ખાદ્યતેલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને આજરોજ પણ દિલ્હીના તેલબીયા બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવાની અફવાને કારણે કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારની વાત કરવામાં આવે તો મલેશિયા એક્સચેન્જમાં 3.25 વધારો જોવા મળ્યો છે તે જ સમયે શિકાગો એક્સચેન્જ 1 ટકા નો વધારો થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્યુટી ઘટાડવાની અફવાના કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે.સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં 90 ડોલર પ્રતિ ટનનો ઘટાડો કરવાની અફવાઓ વચ્ચે મલેશિયા તેલના ભાવમાં 80 ડોલરનો વધારો કર્યો છે જેનાથી કિંમત ખૂબ જ નજીવી ઘટશે અને બીજી તરફ આના પરિણામે દેશની આવકમાં ઘટાડો થશે. આપને જણાવી દઇએ કે આયાત ડ્યૂટી વધારવાને બદલે સરકાર તેલિબીયા ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો પડશે.
કારણ કે આ જ અન્ય દેશો પર ની આપણી નિર્ભરતા ને દૂર કરવામાં મદદ કરી શકે છે.બજારમાં નિષ્ણાંતો માને છે કે મંડીઓમાં સરસવની આવક વધવાના કારણે સરસવના ભાવમાં સુધારો થયો છે જ્યારે અન્ય સરસવના તેલના ભાવ અગાઉના સ્તરે રહ્યા છે. માંગ વચ્ચે સોયાબીન તેલબિયા ના ભાવ અગાઉ ના સ્તરે રહ્યા હતા પરંતુ સોયાબીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
સિપિઓ અને પામોલીન તેલ ના ભાવ પણ ઘટાડા સાથે બંધ થયા હતાં. કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો હતો જયારે સીંગતેલ અને તેલબિયા ના ભાવ અગાઉ ના સ્તરે રહ્યા હતા.ખાદ્ય તેલના ભાવ ની વાત કરવામાં આવે તો સરસવના તેલબીયા 7590-7640 પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે મગફળી 6735 થી 6870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગફળી સોલવન્ટ રિફાઇન તેલ 2640 થી 2890 પ્રતી ટીન
જ્યારે સરસવનું તેલ દાદરી 15200 પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે સરસવ પાકી ધાણી 2385-2465 પ્રતી ટીન છે. તલના તેલની મીલ ડિલિવરી 17000 થી 18500 પ્રતિ ક્વિન્ટલ છે.સોયાબીન ઓઇલ મીલ ડીલવરી દિલ્હી 16700 પ્રતિ ક્વિન્ટલ છે. સોયાબીન મીલ ડીલવરી ઇન્દોર 16700 પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે સોયાબીન તેલ કંડલા 15100 પ્રતિ ક્વિન્ટલ છે. કપાસિયા મીલ ડીલેવરી હરિયાણા 15250 પ્રતિ ક્વિન્ટલ છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.