આ ઘટનાના કારણે હનુમાનજી શરીર પર સિંદુર ચોપડી રામ દરબારમાં પહોંચ્યા હતા,જાણો

0
115

આજે સમગ્ર દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો જોરજોરથી હનુમાન દાદા નો જય જયકાર કરી રહ્યા છે. હનુમાન જયંતિ નિમિત્તે બધા જ હનુમાન મંદિરોમાં દાદાના દર્શન માટે ખૂબ જ ભીડ ઉમટી પડી છે ત્યારે હનુમાનદાદાની એક કથા વિશે વાત કરીએ…

તમે જાણતા જ હશો કે, હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. તમે પણ હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવતા જ હશો. પરંતુ શું તમે આમ કરવા પાછળનું કારણ જાણો છો…? જો નહીં, તો આવો વાત કરીએ તેમની પાછળ સંકળાયેલી આ કથા વિશે…

હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત અને ઉપાસક હતા. તેઓ ભગવાન શ્રી રામને ખૂબ જ પ્રેમ અને આદર આપતા હતા. આ ઉપરાંત લંકા વિજય દરમ્યાન પણ હનુમાનજી નો મોટો સહકાર રહ્યો હતો. શ્રી રામ અને રાવણ ના યુદ્ધ બાદ, શ્રી રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે હનુમાનજી પણ તેમની સાથે અયોધ્યા આવ્યા હતા.

એકવાર હનુમાનજી એ માતા સીતાને પ્રશ્ન કર્યો કે, તમે શા માટે માથા પર સિંદૂર લગાવો છો…? ત્યારે માતા સીતાએ હળવા સ્મિત સાથે કહ્યું કે, માથા પર સિંદૂર લગાવો એ એક સુહાગની નિશાની છે અને માથા પર સિંદૂર લગાવવાથી શ્રીરામ ખૂબ જ ખુશ થાય છે. મારા માથા પર સિંદૂર લગાવવું એ તેમને ખૂબ જ પ્રસન્ન કરે છે…

આ સાંભળીને હનુમાનજી પણ પોતાના આખા શરીર પર સિંદુર લગાવી દે છે અને કહે છે માત્ર માથા પર સિંદુર લગાવવાથી જો શ્રીરામ આટલા ખુશ થતા હોય તો મારા આખા શરીર પર સિંદુર લગાવવાથી તેઓ ખુબ જ ખુશ થશે… બસ! ત્યારથી જ હનુમાનજીના શરીર પર સિંદુર લગાવવાની આ પ્રથા ચાલી આવી છે.

આજે હનુમાન જયંતિ નિમિત્તે સૌ કોઈ હનુમાન મંદિરમાં જઈને હનુમાન દાદાને સિંદૂર અને તેલ લગાવતા હશે. પરંતુ તેની પાછળનું સંપૂર્ણ કારણ જાણતા નહીં હોય… ત્યારે આજે અમે તમને આ લેખમાં તેમના શરીર પર સિંદુર લગાવવા પાછળનું સંપૂર્ણ કારણ જણાવ્યું છે. ત્યારે આજના આ શુભ પ્રસંગે આપ સૌને હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ…!

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.