Breaking News

એક યુવતીને ” વુમન ઈન ટોપ” પોઝિશન ખુબજ પસંદ હતી પરંતુ તેનું વજન વધારે હોવાથી પતિનો થઈ જતો આવો હાલ.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું ૩૦ વર્ષનો છું. કૉલેજમાં કે એ પછી પણ ક્યારેય હું ફિઝિકલી કોઈની સાથે જોડાયો નહોતો. હું મૅસ્ટરબેશન જ કરતો હતો. મારાં લગ્નને અઢી મહિના થયાં છે. અમે ઘણી વાર ઇન્ટિમસી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ મને લાગે છે કે અમે એકેય પોઝિશનમાં કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી નથી કરી શકતા. એનું કારણ છે અમારું વજન. મારું વજન લગભગ ૯૦ કિલો જેટલું છે અને તેનું ૬૮ કિલો. ફીમેલ સુપિરિયર પોઝિશનમાં તેને મૂવમેન્ટ કરતાં નથી ફાવતું અને હું જ્યારે ઉપર હોઉં ત્યારે તેને મારું વજન નથી ખમાતું. અત્યાર સુધી અમે કદી ઇન્ટરકોર્સ દ્વારા ઑર્ગેઝમ પર નથી પહોચ્યાં. અમે એકબીજાને ઓરલી સંતુષ્ટ કરીએ છીએ. અમારા મારે બેસ્ટ પોઝિશન કઈ કહેવાય? કોઈ પણ પોઝિશનમાં પેનિટ્રેશન દરમ્યાન અમને મુશ્કેલી પડે છે.

વજન વધુ હોય અને બૉડીની ફલેક્સિબિલિટી ઓછી હોય તો સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. તમારું તો વજન પણ સારુંએવું વધારે છે. વજન વધારે હોય એ જ એકમાત્ર સમસ્યા નથી, શરીરની ફલેક્સિબિલિટી પણ સારી હોવી જરૂરી છે. કાં તો તમારે શરીરનું વજન હાથ અને પગ પર લેવાની તાકાત કેળવવી જોઈએ કાં પછી સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિ પર વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં, અકળામણ થાય એવું બની શકે.મેદસ્વી યુગલો સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે.

જોકે આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ છે. તમારી ઉંમર જોતાં તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો તો બીજો શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ એન્ડ ફાઇન બની શકો છો. ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે. યંગ એજમાં ઓવરવેઇટ હશો તો હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સનું જોખમવધે છે.

મારી ઉંમર ૬૫ વર્ષની છે. ગયા વર્ષથી હર્નિયાની તકલીફ થઈ છે તો તેથી પૂર્ણપણે ઉત્થાન થતું નથી, એમ મારું માનવું છે. શું તે બરાબર છે?હર્નિયાની આવી અસર વિશે અમારા અભ્યાસમાં આવ્યું નથી. તમે આ અંગે કોઈ યોગ્ય સેક્સોલોજિસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લો. ઉત્થાન પૂર્ણ કેમ થતું નથી તેનું કારણ તે શોધીને માર્ગદર્શન આપશે શું મુખમૈથુન આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે? જો બંને સાથી રોગ વગરનાં હોય તો કોઈ હાનિ થતી નથી.

લગ્નજીવનને સત્તર વર્ષ પસાર થયા પછી મેં પરાકાષ્ઠા વિશે પૂછ્યું. તેને પરાકાષ્ઠાનો કદાપિ અનુભવ થયો નહોતો. મેં સત્તર સત્તર વર્ષ એવા ભ્રમમાં કાઢ્યાં કે હું મારી પત્નીને પરમ જાતીય સુખ આપી રહ્યો છું. ક્લિટોરીસ વિશે જાણ્યા પછી જ ચારેક વર્ષથી પરાકાષ્ઠા શું છે તે પત્નીને અનુભવવા મળ્યું. આ માટે હું સેક્સનિષ્ણાતો દ્વારા ચલાવાતી અખબારી કોલમ્સનો આભારી છું. મારી પત્ની જેવી અનેક સ્ત્રીઓ હશે જેમને જાતીય તૃપ્તિનો જિંદગીમાં ક્યારેય અનુભવ ન થયો હોય.

હવે મારો પ્રશ્ન રજૂ કરું છું. છેલ્લા એકાદ વર્ષથી મને મારી પત્ની સિવાય બીજી સ્ત્રીઓ જોડે સંભોગસુખ માણવાના પ્રબળ વિચારો આવ્યા કરે છે. હજી સુધી મેં કોઈ અનુચિત પગલું ભર્યું નથી. નમ્ર ભાવે પૂછવાનું એટલું જ કે મારી જેમ બીજા પુરુષોને પણ આ ઉંમરે બહુગામી થવાના વિચારો સતાવતા હશે?લગ્નજીવનનાં સત્તર વર્ષ પછી તમને ‘ક્લિટોરિસ’ નામના અવયવની જાણ થયા પછી તમે પત્નીને કામતૃપ્તિ (ઓર્ગેઝમ)નો અનુભવ કરાવી શક્યા તેનો યશ આવા માર્ગદર્શક કોલમનાં લખાણોને આપો છો તે જાણી આનંદ થયો.

વિશ્વમાં એવી અસંખ્ય સ્ત્રીઓ હશે જેમને લગ્નજીવનનાં અનેક વર્ષો પસાર થવા છતાં કામપરાકાષ્ઠાનો અનુભવ પ્રાપ્ત થયો ન હોય. જેમાં મોટે ભાગે કારણ તો ઊભય જીવનસાથીના અજ્ઞાાન જ હોય.તમારા પ્રશ્નનો જવાબ ‘હા’ છે. બાયોલોજિકલી અને સાયકોલોજિકલી પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાની વૃત્તિ થાય. સ્ત્રીઓને પણ થાય. એકધારાપણું કંટાલાજનક બની રહે.

પણ જો પુરુષ અને સ્ત્રી બહુગામી બની જાય તો સમાજનું નાનામાં નાનો પણ મહત્ત્વનો એકમ એવું ‘ફેમિલી યુનિટ’ તૂટી જાય.તેમ થતાં સમાજ પણ ક્ષુબ્ધ બની જાય. પરિણીત જીવનસાથીએ સમાગમજીવનમાં નાવીન્ય લાવવા માટે સ્થળ-વસ્ત્ર-નામમાં પરિવર્તન લાવવું જોઈએ. તરંગકલ્પના (ફેન્ટસી)માં સરી જઈને યાંત્રિક બની ગયેલા શયનસહચર્યમાં નવીનતા લાવવી જોઈએ.મારા મિત્રના પેનિસની લંબાઈ અને જાડાઈ વધારે પડતી છે. તેની ઉંમર સોળ વર્ષની છે.

શું ઉંમર વધતાં હજી લંબાઈ અને જાડાઈ વધી જશે તો ભવિષ્યમાં સમાગમ કરવામાં તકલીફ પડશે? લંબાઈ અને જાડાઈ કમ કરવા શા ઉપાયો કરવા?લંબાઈ અને જાડાઈ વિશેના વહેમમાંથી મુક્ત થવાની જરૂર છે. ભવિષ્યમાં કોઈ તકલીફ પડવાની નથી. તમારાં આ વર્ષો અભ્યાસનાં છે. ચિત્ત અભ્યાસમાં પરોવો. પેનિસની લંબાઈ અને જાડાઈ ઓછી કરવાના કોઈ ઉપાયો ન હોય.

કુદરતે સ્ત્રીના યોનિમાર્ગની રચના એવી બનાવી છે કે પેનિસની લંબાઈ-જાડાઈને કારણે સમાગમ વખતે કોઈ તકલીફ થતી નથી. રોજિંદા જીવનમાં એવું જોવામાં આવે છે કે ૧૮ વર્ષથી ૨૪ વર્ષની અપરિણીત કન્યાઓનાં સ્તનો નોર્મલ (નાની સાઈઝનાં) દેખાતાં હોય છે, પણ એટલી જ ઉંમરની અને અપરિણીત સિનેઅભિનેત્રીઓનાં સ્તનો મોટી સાઈઝનાં વિકસિત દેખાતાં હોય છે. શું આ ડેવલપમેન્ટ માટે અભિનેત્રીઓ કોઈ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ લેતી હશે?

રોજિંદા જીવનમાં પણ ઘણી પુખ્ત વયની કન્યાઓનાં સ્તનો મોટી સાઈઝનાં હોય છે. પણ તે વસ્ત્રો એવાં અને એવી રીતે પહેરે છે કે સ્તનો ઢંકાયેલાં રહે. ચલચિત્રોમાં તો સ્ત્રીનાં અંગપ્રદર્શન માટે વધુ કાળજી લેવામાં આવે છે. કેમેરાની દ્રષ્ટિ પણ તેને (સ્તનોને) ઉપસાવે છે અને અભિનેત્રીઓએ વસ્ત્રો જ એવી શૈલીનાં પહેર્યાં હોય છે કે સ્તનો વધારે ઊપસીને દેખાય. ના, એ માટે તેઓ કોઈ ટ્રીટમેન્ટ લેતી હોય છે.(મેડિકલ) તેમ માનવાની જરૂર નથી.

તેમની અભિનેત્રી તરીકેની પસંદગી થતી હોય છે ત્યારે તેમનાં અંગો-ઉપાંગોનો વિકાસ પણ ધ્યાનમાં લેવાતો હોય છે.સ્તનોને વિકસિત અને મોટાં કરવાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ (દવાની) નથી. સર્જરીથી મોટાં થઈ શકે, પણ તેમાં ઘણાં જોખમો છે. હોર્મોન્સથી શરીરમાં પાણી અને સોડિયમ ક્લોરાઈટનો સંચય થવાથી શરીર ભરાવદાર બને. તેમાં સ્તનો પણ ભરાવદાર દેખાય. પણ આવા હોર્મોન્સ લેવાથી નુકસાન થાય. વળી તે છોડી દેવાથી સ્તનો પાછાં બેસી જાય. સ્તનોની સાઈઝ વારસામાં મળતી (જિનેટીક) બાબત છે.

મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને છેલ્લા પાંચ વર્ષથી એક યુવતી સાથે પ્રેમ છે. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ ચારેક મહિના પછી તેના લગ્ન બીજા સાથે થવાના છે. તો શું મારે તેને ભૂલી જવી? આ મારો પ્રથમ પ્રેમ છે.શક્ય હોય એટલી જલદી તમે યુવતીને ભૂલી જાવ. હવે તેના લગ્ન બીજા સાથે થવાના છે ત્યારે તેને પ્રેમ કરી તેમજ તેને મળી તેનું લગ્નજીવન ભાંગવું યોગ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમે તેને ભૂલી જશો. સમય બધા દરદનું ઓસડ છે. ભવિષ્યમાં તમને તેના કરતા પણ સારી જીવનસાથી મળી રહેશે. તમને તેના પર ખૂબ જ પ્રેમ હતો તો તેની સગાઈ પૂર્વે તમારે બન્નેએ તમારા ઘરમાં વાત કરી યોગ્ય પગલાં લેવા જોઈતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે તો તેને ભૂલી જવામાં જ તમારું તેમજ તેનું હિત છે.

હું એક હેન્ડસમ યુવાન છું. મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્ની પણ મને જોઈએ તેવી જ મળી છે. મારા લગ્ન પૂર્વે હું એક અન્ય યુવતીના પ્રેમમાં હતો. પરંતુ તેણે બેવફાઈ કરતા મને ઘણો આઘાત લાગ્યો હતો. પરંતુ તેની નીકટની સહેલીએ પ્રેમ આપી તે યુવતીને ભૂલવામાં મદદ કરી હતી. મારા લગ્ન પછી પણ તેણે મને પ્રેમ આપ્યો. પરંતુ હવે અમારા પ્રેમની વાત મારી પત્ની સુધી પહોંચી ગઈ છે. આ કારણે અમારી વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે છે. તે મને આ યુવતીને ભૂલી જવા કહે છે. પરંતુ હું તેને ભૂલી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

તમારી પત્ની બરોબર કહે છે. તમારે તેને ભૂલી જવી જોઈએ. તમને એના પર એટલો પ્રેમ હતો તો પછી તેની સાથે લગ્ન કેમ કર્યા નહીં? લગ્ન પછી તેની સાથે સંબંધ રાખી તમે ત્રણ જિંદગી બરબાદ કરી રહ્યા છો. તમારે અને એ યુવતી વચ્ચે ભલે ગમે તેટલો નિર્મળ પ્રેમ હોય પરંતુ સમાજ તમને બદનામ કરી મૂકશે. તમારા આ પગલાંથી તેની જિંદગી પણ બરબાદ થાય છે. આથી યોગ્ય માર્ગ તો એ છે કે તમે તેને કોઈ સાચા યુવાન સાથે પરણી જવાની સલાહ આપો. આમાં જ તમારા બધાની ભલાઈ છે.હું ૧૯ વર્ષનો યુવક છું. એક છોકરીને પ્રેમ કરું છે. તે છોકરી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ અમારા ઘરના લોકોને ખબર પડી જવાથી તે છોકરી ગભરાઈ ગઈ છે. તો મારે તેની કેવી રીતે મનાવવી?

તમારી ઉંમર હજુ ઘણી નાની છે. હમણા અભ્યાસમાં ધ્યાન આપો તે જ યોગ્ય છે. બીજું તે છોકરી તેના ઘરવાળાથી ગભરાય છે. તો પછી શા માટે તેના પર દબાણ કરો છો. તેની ઉંમર પણ હજુ ઘણી નાની છે. તમારી ઉંમરમાં ક્ષણિક આવેગને પ્રેમ સમજી શકવાની ભૂલ થઈ જાય છે. તમને તેના પર ખૂબ જ પ્રેમ હોય તો તેને પોતાની જાતને સમજવાનો સમય આપો. તમારા પ્રેમને પરિપકવ થવા દો. થોડી રાહ જુઓ. એકાદ-બે વર્ષ પછી પણ તમારા પ્રેમમાં કોઈ ઓટ ન આવે તો આગળ વધો. હાલમાં પ્રેમને મૈત્રી તરીકે જ રહેવા દો.

મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારા પ્રેમની ઉંમર ૨૨ વર્ષ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર રહી શકતા નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી, પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. આમ કેમ થતું હશે? તે જણાવવા વિનંતી.

તમારી ઉંમર નાદાન છે. નાદાન ઉંમરમાં વિજાતિય સંબંધ બાંધતા ખૂબ જ વિચાર કરવો જોઈએ. હોટલના રૂમના એકાંતમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. આથી સાવચેત રહો. સૌ પ્રથમ તો તમારે સેક્સ અંગેની જાણકારી મેળવવાની જરૂર છે. સેક્સની અજ્ઞાનતાને કારણે કોઈક વખત કોઈ વ્યક્તિ તમારી લાચારીનો લાભ લઈ શકે છે. જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કોઈ સારા ડૉકટર કે ઘરની કોઈ વડીલ સ્ત્રી પાસે સેક્સ અંગેની જાણકારી મેળવો. આ માટે બજારમાં મળતા બકવાસ પુસ્તકોનો આશરો લેવો નહીં.

બીજું યોનિમાંથી નીકળતું સફેદ પ્રવાહી સામાન્ય છે. વિજાતિય આકર્ષણને કારણે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે આમ થઈ શકે છે. આમ છતાં પણ કોઈ ડૉક્ટરને બતાવી શંકાનું સમાધાન કરી લો.હું ૧૯ વર્ષનો છું. મેં દસમું ધોરણ પાસ કર્યું છે. મારી એક ફ્રેન્ડ છે. અમારી દોસ્તીને એક વર્ષ થઈ ગયું છે. પણ તે મને વધારે મળતી નથી. તે અમારા ગામની કોલેજમાં ભણે છે. અમે વાતો કરીએ છીએ પણ એકલા વાતો કરતા નથી. અમારી વચ્ચે દોસ્તી સિવાય કાંઈ નથી.

દોસ્તીને દોસ્તી જ રહેવો દો. તેની સહેલી સાથે હોય તેમાં તેની સાથે વાતો કરવામાં તમને શો વાંધો છે? તમારી દોસ્તીને પરિપકવ થવા દો. તેને તમારી પ્રત્યે પ્રેમ હશે તો ધીરે ધીરે એ વાત તમને ખબર પડી જ જશે. શક્ય છે તેને તમારી સાથે પ્રેમ ન હોય અને માત્ર મૈત્રી જ હોય. આથી હમણાં તો જેમ ચાલે છે તેમ જ ચાલવા દો.

મારી ઉંમર ૧૭ વર્ષની છે. હું અમારા ઘરની સામે રહેતા એક યુવાન સાથે પ્રેમમાં છું. પરંતુ અમારા ધર્મ અલગ-અલગ હોવાથી અમારા ઘરવાળાઓ અમારા લગ્ન માટે માને એવી શક્યતા નથી. જોકે આજ સુધી અમે એકબીજા સાથે વાત કરી નથી. બન્ને એકબીજાને જોયા જ કરીએ છીએ. પરંતુ હું એના વગર રહી શકતી નથી. એકાદ બેવાર મેં આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો. યોગ્ય સલાહ આપવા વિનંતી.

આત્મહત્યા કરવાનો વિચાર છોડી દો. હજુ તો તમે તે યુવક સાથે વાત પણ કરી નથી. તમારી ઉંમર ઘણી નાની છે. બીજુ પરધર્મિય પ્રેમમાં પાછળથી ઘણી સમસ્યાઓ સર્જાવાની શક્યતા છે. આથી સમજી વિચારીને આગળ વધજો. આ તે કેવા પ્રકારનો પ્રેમ છે કે એકબીજા સાથે વાતો કર્યા વિના જ તમે મરી જવાની વાત કરો છો. આ બધું ફિલ્મમાં શોભે. વાસ્તવિક જીવનમાં નહીં. આ તો નર્યું ગાંડપણ છે. આથી હમણા અન્ય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપો. ભણતા હોતો ભણતરમાં ધ્યાન આપો. જે કંઈક કરો તો સમાજમાં તેને કેવાં પડઘો પડશે તે સમજી વિચારીને જ કરજો. અવિચારી પગલું ભરતા નહીં.

મારી ઉંમર ૨૦ વર્ષની છે. મને એક ૨૪ વર્ષના યુવક સાથે બે વર્ષથી પ્રેમ છે. અમારા ઘરના લોકો પણ અમારા લગ્ન કરાવવા તૈયાર છે.હું કોમર્સમાં ભણું છું. હોશિયાર હોવા છતાં પણ તેણે ૧૧મી પછી શિક્ષણ છોડી દીધું છે. અત્યારે તે સારું કમાય છે પરંતુ તેને સિગારેટ, તમાકુ જેવા નશાકારક દ્રવ્યોનું સેવન કરવાની આદત હતી જે મારા કહેવાથી ઓછી કરી છે. પરંતુ થોડા દિવસ પહેલા તેણે મને અલ્સર હોવાનું કહ્યું તે રોગનું ઓપરેશન શક્ય છે. પરંતુ ત્યાર પછી તેણે બીજા પર આધારિત જીવન જીવવું પડે તેમ છે. દા. ત. તે વજન ન ઊંચકી શકે, કામ વધારે ન કરી શકે. ઓપરેશન ન કરાવે તો બે વર્ષમાં તેનું મૃત્યુ થાય તેમ છે. તેની બીમારીની વાત અમારા બે સિવાય કોઈને ખબર નથી. તે મને તેને ભૂલી જવા માટે કહે છે. હું માનતી નથી એટલે તેણે ફરી તેની આદત શરૂ કરી દીધી છે. તેના રોગનો કોઈ ઇલાજ હોય તો તે લખી જણાવશો. મારે તેની સાથે સંબંધ ચાલુ રાખવો કે નહીં તે જણાવશો.

તમારા કાગળની વિગતો પરથી લાગે છે કે તમારા બોયફ્રેન્ડને અલ્સર (હોજરીમાં ચાંદા) છે. આ બીમારી બહુ વધી ન હોય તો ગભરાવા જેવું નથી. તમે જણાવ્યું છે તેમ વ્યક્તિ મરી જવાનો ડર રહેતો નથી. હા, તમારા બોયફ્રેન્ડે તમાકુ, પાનમસાલા, ધૂમ્રપાન, નશીલા પદાર્થોની આદત છોડવી જ પડશે. આ ઉપરાંત બન્નેના ઘરમાં ખાસ કરીને તેના ઘરના વડીલોને તેની બીમારીની જાણ કરી કોઈ સારા ડોક્ટરની સલાહ લો. ઘરવાળાઓને તેની બીમારીની જાણ થવી જ જોઈએ. ગમે તે ડોકટરની કોઈએ કહેલી દવા લીધી વિના સત્વરે કોઈ નિષ્ણાતની સલાહ લો.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *