Breaking News

એક મામુલી ગલ્લા વાળો નો દીકરો કેવી રીતે બની ગયો એક સફળ બિઝનેસમેન અને મોટિવેશનલ સ્પીકર,મળીએ સંજય રાવલને.

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મોટીવેશનલ સ્પીકર તરીકે જાણીતા સંજય રાવલ વિશે જણાવવા જઈ રહ્યા છે.તો ચાલો જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો.મિત્રો તમે બધા જાણો જ છો કે લાઈફમાં આગળ વધવા માટે આપણને ઘરના દરેક લોકો સલાહ આપતા હોય છે.જ્યારે આપણે 10માં ધોરણ પછી કયો કોર્ષ લેવો તે અંગે આપણે આપના પરિવાર શિક્ષક કે મિત્રો સાથે સલાહ લેતા હોય છે અને જો આપણે યોગ્ય મોટિવેશન મળી જાય તો આપણી લાઈફ સુધારી શકાય છે.

આજે સંજય રાવલ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. દેશભરમાંથી તેમને ખાસ સેમિનાર માટે આમંત્રણ મળે છે.સંજય રાવલ લાઈફના સિમ્પલ ફન્ડાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડે છે.સંજય સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકો સાથે જોડાયેલા રહે છે. તેઓ મોટિવેશનલ ક્વૉટ્સ પણ પોસ્ટ કરે છે.લેખક હોવાની સાથે સંજય રાવલ સફળ બિઝનેસમેન અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. સંજય રાવલે ફિલ્મ વિટામિન શી પ્રોડ્યુસ કરી છે. જેમાં RJ ધ્વનિત લીડ રોલમાં હતા.જીવનની મુશ્કેલીઓ વિશે સંજય રાવલ કહે છે કે, ‘દરેક મુશ્કેલીની પાછળ એક તક છુપાયેલી હોય છે તેને જોતા શીખી લો.સંજય રાવલ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, લોકોને મોટિવેટ કરવા માટે અનેક કાર્યક્રમો કરે છે.

 

લોકોમાં નવી આશા અને ઉમંગ જગાવે છે.સુખ અને ખુશી વિશે સંજય કહે છે કે, ‘આપણું સુખ, ખુશી બહારથી આવે છે. જે સકારણ હોય છે. એટલે જ એવે જવામાં કે આવવામાં બહુ વાર નથી લાગતી.’સંજય મેનાબેન રાવલ એ “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” માટેના એક બહુ જાણીતા ગુજરાતી સ્પીકર છે. તેઓ રોજબરોજના ઉદાહરણો દ્વારા સાચી તથા એકદમ ઉપયોગી માહિતી સમજાવવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેઓ વ્યક્તિઓને ભયમુક્ત જીવન, વ્યકિતત્વ વિકાસ અને હકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. એમના સેમીનારના વિડીયો છેલ્લા ૧ વર્ષમાં ૧ કરોડથી વધુ લોકોએ સોસીઅલ મિડિયા પર જોયા છે.

પર્સનલ લાઈફ તેમને થયેલા કડવા અનુભવોને સંજય રાવલે લોકોને પ્રેરણા આપવામાં ઉપયોગ કર્યા. સંજય રાવલે તેમની જેમ જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મોટિવેટ કરવાનું શરૂ કર્યું.સંજય રાવલની સોસીયલ મિડિયા પોસ્ટ લાખો લોકો સુધી પહોંચી રહી છે. તેઓ લોકોને સતત ભયમુક્ત જીવન જીવવા અને તેમની આંતરિક ક્ષમતાનો અહેસાસ કરાવીને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી રહ્યા છે.

લોકોને પ્રેરણા આપતા સંજય ફરવાના પણ શોખીન છે. તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે.ઘણી જ જાણીતી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ અને કંપનીઓની ખાસ ઇવેન્ટ્સમાં તેઓને ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ ના સેમીનાર માટે લગભગ ૫ વર્ષથી આમંત્રિત કરવામાં આવે છે સંજય રાવલના બધા જ સેમીનાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તેઓ આ બધાજ સેમીનાર કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના કરે છે.

તેઓના પુસ્તકો હવે મને પહેલા કરતા સારું લાગે છે અને મને ગમે છે તમને પણ ગમશે ની ૧,૧૦,૦૦૦ થી વધારે નકલો આજ સુધીમાં વેચાઈ ચુકી છે. તેઓનું ત્રીજું પુસ્તક ભયમુક્ત જીવન ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.

તેઓના જીવનનો હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેઓમાં વિશ્વાસ જગાડવાનો, વાંચન અને કસરત માટે પ્રોત્સાહન આપવાનો છે. તેઓએ છેલ્લા ૫ વર્ષમાં ૧૧૫૦ થી વધારે સેમીનાર કર્યા છે. જેમાં ૨૦.૦૦ લાખથી વધારે લોકોએ તેમને પ્રત્યક્ષ નિહાળ્યા છે.

સંજય રાવલનો જન્મ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં પાલનપુર ગુજરાત માં ૫-૯-૧૯૬૬ ના દિવસે થયો. તેઓના પિતાની ૧૦૦ સ્ક્વેર ફૂટની નાની ભાડાની દરજીની દુકાન હતી. તેમણે ત્યાંથી જીવનની સફર શરૂ કરી અને તેમનું જીવન આ ખાડાટેકરાવાળા માર્ગથી પસાર કરીને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે તેઓના જીવનમાં બે વસ્તુ આવી – વાંચન અને કસરત. તેમને બી.એસસી કેમેસ્ટ્રી નો અભ્યાસ ૧૯૮૭માં પાલનપુર સાયન્સ કોલેજથી અને એલએલબીનો અભ્યાસ ૨૦૧૧માં પાલનપુર લૉ-કોલેજથી કરેલો છે.

તેમના બિઝનસની શરૂઆતમાં તેમને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કડવો અનુભવ થયો. તેમણે તેમના મોટાભાઇની મદદથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમને વિશાળ નાણાકીય નુકશાનનો પણ સામનો કરવો પડ્યો હતો. લગ્ન પહેલા તેમના પિતાનું અવસાન થયું. જ્યારે પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી હતી ત્યારે તેમના મોટાભાઇ ૨૦૦૧માં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ત્યાંથી તેમના વાસ્તવિક જીવનની સફરની શરૂઆત થઇ. છેલ્લા ૫ વર્ષથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે.

સંજય રાવલ પાલનપુરમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનની પ્રાઇવેટ લીમીટેડ કંપની, ટ્રેઝર સુપર મોલ કે જે પુસ્તકો અને કપડાનો સ્ટોર છે, ૨ – ફિટનેસ ઝોન હેલ્થ ક્લબ, હોટલ ટ્રેઝર ધરાવે છે. તેઓ એક ગુજરાતી ફિલ્મ “વિટામીન શી” ના પ્રોડ્યુસર છે જે જુલાઈ ૨૦૧૭માં રીલીઝ થઈ ચુકી છે. હાલ ૧૨૧ બંગલોઝની સ્કીમ (ટ્રેઝર રેસીડન્સી), ૨૦૦ શોપ્સની સ્કીમ ( શાહીબાગ પેલેસ) અને શાહીબાગ પેલેસ હેરીટેજ હોટેલનું કામ ચાલુ છે.

તેમનું સપનું છે જે લગભગ પૂરું થવા જઈ રહ્યું છે. આવનારા ૫ વર્ષમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં સ્કૂલો ૨૫ એકરમાં એક અને ૧ યુનીવર્સીટીઓ ૨૫૦ એકરમાં એક નોન એજ્યુકેશનલ સ્કીલ્ડ ક્રિએટીવ સ્કૂલો અને યુનીવર્સીટી નિર્માણ કરવું. સ્થાપના કરી ૫૦%થી નીચેવાળા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી જુદા જુદા ૫૦ કોર્ષમાં નિષ્ણાત બનાવી (વિશ્વકક્ષાની ટ્રેઈનીંગ) આપી સેલ્ફમેઈડ લોકો તૈયાર કરવા. જે પોતાની જાતે પોતાના પગ ઉપર ઉભા થાય. જાતે વિકાસ કરે અને નોકરીઓ ના શોધે. રમત ગમતમાં ઓલમ્પિક લેવલે જાય.

About Admin

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *