આ મોંઘવારી નહિ જીવવા દે! ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત થયો ભાવ વધારો,જાણો તેલ ના ડબ્બાનો ભાવ

0
520

ગૃહિણીઓને હવે રસોડાનું આર્થિક બજેટ વીખાઈ જાય તેવો સમય આવ્યો છે. એક તરફ ગેસના બાટલાના ભાવ, શાકભાજીના ભાવ અને દૂધના ભાવ ની સાથે સાથે ખાદ્યતેલના ભાવમાં પણ મોંઘવારી નડી રહી છે. મોંઘવારીનો માર સહન કરેલી જનતાને ખાદ્યતેલના ભાવમાં વધારા ની સાથે હજી એક માર સહન કરવાનો વારો આવ્યો છે.

સીંગતેલ અને કપાસિયાતેલમાં ફરી એક વખત ભાવ વધારો ઝીંકાયો છે.આપને જણાવી દઇએ કે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયા જેટલો વધારો થયો છે અને આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે તેવું કહી શકાય છે. સિંગતેલના ડબ્બાના ભાવ ની વાત કરવામાં આવે તો 2550 થી 2575 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે

તો કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2500 થી 2525 ની આસપાસ થયો છે. તેલના ભાવમાં સતત છ મહિનાથી વધારો થઈ રહ્યો છે.એક તરફ પેટ્રોલ ડીઝલ અને તેલના ભાવમાં વધારો થતા લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જીવન-જરૂરિયાતની વસ્તુઓનો પણ ભાવ વધી રહ્યા છે.

હાલ જીવન જરૃરિયાતની તમામ વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને આ મહિનાની શરૂઆત મા યુક્રેન અને રશિયાની યુદ્ધની અસર ના નામે તેલ ના ભાવમાં વધારો થયો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં બીજીવાર વધારો થયો છે.છેલ્લા એક મહિનામાં સીંગતેલ અને સોયાબીન તેલ ના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

સતત વધી રહેલા ખાદ્યતેલોની ભાવની અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે.ગૃહિણીઓને વધુ એક મોંઘવારી નો માર સહન કરવો પડી રહ્યો છે અને સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્યતેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાધતેલમાં ભાવ વધારો થાય છે. જેના પર સરકારનો કોઇ પ્રકારનો અંકુશ નથી. તેલીયા રાજા બેફામ બની રહ્યા છે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.