ખાધેલો કોળીયો પણ બહાર કઢાવશે : સીંગતેલ અને કપાસિયાના તેલના ભાવ એક જ દિવસમાં આસમાની સપાટી…

0
47

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. એક તરફ દેશની સામાન્ય જનતા ની આવક ઘટી રહી છે અને બીજી તરફ જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ અને દૂધના ભાવ પછી હવે ખાદ્યતેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે આજે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2450 હતો. ત્યારે આજે એક જ ઝટકામાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો નોંધાયો છે.

ભાવ વધારા સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ 2520 રૂપિયા થઈ ગયો છે. કપાસિયા તેલનો ભાવ બુધવારના રોજ 2440 રૂપિયા હતો. ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 2550 રૂપિયા થઈ ગયો છે. સતત ખાદ્યતેલના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

ભાવ વધારાના કારણે સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.  કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં 110 રૂપિયાનો વધારો થયો છે. જો આ જ રસ્તે દિવસેને દિવસે ખાદ્યતેલના ભાવમાં વધારો થતો રહ્યો તો સામાન્ય જનતા નહીં જીવી શકે.

એક તરફ કોરોનાની મહામારી ના કારણે લોકોના ધંધા ઠપ થઈ ગયા છે અને બીજી તરફ દિવસેને દિવસે ખાદ્ય તેલના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. ખાસ કરીને ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.