એક શ્રીફળ તમારી તિજોરીને ધનથી છલોછલ કરી દેશે જાણીલો તેનો ખાસ ઉપાય.

એક શ્રીફળ તમારી તિજોરીને ધનથી છલોછલ કરી દેશે જાણીલો તેનો ખાસ ઉપાય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર મંત્ર, ટોટકા અને જ્યોતિષમાં એવી અનેક વસ્તુઓનો છે જેનો ઉપયોગ મનોકામના પૂર્તિ માટે કરવામાં આવે છે. આ વસ્તુઓ પ્રથમ નજરે તો સામાન્ય જ લાગે છે પરંતુ તેનો પ્રયોગ તેને ખાસ બનાવી દે છે. આવી જ એક વસ્તુ છે શ્રીફળ. શ્રીફળ કોઈપણ વ્યક્તિની તિજોરીને ધનથી ભરી દેવા માટે સક્ષમ છે. ચાલો જાણી લો શ્રીફળ વિશેની ખાસ વાતો વિશે.સનાતન ધર્મમાં જે પૂજા-પાઠ કે અનુષ્ઠાન થાય છે તે શ્રીફળ વિના અધુરી રહે છે. સામાન્ય રીતે જ્યારે શ્રીફળને છોલવામાં આવે તો તેમાં ત્રણ ધાર જોવા મળે છે.

પરંતુ અહીં જેની વાત કરવામાં આવી છે તેમાં બે ધાર અને એક આંખ હોય છે. આ શ્રીફળને “એકાક્ષી” અને મહાલક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ શ્રીફળ ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ધનની ક્યારેય ખામી સર્જાતી નથી.લઘુ નાળિયેર અન્ય કરતાં થોડું નાનું હોય છે. તેનો ઉપયોગ ટોટકા અને તંત્ર-મંત્રમાં કરવામાં આવે છે.

લક્ષ્મીજીનો સ્થાયી વાસ ઘરમાં ઈચ્છતા લોકોએ 5 લઘુ નાળિયેળ ઘરમાં સ્થાપિત કરવા જોઈએ. તેના પર કેસરનું તિલક લગાવવું. દરેક નાળિયેરને તિલક કરતી વખતે નીચે દર્શાવેલા મંત્રનો 27 વાર જાપ કરવો.મંત્ર:ऐं ह्लीं श्रीं क्लीं. 11 લઘુ નાળિયેળને નવા પીળા રંગના વસ્ત્રમાં બાંધી અને રસોડાના પૂર્વ તરફના ખૂણામાં રાખવા. આ ઉપાયથી માતા અન્નપૂર્ણાનો ઘરમાં વાસ થાય છે. ધન-ધાન્યની ક્યારેય ખામી રહેતી નથી. આવા ઘરમાં હંમેશા ખુશહાલી છવાયેલી રહે છે.

આ ઉપરાંત હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમા શ્રીફળ ને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિ થી લઈને દરેક શુભકાર્યો મા શ્રીફળ ની ગણતરી સૌથી પહેલા કરવામા આવે છે કારણ કે શ્રીફળને શુભ માનવામાં આવે છે અને મનુષ્ય ના શરીર ના આકાર સાથે ઘણું મળતું આવે છે માટે તેને વધારે શુભ મનાય છે અને આ શ્રીફળ ને મનુષ્ય નું મસ્તિષ્ક ગણવામા આવે છે.જો કોઈ ની કુદ્રષ્ટી તેના પર લાગી હોય તો પણ શ્રીફળ ની સહાયતા થી તમે તેને ઉતારી શકો છો.પણ મુખ્ય મુદ્દા પર વાત કરવામાં આવે તો તમને પૂર્વે એક વાત જણાવી દઈએ કે આ શ્રીફળ નો ઉપયોગ જો અમુક વિશિષ્ટ પ્રકારે કરવામા આવે તો ઘર મા ધન ધાન્ય ની ક્યારેય પણ ઉણપ આવતી નથી અને તમે સુખ શાંતિથી રહી શકશો.

તમને પણ આનો મોકો મળી શકે છે કારણ કે તમે પણ આ સરળ ઉપાયો ને અજમાવી શકો છો અને જો તમારા ધંધા મા કોઈ ની કુદ્રષ્ટી લાગી હોય તો શ્રીફળ ને ચંદન ના પાંચ ચાંદલા કરો અને તેને ચારે દિશા માંથી ઉતારી ને ચાર ચોક મા મૂકી દો અને આ કામ તમારે જાતે જ કરવું પડશે બીજા કોઈને દ્વારા તમે આ કામ કરાવી શકતા નથી અને ત્રણ દિવસ ની અંદર તમને રાહત થતી હોય તેવું જોવા મળશે તમને આ બધી જાણકારી હોવી જ જોઈએ અને જો કોઈ નાનું બાળક વારંવાર રડયા કરતું હોય અને વ્યવસ્થિત રીતે જમતું પણ ના હોય તો પ્રભુ ની ટેક થી સારું થઇ શકે છે માટે તમારી આવી ટેક રાખવાની પણ જરૂર પડી શકે છે.પ્રભુ ને મનોમન એવી પ્રાર્થના કરો અને શ્રીફળ ની પ્રસાદી ધરવાની માનતા પણ કરી શકો છો.

આવા કર્યો તમારે અવશ્ય કરવા જોઈએ જેનાથી તમને ઘણી સફળતાઓ મળતી રહેશે અને આવા શુભકાર્ય કોઇપણ પ્રકાર નું હોય તેનો પ્રારંભ કુળદેવી અથવા તો તમને જેમના પર અતૂટ શ્રદ્ધા હોય એ દેવતા કે દેવીના નામનું શ્રીફળ વધેરી ને તેનો પ્રારંભ કરી શકાય છે.જો તમને કોઈ પણ જાતની પરેશાની હોય તો પણ તમે આવી ટેક રાખી અને કામ કરી શકો છો.ઘર મા જો નાણાં ની ઉણપ સર્જાઈ હોય તો કોઈ ગરીબ ને શ્રીફળ ના કાચલાં ની અંદર જમવાનું આપો.ત્રણ માસ ના સમયકાળ સુધી તમારી અનુકૂળતા પ્રમાણે આ કાર્ય કરો અને પછી તમને જે સુખ-શાંતિ નો અનુભવ થશે તેનું તમે વર્ણન નહીં કરી શકો.

અગિયારસ ના દિવસ દરમિયાન કુળદેવી ના દેવસ્થળે જઈને દેવી ના ચરણો મા શ્રીફળ વધેરવા થી જીવન મા ચારેય તરફ સમૃદ્ધિ આવી શકે છે.જે વ્યક્તિ નું સગપણ થતું ના હોય તે વ્યક્તિ જો શ્રીફળ અને ગોળ હનુમાનજી ના મંદિરે દર શનિવારે ભોગ સ્વરૂપે ધરે તો તુરંત જ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.જો તમે તમારી દેવી કે દેવતાને માનતા હોય તો તમારે તેમનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી માતાજી તમારા પર રાજી રહેશે. જે વ્યક્તિ ના મન મા દબાણ અને તણાવ નુ પ્રમાણ વધુ પડતું રહેતું હોય તેમણે દર સોમવાર ના દિવસે શ્રીફળ લઈને પાસે ના મંદિરે જઈને દેવતા કે દેવી નું ધ્યાન ધરવું. ત્યારબાદ એ શ્રીફળ ને એ મંદિરે જ પ્રસાદી સ્વરૂપે બધા ને વહેંચી દેવું.

અહી જણાવવામાં આવેલ ઉપાયથી તમે સુખ સમૃદ્ધિ તમારી નજીકમાં આવશે અને તમારું ધ્યાન માતાજી રાખશે અને ચારેબાજુ તમારી સુગંધ ફેલાશે આટલું જ નહીં પણ આ શ્રીફળ થી અસફળ કાર્ય ને પણ સફળ બનાવી શકાય છે જેનું ખાસ ધ્યાન રાખવું અને આ શ્રીફળ એટલે સ્વયં પ્રભુ નું સ્વરૂપ એવું પણ કહી શકાય,કારણ કે શ્રીફળ મા પ્રાકૃતિક ગાળેલું પાણી ભરેલું હોય છે.આ ઉપરાંત પણ શ્રીફળ નો ઉપયોગ અનેક જગ્યાએ કરવામા આવે છે કારણ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેથી અન્ય અનેકવિધ લાભો પણ પ્રાપ્ત થાય છે જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં નારિયેળનું ખૂબ જ મહત્વ છે. તેને ભર્યું ફળ અને શ્રીફળ કહેવાય છે. આ નારિયેળને એટલું બધું પવિત્ર મનાય છે કે તેનો ઉપયોગ ઉપાસનામાં, પૂજાથી લઈને પ્રસાદ સુધી વપરાય છે. માનવામાં આવે છે કે શ્રીફળ સુખ અને સમૃદ્ધિ વધારે છે અને જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર કરે છે. શુભકામના પાઠવવા માટે દરેક પ્રસંગોનો પ્રારંભ નારિયેળ વધેરીને કે ધરાવીને થાય છે. ચાલો ‘શ્રીફલ’ તરીકે ઓળખાતા નાળિયેર સાથે સંકળાયેલા મહાઉપાયઓ વિશે જાણીએ. જે અચૂક ફળદાયિ છે.

જો તમારી કોઈપણ ઇચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અને તમે બધા પ્રયત્નોને કરવા છતાં તે સમસ્યાનું નિરાકરણ નથી મળી રહ્યું તો તમે નારિયેળને આધારે આ ઉત્તમ મહાન પગલાં લઈ શકો છો. એક શ્રીફળ લેવું, થોડું સિંદૂર અને તલનું તેલ લો. તલના તેલ સાથે સિંદૂરને ચોળીને તેની જટાના છેડેથી લગાવવાનું શરૂ કરો અને આ રીતે સંપૂર્ણ નારિયેળને સિંદૂરથી રંગી દો. આ પછી, માતા અંબેને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો અને 15 મિનિટ સુધી સાવ ધીમા સ્વરે કોઈને પણ ન સંભળાય એ રીતે ‘ૐ એં હીં ક્લિં હીં એં ૐ’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરો. આ નારિયેળ સાથે સતત સાત દિવસ માટે આ મંત્રનો જાપ કરો. અને સાતમા દિવસે કોઈ નદી અથવા વહેતા પાણીમાં આ નારિયેળ મૂકી આવો.

તમે તમારા બોયફ્રેન્ડ હોય કે તમારી ગર્લફ્રેન્ડ પર ગુસ્સો હોય અને એકબીજાથી દૂરથી જવા જેવા સંજોગો ઊભા થયા હોય તો આ ઉપાય જરૂર કરજો. એક નાળિયેર, ધતુરાનું બીજ અને થોડું કપૂર એકસાથે લેવું. આ બધી વસ્તુઓને એક સાથે લઈને પીસી લેવું. આ મિશ્રણમાં થોડું મધ ભેળવવું. આ તૈયાર થયેલા દ્રવ્યને દરરોજ ઘરની બહાર જતી વખતે થોડું લઈને કપાળ પર તિલક કરી લેવું. આનાથી કહેવાય છે કે તમારી પ્રેમી વ્યક્તિ તમારાથી કદી દૂર નહીં જાય આપને જ્યારે પણ નિરાશા થાય ત્યારે આ ઉપાય અજમાવવો જોઈએ.

જો તમે નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થતા હોવ, તો તમે મા લક્ષ્મીને તેમનું પ્રિય ફળ નાળિયેર અર્પણ કરીને તેમના શુભ આશીર્વાદ મેળવી શકો છો. આ વાત સૌ કોઈ જાણતું હોય છે કે શ્રીફળ એ મા લક્ષ્મીનું અત્યંત પ્રિય છે તેને કારણે નારિયેળને હંમેશાં શુભેચ્છા પાઠવવા માટે બેસ્ટ ઓફ લક કહેવા માટે તેને ભેંટ આપવામાં આવે છે. નારિયેળને ભરેલું ફળ કહેવાય છે. જ્યાં સુધી તેને વધેરીને ખોલવામાં ન આવે ત્યાં સુધી તે કહેવું હશે તેનું આપણે અનુમાન નથી કરી શકતાં તેથી તેને શુદ્ધ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને નાળિયેરના લાડુ, કાચા નારિયેળ કે પછી પાણી ભરેલું લીલું નાળિયેર ત્રોફું અર્પણ કરવાથી શીઘ્ર જ તેમની કૃપા આપણી પર વરસે છે.

જો તમને ક્યારેય એવું લાગે કે ઘરમાં પ્રવેશતાં જ મન ભારી ભારી લાગે. અથવા તો એવું અનુભવાય કે તમારા ઘર પરિવારને અનેક સમસ્યાઓએ ચારેકોરથી ઘેરી વળી છે તો એક ઉપાય અજમાવી જોવા જેવો છે. શ્રીફળને એક કાળા રંગના કપડાંથી બાંધી દેવું અને તેને ઘરની બહાર લટકાવવાથી નકારાત્મક ઊર્જાઓ અને જો કોઈની ખરાબ નજર લાગી હોય તેવું લાગે તો તે જરૂર દૂર થશે અને ઘરમાં સુખ – શાંતિ અનુભવાશે.

એકાક્ષી નારિયેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા શ્રીફળને આપના ઘરના પૂજાના સ્થાનમાં જરૂર રાખવું જોઈએ. શ્રીફળને જો તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખવા ઇચ્છતા હોવ તો તેને લાલ રંગના કપડાંમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને દિવસરાત ચારેયકોરથી ઉન્નત્તિના સમાચાર આવશે.

જો પૂજામાં મૂકેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ બનશે, પણ તેનો અર્થ એવો સમજાય છે કે ભગવાને તમારી પૂજાનો પ્રાસદ સ્વીકારી લીધો છે, એટલે જ તે અંદરથી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. તે તમારી મનોકામનાની સમાપ્તિનો સંકેત પન માનવામાં આવે છે. જો યોગ્ય સમયે નારિયેળ વધેરાઈ જાય અને તે સારું નીકળે તો તેને બધા વચ્ચે વહેંચી લેવું જોઈએ. આને ખૂબ શુભ માનવામાં આવે છે.

જો તમારા વ્યવસાથમાં સતત નુક્સાન થતું જણાય તો એક સવા મીટર પીળા રંગના કોરા કપડામાં નારિયેળ એક જનોઈના જોટા સાથે લપેટી લો. તેની સાથે સવા પા કિલો મીઠાઈ લો અને તેને ગુરુવારના પૂજા કરીને ભગવાન શ્રી વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક ચડાવો. ઇશ્વરના આશીર્વાદ તમને તુરંત મળતા થઈ જશે.

જો કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય કે તેને નજર લાગી છે એવું લાગતું હોય તો પાણીવાળું ભરેલું શ્રીફળ લેવું અને સંબંધિત વ્યક્તિના માથા પરથી ૨૧ વખત ફેરવી લેવું અને તે નારિયેળને કોઈપણ દેવસ્થાને જઈને ચડાવી આવવું જોઈએ. શનિ અને મંગળવારે હનુમાનજીના મંદિરના દર્શન કરીને હનુમાન ચાલીસા જરૂર બોલવી જોઈએ તથા હનુમાનજીને વાઘા ચડાવવા જોઈએ.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *