Breaking News

એક યુવતીને તેના મિત્રના બોયફ્રેન્ડ સાથે બંધાઈ ગયાં શારીરિક સંબંધ, પરંતુ એક વાત એવી થઈ જે જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

ચાર મહિના પૂર્વે મેં એક પુત્રને જન્મ આપ્યો છે. મારી સમસ્યા એ છે કે સુવાવડ પછી મારા પેટ પર સફેદ લાઈનો પણ પડી ગઈ છે. આ લાઈનો કેવી રીતે દૂર કરી શકાય.ડિલિવરી પછી પેટ પર સ્ટ્રેચમાર્કસ પડે એ સામાન્ય છે. આ માટે બજારમાં ઘણી દવાઓ મળે છે જેનાથી આ ડાઘા સૂંપર્ણપણે દૂર થઈ શકતા નથી. પરંતુ હળવા જરૂર બને છે.

તમે કોઈ ત્વચા રોગના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ ઉપચાર કરાવી શકો છો. ચિંતા કરવાની જરૂર નથી. તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી આનો ઇલાજ શક્ય છે. અને આ સમસ્યા પણ તમારી જેમ દરેક નારીને સંભવે છે.મારા સ્તનો અવિકસિત હોવાથી મને ઘણી શરમ આવે છે. મારી બહેનપણીઓ પણ આ કારણે મને ચીઢવે છે. મારા સ્તનનો વિકાસ કેવી રીતે થઈ શકે? શું બજારમાં મળતી દવાઓ આમા ઉપયોગી થઈ શકે છે? યોગ્ય માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી.

દવાઓ માત્ર દવા બનાવનારી કંપનીઓને જ લાભદાયક પૂરવાર થઈ શકે છે. લેનારને નહીં અને બદલે તમે છાતીની નીચેના સ્નાયુઓને ચૂસ્ત કરવા માટેના થોડા વ્યાયામ કરો. આ કારણે દોઢ ઈંચ જેટલો ફરક પડી શકશે. પેડેડ બ્રાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટેશન સર્જરી છે. પરંતુ તેની સલાહ હું આપતી નથી. અને આમ પણ નાના સ્તનોમાં ઉત્તેજનાના તંતુઓ વધુ હોય છે એ વાત તો તમને ખબર જ હશે.મારા લગ્ન થયે ૧૦ મહિના થઈ ગયા છે. મારી સમસ્યા એ છે કે મારા પતિ સાથે સહવાસ કરતી વખતે મને આનંદ આવતો નથી. આ કારણે મને મારા જીવન પર ધિક્કાર થઈ ગયો છે. અધૂરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી આ સમસ્યાનું માર્ગદર્શન આપવા વિનંતી.

સમય નહીં ગુમાવતા મેરેજ કાઉન્સેલરની પાસે જાવ. તેમનું માર્ગદર્શન લઈ આગળ વધો. તમારે તમારા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય, લાગણીઓ તેમજ ભવિષ્ય બાબતે સ્પષ્ટ થવાની જરૂર છે. સેકસ્યુઅલ એડજસ્ટમેન્ટ બાબતે પણ તમારે સલાહ લેવાની જરૂર હોય એમ મને લાગે છે. સામાન્ય રીતે લગ્ન પછી દંપતીઓને એકબીજા સાથે અનુકૂળ થતા સમય લાગે છે, પરંતુ તમારે કોઈ પ્રોફેશનલ સલાહની તાત્કાલિક જરૂર છે. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

એક છોકરા સાથે મને પ્રેમ થઈ ગયો છે. કેટલાક દિવસ પૂર્વે એક છોકરાએ તેની સાથે મૈત્રી બાંધવાનો મારી સામે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મેં એને ના પાડી. આ સાંભળતા જ તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યા હતા. શું તેની આ હાલત માટે હું જવાબદાર છું? શું મારે તેની માફી માગવી જોઈએ?મને લાગે છે કે મૈત્રી અને પ્રેમ વચ્ચેનો ફેર તમને ખબર નથી. કોઈના પ્રેમમાં હોવા છતાં બીજા સાથે મૈત્રી સંબંધ શક્ય છે. આ ઉંમરે તો મિત્રવર્તુળ બહોળું હોવું જોઈએ. અને આમ પણ હમણા તમારી ઉંમર પ્રેમ કરવાની નથી, પરંતુ ભણવાની છે.

અને એક વાત જાણી લો કે મૈત્રી સંબંધ દયા રાખીને બંધાતો નથી એ અંતરની એક લાગણી છે. હમણા મૈત્રી સંબંધથી ખુશ રહો પ્રેમ, સ્વીકાર અને લગ્ન જેવા ગંભીર વિષયો વિશે હજુ ઘણી વાર છે.મારી ખાસ બહેનપણીનો પ્રેમી મારી સાથે ફલર્ટ કરે છે અને તેણે મને કાર્ડ અને ગુલાબનું ફૂલ આપીને તેની સાથે બહાર ફરવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. મને એનામાં જરા પણ રસ નથી, પરંતુ મને મારી બહેનપણીની ખુબ ચિંતા થાય છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.તમારે આ બાબતે ચૂપ રહેવાની જરૂર છે.

તમારા સિવાય આ છોકરી બીજી છોકરીઓ સાથે પણ ફલર્ટ કરતો હશે. તમે તમારી બહેનપણીને આ વિશે કહેશો તો શક્ય છે કે તે તમારી વાત માનશે નહીં અને તમારી વચ્ચેનો સંબંધ તૂટી જવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આથી ભલાઈ એમાં જ છે કે તમારી બહેનપણી એની જાતે જ આ વાત જાણે. કારણ કે, આવી વાત લાંબા સમય સુધી ગુપ્ત રહી શકતી નથી. એક દિવસ તેને કાને આ વાત જરૂર પહોંચશે અને આ પછી તે આ સંબંધ પર જાતે જ પૂર્ણવિરામ મૂકી દેશે.

મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે.

જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો.

તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો. હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સેક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ? અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સેક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સેક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે. જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સેક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સેક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો.

મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સંભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો. જોકે, આ કોમન સમસ્યા છે.

સેક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સેક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો.

તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સેક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સેક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સેક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સેક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.

આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સેક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.હું 31 વર્ષની છું- લગ્નના 5 વર્ષ થઈ ગયા છે. લગ્નના શરૂઆતી 3 વર્ષ તો હું સેક્સને ખૂબ ઈંજ્વાય કરતી હતી પણ હવે પાછલા કેટલાક સમયથી મારા પતિ સેક્સના સમયે બહુ જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે જેનાથી મને સંતુષ્ટિ નહી મળતી આ કારણે મને અધૂરો લાગે છે.

તેના ઘણા કારણ હોઈ શકે છે. હોઈ શકે કે તમારા પતિ સેક્સના સમયે વધારે ઉત્તેજિત થઈ જતા હોય, જેનાથી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. કે પછી આ પણ હોઈ શકે છે કે તેને કોઈ માનસિક પરેશાની હોય કે વર્કલોડ વધારે હોય્ ઉંઘ પૂરતી ન થઈ રહી હોય. ડાયટ ઠીક ન હોય વેગેરે. સારું હશે કે તમે બન્ને જ સેક્સથી પહેલા રિલેક્સ રહો. રોમાંટિક વાત કરવી તે સિવાય કંડોમનો પ્રયોગ પણ કરી શકાય છે તેનાથી પણ અંતર પડે છે.

હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું. લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું.

લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.હું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું?

દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય. જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું?

ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.

કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સંભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું. એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો. લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સેક્સ નથી માણ્યું. એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે.

શરૃઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં, પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો. જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું. એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો. હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોગ્ય સલાહ આપશો.

જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોઈ જરૃર નથી. એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૃપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો. એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે.

ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય. હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું. એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું. આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૃર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.

About bhai bhai

Check Also

કાકી સાથે અંગત પડોનો આનંદ લઈ રહ્યો હતો ભત્રીજો એટલાં માંજ થઈ ગઈ કાકીનાં પ્રેમીની એન્ટ્રી, જાણો પછી શું થયું……

મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *