ઉનાળાની ગરમીના કારણે લીંબુના ભાવ માં થયો ચાર ગણો વધારો,જાણી લો 1 કિલો લીંબુ ની કિંમત

0
518

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં ગરમીના માહોલ જોવા મળી રહ્યો છે. તમામ ચીજવસ્તુઓ માં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ લીંબુની તો, ગરમીમાં ઠંડક આપતા આ લીંબુના ભાવ હાલ લોકોને ગરમાવી આવી રહ્યા છે.

ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા સૌ કોઈ લીંબુ શરબત, લીંબુ સોડા કે અન્ય ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલ આ લીંબુના ભાવોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં સારી ગુણવત્તાવાળા લીંબુના ભાવ 200 થી લઈને 240 સુધી નોંધાયા છે. જી હા, એક કિલોના ભાવ 200 થી 240 રૂપિયા નોંધાઈ રહ્યા છે જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યા છે.

2021 ની સાલમાં આવેલા આકસ્મિક વાવાઝોડાના કારણે લીંબુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તે સમયે ઘણા પ્રમાણમાં લીંબુનો પાક ખરી ગયો હતો. હાલ જેમ જેમ લીંબુની માંગમાં વધારો થઇ રહ્યો છે તેમ તેમ લીંબુ ની અછત જોવા મળી રહી છે, જેથી લીંબુના ભાવોમાં બમણો વધારો થયો છે.

તમે જાણતા જ હશો કે 15 દિવસ પહેલા લીંબુ 60 થી 70 રૂપિયા કિલો વેચાતા હતા, પરંતુ હાલ લીંબુના ભાવ 200 થી 240 રૂપિયા બોલાઈ રહ્યા છે. લીંબુ એ દરેક વાનગીમાં સમાવેશ પરંતુ એક સામાન્ય ફળ છે. તે સ્વાદમાં ખાટું હોવાથી દરેક વાનગીઓમાં ખટાશ પૂરી પાડે છે. આ ઉપરાંત મોટાભાગની વાનગીઓ લીંબુ વગર અધુરી હોય છે. ત્યારે લીંબુના ભાવમાં થઇ રહેલા આ ધરખમ વધારાને કારણે મધ્યમ વર્ગીય પરિવારની ચિંતામાં વધારો થયો છે.

લીંબુના એક વેપારી જીતુભાઈ જાડેજાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૧ માં આવેલા તાઉતે વાવાઝોડાના કારણે લીંબુના પાકને બહોળા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરંતુ હાલ ગરમીની શરૂઆત થતાં જ લીંબુની માંગમાં વધારો થયો છે. જેથી બજારમાં ગમે તેટલો લીંબુનો જથ્થો આવે તે વધતો જ નથી. અને તેનું એકમાત્ર કારણ આ જ છે કે હાલ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.