એક તરફી પ્રેમ માં પાગલ યુવકે યુવતી ના લગ્ન ના દિવસે જ કર્યું એવું, કે જાણી ને તમારા હોશ ઉડી જશે…

દોસ્તો આજકાલ આવા કિસ્સાઓ મોટે ભાગે ખૂબજ પ્રમાણ માં વધવા લાગ્યા છે અને તેના કારણે આપના સમાજ માં તેની ખુબજ ખરાબ અસર પડે છે અનેં તેના કારણે દિવસે ને દિવસે આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે અને તેના કારણે આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત ગણે છે તો એવોજ કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર છરાના જીવલેણ ઘા કર્યા હતા. આ બાદ આરોપી યુવકે પોતે પણ ઝેર પી લીધું હતું. 21 વર્ષની પીડિતા યુવતી અને આરોપી મહેશ રાઠોડને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

વટવા GIDC પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડી. આર ગોહિલે જણાવ્યું કે, તેમણે એલ.જી હોસ્પિટલમાંથી આરોપી ફરાર ન થઈ શકે તે માટે ટીમ તહેનાત કરી છે. તેઓ વધુમાં કહે છે, અમે રાઠોડ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.એલ.જી હોસ્પિટલમાં છોકરી દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, વટવાનો રહેવાસી મહેશ રાઠોડ તેને ઘણીવાર રસ્તામાં રોકીને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતો હતો, પરંતુ યુવતી તેની સાથે લગ્ન કરવા નહોતી ઈચ્છતી. FIR મુજબ, 18 મહિના પહેલા યુવતીએ ઈન્દ્રજીત મકવાણા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. પોતાની સાથે યુવતીએ લગ્ન ન કરતા રાઠોડ ગુસ્સે હતો.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, યુવતી પ્રેગ્નેન્ટ હોવાથી બે મહિના પહેલા પોતાના માતા પિતાના ઘરે આવી હતી અને 15 દિવસ પહેલા જ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. યુવતી જણાવે છે કે, બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યે તે પોતાના ભાઈ સાથે ઘરમાં હતી, આ દરમિયાન રાઠોડ અંદર આવ્યો અને પૂછ્યું, યુવતીએ તેની સાથે લગ્ન કેમ ન કર્યા. તેણે ધમકી પણ આપી કે, તું મારી નથી થઈ તો હું તને કોઈની નહીં થવા દઉં.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આ બાદ આરોપીએ છરી બહાર કાઢી અને યુવતીના ગળા પર ઘા કર્યા. બચાવમાં યુવતીએ હાથ વચ્ચે નાખ્યો અને તેના હાથમાં પણ ઈજા પહોંચી હતી. યુવતીની માતા, ભાઈ તથા પાડોશીઓ દોડી આવતા રાઠોડ છરી નાખીને પોતાના સ્કૂટર પર ભાગી ગયો હતો. આ બાદ યુવતીને તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. બાદમાં રાઠોકે પણ ઝેર ગટગટાવી લીધું અને તેને સારવાર માટે એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે મહિલાઓ પર થતાં રેપ અને તેની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ઉહાપોહ મચેલો છે, ખાસ કરીને યુપીના હાથરસમાં યુવતી પર ગેંગરેપ ગુજારી તેની બર્બરતાથી કરાયેલી હત્યાના કારણે દેશભરમાં રોષ ભભૂકેલો છે. આવા સમયે શહેરમાં એક યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનારને લગ્નની લાલચ આપી કેતન દામજીભાઈ કાસુન્દ્રા સત્યમ કોલોની, એરપોર્ટ રોડ, જામનગર દીવ લઈ જઈ હવસનો શિકાર બનાવ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી છે.

ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું કે, તે જસદણથી રાજકોટ ખાતે સરકારી નોકરી માટેના ટયુશન ક્લાસમાં આવવા માટે બસમાં આવતી ત્યારે તેનો ધર્મના ભાઈ રાજુ વીડિયો કોલિંગથી આરોપી તેનો મિત્ર હોવાથી વાતચીત કરતો હતો. જેથી તેણે ફ્રેન્ડશીપ કરવા માટે આરોપીનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં બંને વાતચીત કરતા હતા.

આરોપીએ તેને રાજકોટ આવી આત્મીય કોલેજ પાસે મળવા બોલાવી હતી. ત્યાં જતા કારમાં પ્રદ્યુમન પાર્ક ફરવા લઈ ગયો હતો. ત્યાં આરોપીએ તેની સાથે લગ્નની વાત કરી હતી. તેણે પણ હા પાડી હતી. આ પછી બંને બે-ત્રણ વખત મળ્યા હતા અને ફર્યા હતા.

આરોપીએ તે યુવતી ને ફરવા જવા માટે ગોંડલ ચોકડીએ બોલાવી હતી. જ્યાં તે તેની બહેન સાથે ગઈ હતી. ત્યાંથી આરોપી અને તેનો ધર્મનો ભાઈ રાજુ એમ ચારેય દીવ ફરવા ગયા હતા. આરોપીએ ઘોઘલા બીચ ખાતે હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા. જેમાં એક રૂમમાં તે આરોપી સાથે અને બીજા રૂમમાં તેની બહેન તેના ધર્મના ભાઈ રાજુ સાથે રોકાઈ હતી. રાત્રે આરોપીએ તેને આપણે હજુ દીવમાં ફરવાનું છે, જેથી રોકાવવું પડશે તેમ કહેતા રોકાઈ ગઈ હતી. રૂમમાં આરોપીએ ફરીથી તેની સાથે લગ્નની વાત કરી દીવથી નીકળ્યા બાદ પોતાના માતા-પિતા સમક્ષ લગ્નની વાત કરશે તેમ જણાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

બીજા દિવસે પણ દીવમાં રોકાયા હતા. આરોપીએ તેની સાથે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો. બે દિવસ દીવમાં રોકાઈ પરત ફર્યા હતા. બાદમાં આરોપીએ તેને કહ્યું કે, તેની બહેનના લગ્ન નજીકમાં હોવાથી માતા-પિતાએ તેના લગ્નની વાત પછી કરવા કહ્યું છે, તેમ કહી તેને થોડો સમય રાહ જોવાનું કહ્યું હતું.

એ રોજ તેણે આરોપીને લગ્ન બાબતે કોલ કરતા આરોપીએ પોત પ્રકાશી કહ્યું કે, તું મારી જ્ઞાાતિની નથી, એટલે આપણા લગ્ન શક્ય નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેણે અવારનવાર કોલ કર્યા હતા. પરંતુ આરોપી રીસીવ કરતો ન હતો. જેને કારણે તે જામનગર આરોપીના ઘરે જવા નીકળી ગઈ હતી. બસ સ્ટેન્ડ પહોંચી કોલ કરતા આરોપીએ તેની સાથે લગ્નનો ઈનકાર કરી બોલાચાલી, ઝઘડો કરી ગાળો ભાંડી હતી. જેથી તેણે ૧૮૧ મહિલા હેલ્પલાઈનને કોલ કરતા તેણે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ હતી. જ્યાં તેની અરજી લેવાઈ હતી.

પોલીસે આરોપીના માતા-પિતાને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. જેથી તેમણે બે મહિનામાં આરોપીના લગ્ન તેની સાથે કરાવી દેશે તેવી વાતચીત કરી હતી. ત્યારથી આજ સુધી આરોપી બહાના બતાવી તેની સાથે લગ્ન કરતો ન હોવાથી આખરે તેણે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૩૭૬, ૪૦૬, ૫૦૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી હતી.

Leave a Comment