એકજ રૂમમાં રહેતો,પત્નીનાં પગારમાં ચાલતું હતું ઘર,આજે એક ફિલ્મનાં આટલાં કરોડલે છે “કાલીન ભૈયા”…..

બોલિવૂડના અનેક લીડિંગ એક્ટર્સ ઓટીટી પ્લેટફોર્મ્સ પર પ્રોજેક્ટ્સ કરવાના વિચારને અપનાવતા સંકોચ કરતા હોય છે. કેમ કે, તેઓ ઓનલાઇન શોઝના બદલે સિલ્વર સ્ક્રીન પર મેજિકને પ્રિફર કરી રહ્યા છે. જોકે, ટેલેન્ટેડ એક્ટર પંકજ ત્રિપાઠીનો હંમેશાથી એક્ટિંગ પ્રત્યે અલગ એપ્રોચ રહ્યો છે. તેમના માટે કન્ટેન્ટનું મેરિટ મહત્વનું છે. સાથે જ સ્ટોરીઝનો પાવર ખૂબ જ જરૂરી છે. જો સ્ટોરી પાવરફુલ હોય તો તેઓ એ પ્લે, શોર્ટ ફિલ્મ માટે હોય કે, ફીચર ફિલ્મ, બ્લોકબસ્ટર ફિલ્મ હોય કે, ઓટીટી શો માટે હોય, એની પરવા કરતા નથી. આ લોકડાઉન દરમિયાન તેમને ખ્યાલ આવી ગયો છે કે, અત્યારના આ કોરોના કાળમાં ડિજિટલ પ્લેટફોર્મ જ લોકોને નવું કન્ટેન્ટ પૂરું પાડી રહ્યું છે. તેમને ખુશી છે કે, તેમણે સમયસર આ પ્લટફોર્મ પર જમ્પ માર્યો છે.

પંકજ ત્રિપાઠીએ હવે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ થી લઈને પંકજને ‘ન્યૂટન’માં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મોમાં કામ કરવાનું સપનું લઈને તે 2004 માં મુંબઇ આવ્યા હતા.પંકજ તે સમયે એક ઓરડાના મકાનમાં, ગરીબીમાં જીવી રહ્યા હતા. તે હવે મડ આઇલેન્ડમાં એક લક્ઝુરીયસ દરિયાની સામે પડતા એપાર્ટમેન્ટમાં રહે છે.

તાજેતરના ઇન્ટરવ્યૂમાં પંકજે તેમના સંઘર્ષના કાળ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે તેમની પાસે કોઈ કામ નહોતું, જેના કારણે તેમની પત્નીએ મુંબઈની એક સ્કૂલમાં ભણાવવા જવું પડતું હતું અને તેમાંથી ઘરનો ખર્ચ ચાલતો હતો. તેમણે કહ્યું કે તેઓ તે સમયે રોજિંદા ખર્ચ માટે પત્નીના પગાર પર આધાર રાખતા હતા.

જોકે, પંકજે એમ પણ કહ્યું હતું કે તેમની સ્ટ્રગલ સ્ટોરી એટલી પણ દુઃખી નથી. ન તો તેમણે સ્ટ્રીટ લાઇટની નીચે બેસવું પડ્યું હતું કે ન તો તેમણે રેલ્વે સ્ટેશન પર સૂવું પડ્યું હતું. જો કે, તેઓ એક નાનકડા મકાનમાં રહેતા હતા. પંકજ આ યાદોને શાનદાર માને છે.

પોતાના નવા મકાન વિશે મીડિયા સાથે વાત કરતા પંકજે કહ્યું, ‘જ્યારે અમે મડ આઇલેન્ડ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા ત્યારે મૃદુલા (તેમની પત્ની) ઈમોશનલ થઈ ગઈ હતી. મારે આ પહેલાં આવું ઘર ખરીદવાનું કોઈ સ્વપ્ન નહોતું. મને અને મારી પત્નીને મુંબઈમાં બસ એક ઘર જોઈતું હતું જે અમે થોડા વર્ષો પહેલા ખરીદ્યું હતું, પરંતુ આ મડ આઇલેન્ડ એપાર્ટમેન્ટ અમારા માટે એક બોનસ જેવું છે.

પંકજ ત્રિપાઠી કહે છે કે, ‘એક્ટર્સે સમય અને સંજોગોની સાથે બદલાતા રહેવું જોઈએ. તેમના મનમાં કોઈ પૂર્વાગ્રહો ન હોવા જોઈએ. તેમના માટે તો સ્ટોરી કેટલી સારી છે, કલીગ્ઝ કોણ છે અને મેકર્સનું કન્વિક્શન જ મહત્વનું હોવું જોઈએ. મને એ વાતની ખુશી છે કે, મેં એવા વેબ શોઝ કર્યા છે કે જે આ મુશ્કેલ સમયમાં લોકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. અનેક ફેન્સ મેસેજ કરીને સારો ફીડબેક આપી રહ્યા છે. ઓડિયન્સ સારા કન્ટેન્ટ માટે રેડી છે અને મારી જાત પર પોતાનો વિશ્વાસ પાક્કો થાય છે. ઓટીટી ફ્યૂચર છે. એક્ટર્સે આ મીડિયમને અપનાવવા માટે તૈયાર રહેવું જોઈએ.’

Leave a Comment