એક માત્ર કપૂર બનાવી શકે છે તમને રાતોરાત કરોડપતિ, કોઈને કહ્યા વગર કરી લો આ ચમત્કારી ઉપાય, અને જાતે જ જોઈ લો પરિણામ…

ભારતમાં પૂજા પાઠનું ઘણું મહત્વ છે. અને અહિયાં લગભગ દરેક પૂજા પાઠના કામમાં એક વસ્તુનો જરૂરથી ઉપયોગ થાય છે. અને એ છે કપૂર. હિંદુ ધર્મમાં કપૂરને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કે પૂજા પાઠમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘર મંદિરમાં થતી આરતીથી લઈને મોટા મોટા યજ્ઞમાં પણ થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં રોજ કપૂરનો દીવો પ્રગટાવે છે, તો તેનાથી તેના ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઇ જાય છે. કપૂર સળગાવવાથી વાયુમાં રહેલા જીવાણું અને વિશાણુંનો પણ નાશ થાય છે. એટલે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.કપૂરનો ઉપયોગ પવિત્ર માનવામાં આવે છે. હવન કરવા માટે અને આરતી દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના વગર ધાર્મિક કાર્યો અધૂરા રહી જાય છે. વૈજ્ઞાનિક તથ્યો અનુસાર, પૂજા અથવા હવન કરતા સમયે કપૂર સળગાવવાથી આસપાસની નકારાત્મક ઉર્જાને સમાપ્ત થઇ જાય છે.

કપૂર વિષે એવું કહેવામાં આવે છે કે, કપૂરની ગંધ જેટલે દુર સુધી જાય છે ત્યાં સુધી નકારાત્મક ઉર્જા દુર થાય છે. તેમજ કપૂરનો ઉપયોગ કરવાથી ઋતુ સાથે જોડાયેલી તમામ બીમારીઓથી પણ રક્ષણ મેળવી શકાય છે. જો ઘરની સ્ત્રીઓ દરરોજ નિયમિત રીતે કપૂરના થોડા વિશેષ ઉપાય કરે છે, તો હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે. તેમજ કપૂરની બીજી એક ખાસ વાત એ છે કે આયુર્વેદમાં કપૂરનો ઉપયોગ દવાઓ તરીકે કરવામાં આવે છે.

કપૂરની મહિમા આ મંત્રમાં ગાવવામાં આવી છે. આ મંત્રથી ભગવાન શંકરની સ્તુતિ કરવામાં આવે છે. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि। આ મંત્રનો અર્થ એમ થાય છે કે, કપૂર ગૌણ વર્ણનો છે અને તેણે કરૂણાનો અવતાર માનવામાં આવે છે. ભુજંગો એટલે કે સાપોના હાર ધારણ છે કે તે ભગવાન શંકર માતા ભવાની, મારા હૃદયમાં હમેશા નિવાસ કરે અને તેમણે મારા પ્રણામ છે, હું તેમને નમન કરું છું. મંત્રમાં આ સ્તુતિ ભગવાન શંકર માટે કરવામાં આવી છે.

કપૂરને ઘરના વાસ્તુ માટે પણ શુભ માનવામાં આવે છે. આ માટે ઘરમાં રાખવામાં આવે છે જેથી ઘરમાં વાસ્તુ સંબંધિત સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થતો રહે. કપૂરના ઉપાયો ભાગ્યવર્ધક અને ધનવર્ધક માનવામાં આવે છે. જાણકારો અનુસાર, સરળ ઉપાયોથી તમે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ઘિ લાવી શકો છે. જ્યોતિષ અને વાસ્તુના અનુસાર, કપૂર દરરોજ પૂજાના દરમિયાન સળગાવવું જોઇએ, આમ કરવાથી વાસ્તુ સંતુલન શુભ રહે છે.

રાતના સમયમાં ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ સળગાવવો. થોડા દિવસો સુધી સતત આ ઉપાયો કરો. આમ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ઘિ આવશે. જો તમારા પર દેવું થઇ ગયું હશે તો તે પણ ઉતરી જશે. જ્યોતિષો અનુસાર આ ઉપાયને સતત ૧૧ અથવા તો ૨૧ સુધી કરવાથી ધનલાભ થશે, જો તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છો તો તે પણ દૂર થશે.જો તમારા અથાગ પ્રયત્ન કરવા છતાં પણ તમારા કામમાં વારંવાર કોઈ ને કોઈ અડચણ આવી રહી છે, કે પછી તમારા કાર્યક્ષેત્રમાં ઘણી અડચણો આવી રહી છે, તો તેના માટે તમે શનિવારના દિવસે પાણીમાં કપૂરનું તેલ ભેળવીને સ્નાન કરો. આ ઉપાય કરવાથી તમારા તમામ બગડેલા કાર્ય સુધરવા લાગશે.

શનિવારના દિવસે કપૂરના તેલના ટીપાં પાણીમાં નાખો. આ પાણીથી સ્નાન કરો, તે દિવસ પછી સતત આ ઉપાય ચાલું રાખો. કહેવામાં આવ્યુ છે કે, આ ઉપાયથી નસીબ ઉઘડી જશે અને બિમારીઓ પણ દૂર રહેશે. આ સાથે જ પ્રાકૃતિક અને અપ્રાકૃતિક દુર્ઘટનાથી બચવા માટે રાતના સમય પર કપૂર સળગાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ સિવાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં કપૂરની ૨ ગોળીઓ રાખો, જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જેમ કપૂર ઓગળવા લાગે તો તરત જ બીજી ૨ કપૂરનો ગોળીઓ મૂકી દો,આ ઉપાય ૧-૨ મહિના સુધી કરો, આ ઉપાયની મદદથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.કપૂરને ઘીમાં પલાળીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને સુખ શાંતિ આવશે. આ સાથે જ જો લગ્ન થવામાં મુશ્કેલી આવતી હોય તો કપૂરના ટુકડા અને ૩૬ લવિંગ લઇ તેમાં ચોખા અને હળદરનું મિશ્રણ કરીને દેવી દુર્ગાને સમર્પિત કરી દો, જેનાથી ટૂંક સમયમાં લગ્ન થઇ જશે.

હિંદુ ધર્મના એક નિયમ અનુસાર લગભગ તમામ હિંદુ ઘરોમાં સુર્યાસ્ત સમયે દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. તમે પણ કપૂરનો દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવો, અને છેલ્લે ઘરના મંદિરમાં મૂકી દો. એનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને તમારા ઘરમાં તેમનું આગમન થાય છે.હિંદુ ધર્મના વિવિધ શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે, કે જે ઘરમાં દરરોજ સવારે અને સાંજે પૂજાના સમયે કપૂર સળગાવવામાં આવે છે, તે ઘરના તમામ સભ્યો ઉપર દેવી દેવતાઓના આશીર્વાદ જળવાયેલા રહે છે.

કપૂરનો ઉપયોગ તમે બુદ્ધિ અને ધન બંને મેળવવા કરી શકો છો. આ ઉપાય ખાસ કરીને બુધવારના દિવસે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધનો દોષ હોય તો તે પણ શાંત થઈ જશે. બુધવારે સવારે ન્હાયા બાદ લીલા રંગના વસ્ત્રો પહેરો અને લીલા રંગના કપડા કે અન્ય ચીજોનું દાન કરો. આ વસ્તુઓમાં ઘી, કાંસુ, કપૂર કે મિશ્રીનું દાન કરવાથી અધિક લાભ મળે છે.જો તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોવ તો કપૂરનો એક શાસ્ત્રીય પ્રયોગ કરી શકો છો. આ માટે સાબુદાણાના 12 દાણા લઈને તેને કપૂરની મદદથી સળગાવી દો. આ ઉપાય કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ જો ગુરુવારે કરવામાં આવે તો વધારે શુભ ફળ આપે છે.

Leave a Comment