દુનિયામા આજે પણ આવેલી છે આ અજીબ જેલો જ્યા કેદીઓ રહી શકે છે પુરા પરિવાર સાથે,જાણો શુ છે કારણ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે તમારા માટે લાવ્યા છે કઈ નવું જ જેલ એક એવી જગ્યા છે જ્યાં રહીને ગુન્હેગારોને પોતાના કરતૂત બદલ અફસોસ થાય અને ફરી એવું કૃત્ય ન કરે તેનો સબક પણ મળે. મોટાભાગની જેલોમાં એટલે જ ઘર જેવી સુખ સુવિધા નથી હોતી. પરંતુ દુનિયામાં અમુક જેલો એવી પણ છે જ્યાં કેદ થનારા કેદીઓને ઘર પણ ભુલાઈ જાય તેવો માહોલ અનુભવાય છે. અને અમુક જેલો વળી સાવ નવીન કારણ માટે પ્રસિદ્ધ છે.

તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વની પાંચ અજબ ગજબ જેલો વિષે માહિતી આપવાના છીએ. તો થઇ જાવ તૈયારફિલિપાઇન્સ દેશની સેબુ જેલ એવી છે જાણે કોઈ હોટલમાં ડિસ્કો પાર્ટી ન હોય આ જેલમાં માહોલ જ એવો બનાવવામાં આવ્યો છે કે જેથી કેદીઓને કંટાળો જ નથી આવતો. આ માટે અહીં સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ મનપસંદ સંગીત સાંભળી મનોરંજન કરી શકે.

અહીંના કેદીઓના એક ડાન્સિંગ વીડિયોને અમરિકાના ટાઈમ મેગેઝીને ટોપ વાયરલ વીડિયોના લિસ્ટમાં પાંચમું સ્થાન આપ્યું હતું. અસલમાં ફિલિપાઇન્સ સરકારનું એવું માનવું છે કે સંગીત એક દવા જ છે અને તેના કારણે માણસને પોતાના ખરાબ ભૂતકાળને ભૂલી જીવનની નવી શરૂઆત કરવાની પ્રેરણા મળે છે.

ગ્રીક ફિલોસૉફર ઍરિસ્ટોટલ કહી ગયો છે કે માણસ એ સામાજિક પ્રાણી છે. પરંતુ આ સામાજિક પ્રાણીની અસામાજિક પ્રવૃત્તિઓની સજા આપવા માટે તેને સમાજથી દૂર રાખવો પડે; તો જ તેને સમાજની કદર થાય અને સમાજથી દૂર રાખવા માટે રચાઈ જેલ. કમનસીબે માણસની અસામાજિક પ્રવૃત્તિઓમાં એટલોબધો વધારો થયો છે કે વિશ્વમાં જેલોની સંખ્યા વધતી જ જાય છે પણ જનાબ, અર્થ તરીકે ઓળખાતા આ પ્લૅનેટ પર એવી એવી જેલો આવેલી છે

જેના વિશે જાણીને આપણને પારાવાર આશ્ચર્યથયા વિના રહે નહીં. આવો, આવી જ કેટલીક જેલોની મુલાકાત લઈએ. અલબત્ત, આપણા ઘરે બેઠાં-બેઠાં. એના માટે તમારે કોઈ અસામાજિક કૃત્ય કરીને સલાખોં કે પીછે જવાની જરૂર નથીઑસ્ટ્રિયા દેશના સ્ટિરિયાના લિયોબેનમાં આવેલી જેલ આખી દુનિયામાં બેજોડ છે અને ફાઇવસ્ટાર જેલ તરીકે ઓળખાય છે. ૨૦૦૪માં ખુલ્લી મૂકવામાં આવેલી આ જેલને બાકાયદા પ્રોફેશનલ આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરાવવામાં આવી છે.

અત્યારે ૨૦૫ કેદીઓ ધરાવતી આ જેલ ફુલી બુક્ડ છે! આપણે ત્યાંની જેલનો મુખ્ય દરવાજો તોતિંગ લાકડાં અને લોખંડમાંથી બનાવવામાં આવેલો હોય છે જ્યારે જસ્ટિસ સેન્ટરનો મુખ્ય દરવાજો કાચનો છે અને એ પણ સેન્સરવાળો, જેથી એની નજીક જતાં એ આપોઆપ ખૂલી જાય છે. દરેક કેદીની બૅરેકને બૅરેક કહેવી એ આ રૂમનું અપમાન કહેવાય એવી લક્ઝુરિયસ આ જેલ છે. દરેક રૂમની અંદર એકથી વધુ કબાટ, સૂવા માટે પલંગ, રાઇટિંગ ટેબલ અને અલાયદાં સંડાસ બાથરૂમ અને હા, ટીવી પણ ખરું. એટલું જ નહીં, દરેક રૂમમાં બાલ્કની પણ ખરી જે જેલની આસપાસના અત્યંત સુંદર ગાર્ડનમાં ખૂલે.

આ ઉપરાંત કેદીઓ માટે બાસ્કેટબૉલથી લઈને ટેબલટેનિસ જેવી રમતો રમવાની સુવિધાઓ, આધુનિક જિમ્નેશિયમ, વિઝિટર્સ એરિયા, પ્રાર્થના-રૂમ વગેરે પણ ખરાં. આખી જેલમાં એકદમ ચોખ્ખાઈ અને નીરવ શાંતિ એને કોઈ પણ હોટેલ કરતાં પણ એક ડગલું આગળ મૂકે છે. સ્વાભાવિક છે કે અહીંથી કેદીઓ ભાગવાનો પ્રયાસ નથી કરતા. જેલમાં મારામારીનો પણ એકેય બનાવ હજી સુધી નોંધાયો નથી.

આ જેલની નામના સાંભળીને અમેરિકન અખબાર ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ ના પત્રકારે આ જેલની મુલાકાત પણ લીધી હતી. આ જેલનો વણલખ્યો નિયમ છે મૅક્સિમમ સિક્યૉરિટી આઉટસાઇડ, મૅક્સિમમ ફ્રીડમ ઇનસાઇડ! સૌથી વિરોધાભાસની વાત શું છે ખબર છે? કેદીઓને આટલી સ્વતંત્રતા આપતી આ જેલ હિટલરના જન્મસ્થળ ઑસ્ટ્રિયામાં આવેલી છે. આ જ હિટલરના અતિ ક્રૂર કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં માનવતાનો રોજેરોજ બલિ ચડતો.

એક સવાલ એ થાય કે માતા કે પિતા કે પછી બન્ને કોઈ ગુના સબબ જેલમાં કેદ હોય તો એમાં તેમનાં સંતાનોનો શો વાંક તેમને તો કોઈ વાંક ગુના વિના જ તેમનાં માતા પિતાથી દૂર રહેવાની સજા મળે છેને બાળકો સાથે થતો આ અન્યાય દૂર કરવા માટે સ્પેનના મૅડ્રિડથી ૪૮ કિલોમીટર દૂર આવેલા અરાંઝ શહેરમાં એક ફૅમિલી જેલની વ્યવસ્થા કરવામાં આવી છે. જે કેદી પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હોય તેની બૅરેકની અંદરની દીવાલો પર તમે ડિઝનીનાં કાટૂર્ન્સ લગાવેલાં કે બૅરેકની અંદર ઘોડિયું ઝૂલતું પણ જોઈ શકો. ઈવન સવારે ખભે દફ્તર લટકાવીને સ્કૂલ જતાં ટેણિયાં કે બૅરેકની અંદર બહાર ટ્રાઇસિકલ ચલાવતાં ટાબરિયાં પણ જોવા મળે.

જોકે આ જેલમાં ઘણીબધી બૅરેક્સ રેગ્યુલર જેલો જેવી જ છે, પરંતુ ફૅમિલી સેલની સંખ્યા પણ ખાસ્સી છે. કોઈ ગુનેગાર પોતાના પરિવાર સાથે રહેવા માગ્ાતો હોય તો સૌપ્રથમ તેને બે મહિના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે જેથી તે આ માટે તૈયાર છે કે કેમ એ ચકાસવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. ફાયદો એ કે સંતાનોને માતા-પિતાનો વિરહ સહન ન કરવો પડે અને ગેરફાયદો એ કે સંતાને પણ કોઈ વાંકગુના વગર સલાખોં કે પીછે રહેવું પડે છે.

બીજો ફાયદો એ કે પરિવારની સાથે રહેવાથી ધીમે-ધીમે ગુનેગાર સુધરી શકે છે, પરંતુ બીજો ગેરફાયદો એ છે કે જેણે પરાણે જેલમાં રહેવું પડે છે તે બાળકના મન પર જેલની, જેલના વાતાવરણની નઠારી અસરો થઈ શકે છે જે કાયમી હોય છે.

૨૦૦૭માં વિડિયો શૅરિંગ સાઇટ યુટ્યુબ પર એક વિડિયો કોલાવેરી ડી ગીતની જેમ જબરદસ્ત લોકપ્રિય થયો હતો. આ વિડિયોમાં કેસરી રંગનો યુનિફૉર્મ પહેરેલા એક જેલના પંદરસો જેટલા કેદીઓ માઇકલ જૅક્સનના પ્રખ્યાત ‘થ્રિલર’ આલ્ાબમના ટાઇટલ સૉન્ગ પર ડાન્સ કરી રહ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં આ વિડિયો પાંચ કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ વિડિયો રિલીઝ થયો એ અરસામાં બહુ ઓછા લોકોને જાણકારી હતી કે આ વિડિયો ક્યાંનો છે. દરઅસલ, એ વિડિયો ફિલિપીન્સના સેબુ પ્રાંતમાં આવેલી જેલમાં ફિલ્માવવામાં આવ્યો હતો. આ જેલ વાસ્તવમાં જેલ ઉપરાંત સુધારણા કેન્દ્ર રીહેબિલિટેશન સેન્ટર પણ છે. બન્યું એવું કે બાયરન ગાર્સિયા નામના ભાઈ આ જેલના સિક્યૉરિટી ઍડ્વાઇઝર બન્યા ત્યારે તેમણે કેદીઓના રીહેબિલિટેશન માટે બધાને સામૂહિક રીતે નચાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો. આમાં એક કાંકરે બે પક્ષી મરે એમ હતાં. એક તો કેદીઓને કસરત મળતી હતી અને બીજું, તેમનો સ્ટ્રેસ દૂર થતો હતો.

રોજની એક કલાકની પ્રૅક્ટિસમાં કેદીઓ ડાન્સમાં પાવરધા થયા ત્યારે એક પ્રૅક્ટિસ સેશન વખતે ગાર્સિયાએ ઉપરની બાલ્કનીમાંથી કેદીઓને નાચતા જોયા અને તેમને આ દૃશ્ય ગમી ગયું. બસ, તેમણે પહેલાં કેદીઓ પાસે એક પૉપ્યુલર જૅપનીઝ ડાન્સ કરાવ્યો અને એનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો. એની જોકે બહુ લોકોએ નોંધ ન લીધી, પણ થ્રિલરના ગીત પર બનાવેલો બીજો વિડિયો ઇન્ટરનેટ પર રાતોરાત હિટ થઈ ગયો.

Leave a Comment