Breaking News

એકપણ રૂપિયો દાન લીધાં વગર કેવી રીતે ચાલે છે વીરપુર જલારામબાપાનું અન્નક્ષેત્ર, જાણો આખી સ્ટોરી……..

એવું કહેવાય છે કે આપણા દેશમાં દસ ગાવે બોલી બદલાય છે એવીજ રીતે દરેક રાજ્ય પ્રમાણે ભોજનનો સ્વાદ પણ બદલાય છે તેમ છતાં દેશમાં એક વાત નથી બદલાતી અને તે છે દાન અને અન્નક્ષેત્ર.આપણા દેશની ખાસ વાત એ છે કે દેશના દરેક રાજ્યમાં જુદી બોલી, જુદું ભોજન અને જુદો પહેરવેશ જોવા મળે છે. તેમ છતાં આપણા દેશમાં એકતા છે. એટલે જ કહેવાય છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે.

જેટલા ધર્મ આપના દેશ માં છે. એટલા ધર્મ બીજા કોઈ દેશ માં નથી. અને બધા જ ધર્મ આપના દેશ માં પવિત્ર માનવામાં આવે છે. ભારત માં કેટલાય મંદિર આવેલા છે.જ્યાં જમવાની વ્યવસ્થા હોઈ છે.વિશ્વભરમાં ખાવાની ઘણી જગ્યાઓ છે જ્યાં તમે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ મેળવી શકો છો. ખાવા માટે આ બધી જગ્યાએ જવા માટે પૈસા હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમારું ખિસ્સું તમને મંજૂરી નથી આપતું તો પણ તમે સ્વાદિષ્ટ ખાવાની મજા લઇ શકો છો.આજે અમે તમને એવા જ એક ગામ વિશે જણાવીશું જ્યાં મફતમાં ભોજન મળે છે.

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા.

18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

સંત શ્રી જલારામ બાપાનું આ અનોખું અન્નક્ષેત્ર આજે પણ અવિરતપણે ચાલુ જ છે. વિરપુર આજે ગુજરાતનું યાત્રાધામ બની ગયું છે. અહીં ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પ્રસાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા કઢી-ખીચડી હોય છે.

ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે, આટલા સ્વાદિષ્ટ કઢી-ખીચડી આપણાં ઘરના રસોડામાં પણ નથી બનતા. મહત્વની વાત તો એ છે કે અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ-સોગાદો સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. મંદિરમાં એકપણ દાનપેટી નથી. જો કોઈ ભક્ત મંદિરમાં કોઈ રકમ કે ભેટ-સોગાદ અર્પણ કરે તો એમને નમ્રતાપૂર્વક પરત કરી દેવામાં આવે છે. મંદિરમાં એકપણ રૂપિયો દાન લીધા વગર રોજના હજારો ભક્તોને ભોજન કરાવવામાં આવે છે એ પણ કોઈ ચમત્કારથી ઓછું નથી. એટલે જ બાપાનું આ અન્નક્ષેત્ર માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રસિધ્ધ બન્યું છે.

પ્રચલિત લોક-કથા મુજબ, એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામ બાપાએ રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈપણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું.

બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.

મિત્રો, હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે. એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી.

સમગ્ર દેશમાં આજે બધા જ મંદિરોમાં મોટા પાયે દાન આવે છે, ઘણા મંદિરોમાં આ દાનની રકમ તો કરોડો માં આંબી જાય છે. મંદિરોમાં આવતા આવા કરોડો માં દાનને લીધે મંદિરના વહીવટોમાં ગેરવહીવટો તથા વિવાદો એ સ્થાન લઈ લીધું છે. ત્યારે અહી બધા જ મંદિરોથી અલગ જ અહી કોઈ દાનપેટી રાખવામા આવેલી નથી. અહી જો મંદિરમાં દર્શન માટે જતાં કોઈ ભાવિક આ વાતથી અજાણ હોય અને પોતાની શ્રધ્ધાથી જલારામ બાપાની ચરણપાદુકા પાસે કે મંદિરમાં અન્ય જગ્યાએ કોઈ દાનની રકમ મૂકે તો મંદિરના સ્વયંસેવકો અત્યંત વિનમ્ર ભાવથી તે સ્વીકારવાનો ઇનકાર કરી દાનની રકમ પરત કરે છે. આ માટે મંદિરમાં સેવકોની સતત હાજરી હોય છે. કોઈપણ મંદિરમાં દાન સ્વીકારમાં નહીં આવે તેવું કહેવા માટે સેવકો ફરજ બજાવતા હોય તેવું દ્રશ્ય કદાચ કોઈપણ ધર્મસ્થાનમા અનોખું અને આશ્ચર્યજનક ગણાય પણ આ વાત વિરપુરના જલારામ બાપનાં મંદિરમાં સહજ છે.

૯ ફેબ્રુઆરી, ૨૦૦૦ ના દિવસે જલારામ બાપનાં આ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું. એ પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને એ સિવાય ઘણું દાન આવતું હતું પરંતુ જલારામ બાપાની પાંચમી પેઢીના કાર્યવાહકોએ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વને એક નવી દિશા ચિંધનારો નિર્ણય લીધો અને કોઈપણ પ્રકારનું દાન કે ભેટ નહીં સ્વીકારવાની જાહેરાત કરી. અને કોઇ ભાવિકની શ્રધ્ધાને ઠેસ ના પહોચે એ રીતે સક્ષમ થઈ ગયા હોવાનો ભાવ નહીં પરંતુ સવિનય ઇન્કારનો વિનમ્ર ભાવ પ્રકટ થયો.

દાન નહીં સ્વીકારવાના મુખ્ય કારણમાં એવું કહેવાય છે કે મંદિર પાસે પૂરતું દાન આવી ગયું છે અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એવું કહેવામા આવે છે. જલારામ બાપનાં આ મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો રહે છે. અત્યારના આ આધુનિક યુગમાં કોઈ ધાર્મિક સ્થળ અને આસ્થાનાં કેન્દ્ર એવા જલારામ મંદિર દ્વારા કોઈપણ પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, પ્રસિધ્ધિ મેળવવા, કોઈપણ જાતની ચર્ચા માં રહેવા કે કોઈપણ જાતની નામનાં મેળવવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી એ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય છે.

દર વર્ષે જ્યાં દેશના અન્ય મંદિરોમાં કરોડોના દાનના આંકડા જાહેર કરવામાં આવે છે કે આંકડાઓ કોઈ રાજ્યના બજેટ જેટલા હોય છે તેમ છતાં પણ ત્યાં દાન સ્વીકારવામાં આવે છે. ત્યારે જલારામ બાપનાં મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરે પછી મંદિરનાa સેવકો દ્વારા આગ્રહપૂર્વક પ્રસાદની વિનંતી કરવામાં આવતી હોય તેવી જગ્યા સમગ્ર વિશ્વમાં ક્યાય પણ જોવા ન મળે.

સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *