Breaking News

એક ચાર્જરને કારણે થઈ ગયું મહિલાનું મૃત્યુ, સમગ્ર કહાની જાણી અચંબિત થઈ જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં વિયેટનામમાં રહેતી 14 વર્ષીય કિશોરી Le Thi Xoan સાથે બનેલી દુર્ઘટનાએ લોકોને વિચારતા કરી મુક્યા છે. આ છોકરીની એક ભૂલ અથવા બેદરકારીથી તેનું મોત થયું છે. ખરેખર, Le Thi Xoan પાસે આઇફોન મોબાઇલ હતો. આ એ જ આઇફોન છે જેને મેળવવા દરેક યુવાઓ સપના જોવે છે. Le Thi Xoanને પણ થોડા દિવસો પહેલા એક નવો આઇફોન લીધો હતો. થોડા સમય પછી, Le Thi Xoan ના આઇફોનનું મોબાઇલ ચાર્જર ખરાબ થઈ ગયું, પછી તેણે બીજી કંપનીનું ચાર્જર ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું.

મોબાઈલ ચાર્જિંગ કરવા આખી રાત મુકી દેતી.થોડા દિવસો પછી આ અન્ય કંપનીનું ચાર્જર પણ ખરાબ થઈ ગયું અને થોડુ ડેમેજ પણ થઈ ગયું હતું. પરંતુ Le Thi Xoan તે ડેમેજ થયેલા ચાર્જરનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. Le Thi Xoanની બેદરકારી પણ ઓછી નહોતી કે તેની આદત મુજબ તે દરરોજ રાત્રે સૂતા પહેલા તેના આઇફોનને તે ડેમેજ થયેલા ચાર્જરમાં ચાર્જિંગ કરવા આખી રાત મોબાઈલ મુકી દેતી હતી.

ચાર્જરના કરંટથી કિશોરીનું મોત.પરંતુ એક દિવસ Le Thi Xoan ને આ બેદરકારી મોંઘી પડી ગઈ હતી. જ્યારે તે રાત્રે ડેમેજ ચાર્જરમાં ફોન ચાર્જિંગ માટે રાખીને સુઈ ગઈ ત્યારે તે આકસ્મિક રીતે ચાર્જરના સંપર્કમાં આવી હતી, જેના કારણે ચાર્જરમાં આવતો કરંટ તેના શરીરમાં ગયો હતો અને તે હંમેશા માટે સુઈ ગઈ. ઉંઘમાં ચાર્જરના કરંટથી કિશોરીનું મોત થતા ખળભળાટ મચી ગયો હતો.

ડોક્ટરે તેમને મૃત જાહેર કરી.આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે Le Thi Xoanના માતા-પિતાએ તેને સવારે પથારી પર બેભાન અવસ્થામાં જોઈ. જ્યારે તે Le Thi Xoan ને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કરી. પોલીસને તપાસ દરમિયાન Le Thi Xoanના પલંગમાંથી બળી ગયેલું મોબાઇલ ચાર્જર મળ્યુ. ચાર્જરને જોતા જ એવું લાગ્યું કે તે આઇફોન સાથે આવતા ઓરીજનલ ચાર્જર નથી, પરંતુ બીજી કંપનીનુ ચાર્જર છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ દુર્ઘટના અન્ય લોકો માટે એક શીખ છે.આ દુર્ઘટના તે બધા માટે પાઠ છે જેઓ બીજી અથવા બેકાર કંપનીના ચાર્જરનો ઉપયોગ કરે છે. ઉપરાંત, મોબાઇલ તમારા શરીરના નજીક ક્યારેય ચાર્જ કરવા મુકવો જોઈએ નહિં. ખાસ કરીને રાત્રે સૂતા સમયે કોઈ દિવસ મોબાઈલ ચાર્જિંગમાં ન મુકવો નહિં તો તમે પણ અકસ્માતનો ભોગ બની શકો છો.

આવીજ એક ઘટના આપણા જીવનનો અગત્યનો ભાગ બની ચૂકેલો મોબાઈલ જીવલેણ પણ થઈ શકે છે. આવી જ એક ઘટના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં બની. જ્યાં ચાર્જિંગમાં રાખેલા મોબાઈલ ફોનમાં ગેમ રમી રહેલા 12 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ ફાટ્યો. બ્લાસ્ટ એટલો મોટો હતો કે બાળકનું મોત થઈ ગયું. મૃતક બાળકનું નામ રવિ સોનવાન છે.

રિપોર્ટ પ્રમાણે ખુતરાપારા ગામનો રહેવાસી રવિ સોમવારે રાત્રે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. એ વખતે મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલો હતો. આ જ દરમિયાન મોટા ધડાકા સાથે મોબાઈલ રવિના હાથમાં જ ફાટી ગયો. પરિવારના સભ્યોએ કહ્યું કે, ધડાકો એટલો મોટો હતો કે રવિના આંતરડાં પણ બહાર આવી ગયા હતા. હૉસ્પિટલ લઈ જતી વખતે તેને એક મોટા કપડાંમાં લપેટવામાં આવ્યો હતો જેથી તેના આંતરડાં અંદર જ રહે.

રવિની સાથે બેઠેલો તેનો મિત્ર પણ ઘાયલ થયો. બંનેને પહેલા સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદમાં અંબિકાપુરની હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા. ડ્રાઈવર્સની હડતાલ ચાલતી હોવાથી હૉસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલંસ પણ ન મળી. કોઈ પ્રકારે ટેક્સીની વ્યવસ્થા કરીને બંને ઘાયલ બાળકોને મોડી રાત્રે અંબિકાપુર મેડિકલ હૉસ્પિટલ પહોંચાડાયા. જ્યાં સર્જરી બાદ પણ બાળકનો જીવ ન બચાવી શકાયો અને મંગળવારે સવારે તેનું મોત થયું.

આવીજ એક ઘટના સ્માર્ટફોનમાં આગ લાગીને બેટરી ફાટવાના ઘણા અહેવાલો સાંભળવા મળી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. લોકપ્રીય બ્રાન્ડ શાયોમીનો મોબાઈલ ફોન એક વ્યકિતના પેન્ટના ખિસ્સામાં ધડાકા સાથે ફાટ્યો હતો. આંધ્રપ્રદેશના એક વ્યક્તિના પેન્ટમાં રાખેલો ફોન અચાનકથી ગરમ થવા લાગ્યો હતો અને ત્યારબાદ તેમાં બ્લાસ્ટ થયો હતો.

31 વર્ષીય મધુ બાબુના જણાવ્યા અનુસાર તે સવારે ઓફિસે જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો. તે બાઇક ચાલુ કરવા જઇ રહ્યો હતો, તે જ સમયે તેના ખિસ્સામાં રાખેલો રેડમી 6 મોબાઈલ ફોન અચાનકથી ગરમ થતાની સાથે જ ખિસ્સામાંથી ધુમાડો નિકળતો જોવા મળ્યો હત અને થોડી જ વારમાં તે ધડાકાભેર ફાટ્યો હતો.

મધુબાબુનો ફોન સળગવા લાગ્યો હતો. તેણે તાત્કાલિક ધોરણે ગભરાઇને પોતાનો ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને રસ્તા પર ફેંકી દીધો હતો. આ ઘટનામાં તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે જણાવતા તેણે કહ્યું કે ફોન જાણે કોઈકે કેરોસીનમાં પલાળીને આગ લગાવી દીધી હોય તે રીતે સળગવા લાગ્યો હતો. ફોનનું કવર પણ સંપૂર્ણ રીતે બળી ગયું હતુ અને જો કવર ન હોત તો તેને વધુ ઈજાઓ પહોંચી શકી હોત.

મધુએ આગળ જણાવતા કહ્યું કે તેણે તે ફોન એપ્રિલ 2019માં નવો રેડમી 6 એ ફોન ખરીદ્યો હતો. ફોન ખરીદ્યો તે પછી ચાર-પાંચ મહિના સુધી તો બરાબર રીતે ચાલ્યો હતો, પરંતુ ત્યારબાદથી ફોનમાં સમસ્યાઓ વધી ગઈ હતી. મેં જતા પહેલા બે કલાક અગાઉ જ પોતાનો સ્માર્ટફોન ચાર્જ કર્યો હતો.

તાજેતરમાં એવા ન્યુઝ વાઇરલ થયા હતા કે ચાર્જિંગમાં મૂકેલો ફોન ફાટી ગયો, વાત કરતાં કરતાં ફોન ફાટ્યો આખરે આવું શું કામ થાય છે તે જાણીએ. સસ્તું ચાર્જર.ઘણીવાર ચાર્જર ખરાબ થઈ જાય ત્યારે થોડા રૂપિયા બચાવવા માટે લોકો સસ્તું ચાર્જર ખરીદે છે. આવું ના કરો. હંમેશા જે કંપનીનો ફોન હોય તેની ઓફિશિયલ સાઈટ પર જઈને ઓરિજનલ ચાર્જર જ ખરીદો. આમ કરવાથી તમે સંભવિત જોખમથી બચી શકો છો.

ઓવર હિટિંગ.ફોન ફાટવાનું મુખ્ય કારણ ઓવર હિટિંગ છે. ચાર્જિંગનો સમય ફોન માટે આરામ કરવાનો સમય હોય છે. આ સમય દરમિયાન ફોનને માત્ર ચાર્જ થવા દો. આ સમયે ફોનમાં ગેમ ન રમો કે ના અન્ય કોઈ કામ કરો. ફોન ચાર્જિંગમાં હોય ત્યારે ફોન પર વાત કરવી સૌથી ખતરનાક સાબિત થાય છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ફોનને સ્વિચ ઓફ કરીને ચાર્જિંગમાં મૂકો.

ઓવર ચાર્જિંગ.કેટલાક લોકોની ટેવ હોય છે કે આખી રાત ફોન ચાર્જ કરવા માટે મૂકી રાખે છે અને સવારે ફોન ચાર્જિંગમાંથી કાઢે છે. આમ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. ઓવર ચાર્જિંગ ફોન ફાટવાના મુખ્ય કારણો પૈકીનું એક છે. તો આવું કરવાનું પણ ટાળવું જોઈએ.

સીધો સૂર્ય પ્રકાશ.ફોન ક્યારેય પણ એવી જગ્યાએ ન રાખો જ્યાં સીધો સૂર્ય પ્રકાશ આવતો હોય. સૂર્ય પ્રકાશમાં રહેવાથી ફોનની બોડી ગરમ થઈ જાય છે જેના કારણે ઓવર હિટિંગ થાય છે. આના કારણે ફોનનું બેલેન્સ બગડે છે અને ફોન ફાટવાનું જોખમ રહે છે

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *