Breaking News

દૂધમાં આ એક વસ્તુ ઉમેરીને કરો દૂધ નું સેવન,જે ફાયદા થશે એ જાણીને ચોકી જશો,જાણી લો ફટાફટ….

ભારતીય રસોઇમાં ઉપયોગ થનારા મસાલા ન માત્ર ભોજનના સ્વાદને વધારે છે પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક લાભ પહોંચાડે છે. તજ પણ આ મસાલામાંથી એક છે. એક તરફ તજ ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. તો સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે. ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર તજ સ્વાસ્થ્ય સાથે-સાથે સુંદરતા વધારવા માટે ફાયદાકારક હોય છે. તજને તમે દૂધની સાથે મિક્સ કરીને પીવું વધારે ફાયદાકારક હોય છે. તજ વાળા દૂધથી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ તેનાથી થનારા ફાયદા અંગે…

તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકારના દોષને દુર કરે છે. તે પેશાબ અને ભેજ એટલે કે માસિક ધર્મ ચાલુ કરે છે. ધાતુની પુષ્ટી કરે છે. માનસિક ઉન્માદ એટલે ગાંડપણ દુર કરે છે. તેનું તેલ શરદીની બીમારીઓ અને સોજા અને દુ:ખાવાને શાંત કરે છે. માથાના દુ:ખાવા માટે તે ઘણી જ ગુણકારી ઔષધી હોય છે.તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે.

તજ ગરમ હોય છે. એટલે તેને થોડા પ્રમાણમાં લઈને ધીમે ધીમે વધારવું જોઈએ. પણ જો કોઈ પ્રકારની આડ અસર કે નુકશાન થાય તો સેવન થોડા દિવસમાં જ બંધ કરી દો છો, અને ફરી થોડા પ્રમાણમાં લેવાનું શરુ કરો.તજ પાવડરના ઉપયોગનું પ્રમાણ ૧ થી ૫ ગ્રામ હોય છે. પાવડર ચમચીની કિનારીથી નીચે સુધી જ ભરવી જોઈએ. બાળકોને પણ આવી રીતે ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તજનું તેલ ૧ થી ૪ ટીપા સુધી કામમાં લઇ શકાય છે. તજનું તેલ તીક્ષ્ણ અને તેજ હોય છે. તેથી તેને આંખોની પાસે ન લગાવો.તે શ્વેત રક્તકણોની વૃદ્ધી કરીને રોગ પ્રતિકારક શકરી વધારે છે. હરસ, કૃમિ, ખંજવાળ, રાજ્યલક્ષમા (ટી.બિ.), ઇન્ફલુંએંજા (એક પ્રકારનો ઠંડો ચેપી જ્વર), મૂત્રાશયના રોગ, ટાઈફોઈડ, હ્રદય રોગ, કેન્સર, પેટના રોગ વગેરેમાં તે લાભદાયક છે. ચેપી બીમારીઓની આ ખાસ ઔષધી છે.

પૂરતી ઉંઘ,ઘણા લોકોને રાતે સારી ઉંઘ આવતી નથી. જો આવે છે પણ વારંવાર આંખ ખુલી જાય છે તો આવા લોકોએ તજ વાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારક હોય છે. તજમાં રહેલા એમીનો એસિડ મગજને શાંત કરવાનું કામ કરે છે. જેનાથી સારી ઉંઘ આવે છે. જ્યારે ગરમ દૂધના સેવનથી શરીરનો થાક અને તણાવ દૂર થાય છે.ડાયાબિટીસ,મેઇંસુલિનને વધારવા માટે તજ બેસ્ટ છે. જે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસની સમસ્યાથી પીડિત લોકોને તજ વાળા દૂધનું સેવન કરવું જોઇએ ઘણા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે તજ ઔષધીય ગુણ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

મજબૂત હાડકા

તજમાં રહેલા કેલ્શ્યિમ, ફાઇબર અને મેગ્નીજ હાડકાઓને મજબૂતી આપવાનું કામ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો પહેલાથી જ લોકો હાડકાને મજબૂત કરવા માટે તજના દૂધનું ઉપયોગ કરતા આવ્યા છે. એટલું જ નહીં તજ વાળા દૂધનું નિયમિત સેવનથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.ત્વચા અને વાળ,દૂધ પીવાથી ત્વચાથી સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે. તેમા રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાના સમસ્યા અને ઇન્ફેક્શનથી બિલકુલ સુરક્ષિત રાખે છે. જ્યારે વાળની સમસ્યાને દૂર કરવા માટે પણ તજ અને મધનું મિશ્રણ ખૂબ અસરકારક છે.હડબડાવું તોતડાવું : તજને રોજ સવાર સાંજ ચાવવાથી હડબડાવું અને તોતડા પણું દુર થઇ જાય છે.

વીર્યવર્ધક : તજને ઘણું ઝીણું વાટી લેવાય છે. તેને ૪-૪ ગ્રામ સવાર અને સાંજ સુતા સમયે દૂધ સાથે ફાંકો. તેનાથી દૂધ પચી જાય છે અને વીર્યની વૃદ્ધી થાય છે.પેટમાં ગેસ : તજ પેટના ગેસને દુર કરે છે અને પાચનશક્તિ (ભોજન પચાવવાની ક્રિયા) ને વધારે છે.બે ચપટી તજને વાટીને ઝીણું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી પેટની ગેસ દુર થઇ જાય છે.તજના તેલમાં ૧ ચમચી ખાંડ નાખીને પીવાથી પેટના ગેસમાં લાભ થાય છે. ધ્યાન રાખશો કે વધુ પ્રમાણમાં લેવાથી નુકશાન થાય છે.

પિત્ત અને ઉલટી : તજને વાટીને મધમાં ભેળવીને રોગીને પીવરાવવાથી પિત્ત કે ઉલટી બંધ થઇ જાય છે.કબજીયાત : તજ, સુંઠ, જીરું અને ઈલાયચી થોડા પ્રમાણમાં ભેળવીને ખાતા રહેવાથી કબજીયાત અને અજીર્ણ (ભૂખ ન લાગવી) માં લાભ થાય છે.ઇન્ફલુંએન્જા : ૫ ગ્રામ તજ, બે લવિંગ અને પા ચમચી સુંઠ લઈને વાટીને ૧ લીટર પાણીમાં ઉકાળો. ચોથા ભાગનું પાણી વધે એટલે ગાળીને પાણીને ૩ ભાગ કરીને દિવસમાં ૩ વખત રોગીને પીવરાવવાથી ઇન્ફલુએન્જામાં લાભ મળે છે.

ગળાના કાકડામાં વધારો થવો : તજને ઝીણા વાટીને અંગુઠાથી સવારના સમયે કાકડા ઉપર લગાવો અને રોગીને લાળ ટપકાવવાનું કહો. આ પ્રયોગથી ગળાના કાકડા વધવાનું દુર થઇ જાય છે.અપચો : તજની બે ગ્રામ છાલનું ચૂર્ણને દિવસમાં બે વખત પાણી સાથે લેવાથી અપચો (ભોજન નું ન પચવું) નો રોગ દુર થઇ જાય છે.ભૂખ ન લાગવી : બે ચમચી તજ અને અજમો સરખા પ્રમાણમાં લઈને ૩ ભાગ કરીને ભોજન પહેલા ચાવવાથી ભૂખ લાગવા લાગે છે.ખાંસી તજને ચાવવાથી સુકી ખાંસીમાં આરામ મળે છે અને જો ગળું બેસી ગયું હોય તો અવાજ ચોખ્ખો થઇ જાય છે.પા ચમચી તજના પાવડરને ૧ કપ પાણીમાં ઉકાળીને ૩ વખત પિતા રહેવાથી ખાંસી ઠીક થઇ જાય છે અને કફ બનવાનો બંધ થઇ જાય છે.

Doctor checking blood sugar level with glucometer. Treatment of diabetes concept.

૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ નાની ઈલાયચી, ૧૬૦ ગ્રામ વંશલોચન ને ઝીણું વાટીને ભેળવીને ચારણીથી ચાળી લેવાય છે. ત્યાર પછી એક ચમચી મધને અડધી ચમચી મિશ્રણમાં ભેળવીને સવાર સાંજ ચાટો જે લોકો મધ નથી લેતા તે ગરમ પાણીથી ફાંકી લો. આ મિશ્રણ ઘરમાં રાખવામાં આવે છે. જયારે પણ કોઈને ખાંસી હોય તે આપવાથી લાભ થાય છે.૫૦ ગ્રામ તજ પાવડર, ૨૫ ગ્રામ વાટેલ જેઠીમધ, ૫૦ ગ્રામ મુનક્કા, ૧૫ ગ્રામ બદામ ની ગીરી, ૫૦ ગ્રામ ખાંડ લઈને ઝીણી વાટીને પાણી ભેળવીને વટાણાના દાણા આકારની ગોળીઓ બનાવી લેવામાં આવે છે. જ્યારે ખાંસી થાય ૧ ગોળી ચૂસો અથવા દર ૩ કલાક પછી એક ગોળી ચૂસો. તેનાથી ખાંસી નહી આવે અને મોઢાનો સ્વાદ હળવો થશે.જાયફળનું ચૂર્ણ તજ સાથે ખાવાથી જૂની ખાંસી અને બાળકોની કાળી ખાંસી દુર થઇ જાય છે.

દમ : તજનો નાનો એવો ટુકડો, ચોથા ભાગનું અંજીર કે તુલસીના પાંદડા, નોસાદર (ખાવાના) જવારના દાણા જેટલું, ૧ મોટી ઈલાયચી, કાળી દ્રાક્ષ ૪ (કાળી દ્રાક્ષ) થોડી સાકર ભેળવીને ઝીણું વાટીને સેવન કરવાથી દમના રોગમાં લાભ થાય છે.રીત : એક કપ પાણીમાં બધી વસ્તુ લઈને ઉકાળવામાં આવે છે. જ્યારે અડધું પાણી વધે તો ગાળીને રોજ સવાર સાંજ પીવું જોઈએ. પીવાના અડધો કલાક પછી સુધી કાંઈ ન ખાવું, પાણી પણ ન પીવું. તેના સેવન કરવાથી દમનો હુમલો દુર થઇ જાય છે.

ગઠીયા (સાંધાનો દુખાવો/સોજો) :

૧ ભાગ મધ, બે ભાગ હળવું ગરમ પાણી અને ૧ નાની ચમચી તજ પાવડરને ભેળવી લે છે. જે સાંધામાં દુ:ખાવો રહેતો હોય, તેની ઉપર ધીમે ધીમે માલીશ કરો. દુખાવો થોડી જ મીનીટોમાં મટી જશે.૧ ગ્લાસ દુધમાં ૧ ગ્લાસ પાણી ભેળવીને તેમાં ૧ ચમચી વાટેલા તજ, ૪ નાની ઈલાયચી, ૧-૧ ચમચી સુંઠ અને હરડે અને લસણની કળીના નાના નાના ટુકડા નાખીને ઉકાળો જ્યારે અડધું વધે ત્યારે ગરમ જ પીવું જોઈએ. લસણને પણ દૂધ સાથે ગળી જવું જોઈએ. તેનાથી આમવાત અને ગઠીયામાં લાભ થાય છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *