Breaking News

એક સમયે પેટ્રોલ પંપ પર કામ કરતી હતી બોલિવૂડની આ હોટ હિરોઈન, હવે જીવે છે આવું આલીશાન જીવન,જુઓ તસવીરો….

મુગ્ધા વીરા ગોડસે એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે. ભૂતપૂર્વ મોડેલ, ગોડસે ફેમિના મિસ ઇન્ડિયા 2004 ની સ્પર્ધામાં સેમિ ફાઇનલિસ્ટ હતી.તેણે તેના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી મધુર ભંડારકરની 2008 ની ફિલ્મ ફેશનથી કરીહતી તેણે તમિલ ફિલ્મ થાની ઓરવનમાં પણ કામ કર્યું હતું .

મુગ્ધા ગોડ્સે‘ફે શન’ ફિલ્મની એક્ટ્રેસ મુગ્ધા ગોડ્સે યાદ છે? તે જ મુગ્ધા જેણે પોતાની પરફેક્ટ બિકીની બૉડીથી દર્શકો વચ્ચે એક અલગ છાપ છોડી હતી. આજે એટલે કે, 26 જુલાઈએ આ બોલ્ડ એક્ટ્રેસનો જન્મદિવસ છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ મુગ્ધા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…મુગ્ધાનો 31મો જન્મદિવસ મોડલ-એક્ટ્રેસ મુગ્ધાનો જન્મ 26 જુલાઈ 1986ના રોજ મહારાષ્ટ્રમાં જન્મ થયો હતો.એક મધ્યમ વર્ગીય પરિવારની મુગ્ધાએ પોતાની જરૂરિયાતો અને ખર્ચા પૂરા કરવા માટે નાના-મોટા કામ કરીને પોતાનો ગુજારો કર્યો ત્યારે જઈને તે આ સ્થાને પહોંચી શકી છે.

પેટ્રોલ પંપ પર કામ કરતી હતી મુશ્કેલીભર્યા આ સફરમાં મુગ્ધાએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ વેચવાનું કામ પણ કર્યું છે, જ્યાં તેને એક દિવસના 100 રૂપિયા મળતા હતા.ઘણા બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લઈ ચૂકી છે મુગ્ધામુગ્ધા ઘણા બ્યૂટી કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. 2002માં મુગ્ધાએ મિસ ગ્લેમરસ મેગા મોડલ હંટનો તાજ પણ પોતાના નામે કર્યો.મિસ ઈન્ડિયા 2004ની સેમી ફાઈનલિસ્ટ

મુગ્ધા મિસ ઈન્ડિયા 2004ની સેમી ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. આ ઉપરાંત તે ઘણા બ્યૂટી કોન્ટેસ્ટની વિનર પણ રહી છે.‘ફેશન’થી કર્યું બોલિવૂડ ડેબ્યૂ મુગ્ધાએ 2008માં આવેલી મધુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. તેને આ ફિલ્મ માટે 2009માં અપ્સરા બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ મળ્યો.ત્યારબાદ તેણે ‘ઑલ ધ બેસ્ટ’, ‘જેલ’, ‘હેલ્પ’. ‘હીરોઈન’, ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

‘ખતરો કે ખિલાડી’માં કર્યા ખતરનાક સ્ટન્ટમુગ્ધા ‘ખતરો ક ખિલાડી સીઝન-5’માં ખતરનાક સ્ટંટ કરતા દેખાઈ ચૂકી છે.મુગ્ધા પોતાનાથી 18 વર્ષ મોટા રાહુલ સાથે લિવ-ઈનમાં રહે છેમૉડલ એક્ટર અને બૉલીવુડના બેડ બૉય રાહુલ દેવ પણ કેટલાક સમયથી એક્ટ્રસ મુગ્ધા ગોડસેને ડેટ કરી રહ્યા છે. તેઓ બન્ને છેલ્લા 2015થી રિલેશનશિપમાં છે અને બન્ને સ્ટાર હંમેશા સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શૅર કરતા રહે છે. બન્ને વચ્ચે 14 વર્ષનો અંતર છે.

રાહુલ અને મુગ્ધા વચ્ચે આ પહેલી નજરનો પ્રેમ ન હતો. ઉંમરના 14 વર્ષના અંતર બાબતે રાહુલ દેવે કહ્યું કે, ‘શરૂઆત માં હું પણ એજ ગેપને લઈને ચિંતામાં હતો પણ પછી મને અનુભૂતિ થઈ કે મારા માતા-પિતા વચ્ચે પણ 10 વર્ષનો એજ ગેપ હતો. એટલે આ કોઈ એટલો મોટો ગેપ નથી. હું એવું પણ માનું છું કે જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ઉંમરનો તફાવત અને બીજું કઈ મેટર કરતું નથી. અમે બંને એક જ પ્રોફેશનમાં હોવાથી એકબીજાને કઈ રીતે મદદ કરવી જોઈએ એ અમને ખબર છે.

મુગ્ધાએ તેમના સંબંધ વિશે જણાવ્યું કે, ‘અમારા સંબંધે અમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર કર્યો છે. જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે તમે કઈ વિચારતા નથી. બધું આપમેળે જ થઈ જાય છે. મને રાહુલ સાથે રહેવામાં કોઈ જ પ્રકારની ચિંતા લાગતી નથી.’રાહુલની પહેલી પત્ની રિનાનું મૃત્યુ 2009માં કેન્સરના કારણે થયું હતું. તેમને સિદ્ધાર્થ નામનો એક દીકરો પણ છે. રાહુલ અને મુગ્ધા એકબીજાને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં 2013માં મળ્યા હતા.પહેલી નજરમાં બંને વચ્ચે પ્રેમ ન થયો હતો. બન્નેએ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને એકબીજાના પ્રેમમાં પડ્યા.

અભિનેતાએ કહ્યું કે, જ્યારે મિત્રતા રિલેશનશિપમાં બદલાવવા લાગી ત્યારે શરૂઆતમાં મુશ્કેલી થઇ પણ પછી મને અનુભવ થયો કે મારા માતાપિતા વચ્ચે 10 વર્ષનો તફાવત છે. તેથી જો જોવામાં આવે તો મારી ઉંમર અને મુગ્ધાની ઉંમર વચ્ચે બહુ ફરક નથી. રાહુલદેવે વધુમાં કહ્યું કે હું માનું છું કે જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ઉંમરના તફાવતને લઇને કોઇ ફરક પડતો નથી.. મુગ્ધા ગોડસે 33 વર્ષની છે. જ્યાકે રાહુલ દેવ 51 વર્ષનો છે.ઉલ્લેખનીય છે કે રાહુલ દેવની પહેલી પત્નીનું વર્ષ 2009 માં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. તેને પોતાની પહેલી પત્નીથી એક પુત્ર છે, જેનું નામ સિદ્ધાર્થ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાહુલ દેવ છેલ્લે વર્ષ 2017 માં ફિલ્મ નિર્દેશક અનીસ બઝમીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મુબારકાં’માં જોવા મળ્યો હતો. તે જ સમયે, મુગ્ધા ગોડસે ફિલ્મ ‘શર્મા જી કી લગ ગઇ’માં જોવા મળી હતી.

 

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *