને પૈસો અને પ્રતિષ્ઠા બંને મેળવ્યા અને પછી એક દિવસ પોતાનું પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતાર્યું! અમરેલીમાં એરપોર્ટ ના હોય પણ સવજીભાઈનાં દૂધાળામાં હવાઇજહાજ ઉતરે એ ગામવાસીઓ માટે જેવી તેવી વાત કહેવાય!

પોતાના ગામનું નામ રોશન કરનાર સવજીભાઈના માનમાં આ દિવસે તો ગામમાં ઉત્સવ થઈ રહ્યો. પછી સવજીભાઈએ મોટા થિયેટરમાં આખા ગામને મફતમાં ‘રાજા ભરથરી’ નાટક બતાવ્યું! દુનિયાના અનેક દેશોની હજારો દુકાનોમાં જેની ઘરેણાંઓ વેંચાતા હોય, અનેક દેશોમાં જેના ડાયમંડની નિકાસ થતી હોય એ માણસના વતનપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમનું આ ઉદાહરણ બેજોડ ના કહેવાય? આજના ઘણા ખરા યુવાનો શહેરમાં જેવી તેવી નોકરી મળી જાય એ પછી ગામમાં આવવાથી જ ભોંઠપ ને નાનપ અનુભવતા હોય છે!

ઈશ્વરના નામના 11 લાખ જાપ કર્યા!.સવજીભાઈએ વધારે પ્રગતિ કરવા માટે અને કમાયેલું ધન કઈ રીતે સાચવી શકાય એ માટે પોતાના એક વડીલની સલાહ લીધેલી ત્યારે એમણે ભગવાનના નામના 11 લાખ જાપ કરવાનું કહેલું. સવજીભાઈએ કટકે-કટકે કરીને ત્રણ વર્ષે જાપ પૂરા કર્યા! તેઓ કહે છે, કે લોકો આ જોઈને હસતા પણ મેં જ્યારે જાપ પૂરા કર્યા ત્યારે અદ્ભુત વિશ્વાસ આવી ગયેલો અને લાગેલું કે હવે હું ગમેતેવા સાહસમાં ઝંપલાવવાને તૈયાર છું.

‘સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ – એ ઉક્તિ સવજીભાઈના કિસ્સામાં યથાર્થ ઠરે છે. આજે વિશ્વભરમાં પોતાની અલાયદી ઓળખ ઊભી કરનાર આ માણસની આટલી ઊંચી સફળતા પાછળ એની અડધી જીંદગીની કાંડાતોડ મહેનત જ ખરી જવાબદાર છે, કે જેને લીધે એક વખતે પાંચ માણસમાં ના પૂછાતો માણસ આજે દુનિયાના અનેક દેશોમાં ધરખમ નામ ધરાવવા લાગ્યો. સવજીભાઈએ પોતાનું, પરિવારનું, ગામનું અને ગુજરાતનું નામ દેશ-દુનિયામાં ખરા અર્થમાં રોશન કર્યું છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો મહિલાઓમાં કઈ જગ્યાએ હોય છે જી-સ્પોટ જાણો શું છે જી સ્પોટ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જાતીય આનંદ માટે વિવિધ મુદ્રાઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *