દુનિયા ના સૌથી મોંઘા કપડાં પહેરવાની શોખીન છે નીતા અંબાણી,એના ઘર માં છે 9 સૌથી અલગ પ્રકાર ના સૂટ,જોવો તસવીરો….

દુનિયા ના સૌથી મોંઘા કપડાં પહેરવાની શોખીન છે નીતા અંબાણી,એના ઘર માં છે 9 સૌથી અલગ પ્રકાર ના સૂટ,જોવો તસવીરો….

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને વિશ્વના ટોચના 10 ધનિકમાં સ્થાન મેળવનાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેની ગ્લેમરસ અને ફેશનેબલ જીવનશૈલી માટે સતત ચર્ચામાં રહે છે. 56 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર અને ફીટ લાગી રહી છે. બોલિવૂડની મોટી નાયિકાઓ તેમની વૈભવી જીવનશૈલી સાથે મેળ ખાતી નથી. નીતા અંબાણી ફંક્શન્સ અને પાર્ટીમાં જે પણ પહેરે છે તે ફેશન ટ્રેન્ડ બની જાય છે. નીતા અંબાણીને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું પસંદ છે. પુત્રના લગ્નમાં તેણે પહેરેલી સાડીની કિંમત આશરે 50 લાખ રૂપિયા હોવાનું જણાવાયું હતું. નીતા અંબાણીને સલવાર-સૂટ અને લહેંગા પહેરવાનું પસંદ છે. તેના કપડામાં એકથી વધતા કિંમતી સલવાર-સુટ્સનો સંગ્રહ છે. દેશના મોટા ડિઝાઇનરો નીતા અંબાણી માટે કપડાં ડિઝાઇન કરે છે. આજે અમે તમને નીતા અંબાણીના ડિઝાઇનર ડ્રેસ કલેક્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શરારા સૂટ

ઇશા અંબાણીએ હોળીના પ્રસંગે તેના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. નીતા અંબાણીએ ઇલ પાર્ટીમાં બેજ કલરનો શારારા શૂટ પહેર્યો હતો. તેના પર ગોલ્ડન ગોટ્ટા પટ્ટી વર્ક હતું.

લહરીયા પ્રિન્ટ

નીતા અંબાણીના લહરીયા પ્રિન્ટ સાથેનો આ ડ્રેસ પણ ખાસ છે. તેના પર ભારે ઓકસેડાઈઝ કામ કરવામાં આવ્યું છે, જેનાથી તેની સુંદરતાને વધારે વધારી છે.

બ્લુ અને વ્હાઇટ

સલવાર સૂટ નીતા અંબાણીએ આઈપીએલ 2019 માં તેની ટીમ મુંબઇ ઈન્ડિયન્સના વિજય પ્રસંગે બ્લુ અને વ્હાઇટ રેશમી સલવાર સૂટ પહેર્યો હતો. તેમાં તે ટ્રોફી સાથે ખૂબસૂરત લાગી રહી છે. તેમનો ડ્રેસ સફેદ છે અને ઓઢણી ડાર્ક બ્લુ છે.

બેબી પિંક સ્યુટ

નીતા અંબાણીનો આ સૂટ બેબી પિંક કલરનો છે . તે ચાંદીના દોરાથી બારીક ભરતકામ કરેલું છે અને સિક્વેન્સ વર્ક પણ કરવામાં આવેલુ છે. આ ડ્રેસ નીતા અંબાણીએ ઇશા અંબાણીના લગ્નના પહેલા ફંક્શનમાં પહેર્યો હતો.નીતા અંબાણીના સંગ્રહમાં કોરલ પિંક ડ્રેસ ખૂબ જ ખાસ છે. આ ખૂબ જ સુંદર કોરલ પિંક કલરનો ડ્રેસ છે. તેની પર ગોલ્ડન થ્રેડથી ભારે ભરતકામ કરેલું છે. નીતા અંબાણી તેને ખાસ પ્રસંગોએ પહેરવાનું પસંદ કરે છે.

કોટન સુટ

નીતા અંબાણીનો આ સૂટ પણ ખૂબ જ સુંદર છે. તે ખાસ પ્રસંગોએ પહેરે છે. કોટન નો આ ડ્રેસ ઉનાળાની ૠતુ માટે યોગ્ય છે. નીતા અંબાણી તેની સાથે મેચિંગ દુપટ્ટો કેરી કરે છે.

મલ્ટી કલર થ્રેડ એમ્બ્રોઇડરી સ્યૂટ

નીતા અંબાણીના આ સ્યુટને અબુજાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કર્યો છે. આ ખૂબ જ સુંદર મલ્ટી કલર થ્રેડ એમ્બ્રોઇડરીવાળા સલવાર સ્યુટ છે. નીતા અંબાણી તેને ખાસ પ્રસંગોએ પહેરે છે. ક્રીમ કલર સ્યુટનીતા અંબાણીનો ક્રીમ રંગનો આ ડ્રેસ પણ ખાસ છે. ભારે ભરતકામના કામ હોવા છતાં તે ખૂબ જ હલકો ડ્રેસ છે. આ ડ્રેસમાં નીતા અંબાણીને ઘણી પાર્ટીઓમાં જોવામાં આવ્યા છે.

સિલ્ક ડ્રેસ

નીતા અંબાણીના આ ડ્રેસમાં ભારે ગોલ્ડન એમ્બ્રોઇડરી છે. આ ખૂબ મોંઘો ડ્રેસ છે. તેને સુટ્સ અને સાડીઓના કોમ્બિનેશન તરીકે બનાવવામાં આવ્યો છે. કેટલાક ખાસ પ્રસંગોએ નીતા અંબાણી આ ડ્રેસમાં જોવા મળે છે.

Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *