કેસર કેરી ની હવે બજાર માં થઇ હો એન્ટ્રી,કેરી ના બોક્સ ના ભાવ સાંભળીને મોઢા માં આવેલું પાણી પણ…

0
1028

હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે લોકો કેરી ખાવાની ખૂબ જ ઇચ્છા રાખતા હોય છે. અમુક વાર તો એવું લાગે છે કે, લોકો માત્ર કેરી ખાવા માટે જ ઉનાળાની રાહ જોતા હોય છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયું ન હતું. જેથી માર્કેટમાં કેરી આવી ન હતી પરંતુ હવે જ્યારે ફળોના રાજા કહેવાતી એવા કેરીની એન્ટ્રી થઇ છે ત્યારે તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

જી હા, તમને જણાવીને આનંદ થાય છે કે બજારમાં કેરીએ એન્ટ્રી મારી દીધી છે. માર્કેટોમાં કેસર કેરીનું આગમન થઇ ગયું છે ત્યારે તેના ભાવો પણ ખૂબ જ વધારે નોંધાઈ રહ્યા છે. આ ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. લોકોની મનપસંદ એવી કેરી ની સિઝન ચાલુ થઈ છે ત્યારે તેઓને કેરી ખાવા નહીં મળે જે ચિંતાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે કેરીનો માત્ર ૩૦ થી ૩૫ ટકા પાક જોવા મળ્યો છે. તેનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું હોવાથી તેના ભાવોમાં ધરખમ વધારો થયો છે. આ વખતે કેસર કેરીના ભાવ 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના નોંધાઈ રહ્યા છે. કેસર કેરીના ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 કિલો એ નોંધાઈ રહ્યા છે. જે જાણીને લોકો પણ આશ્ચર્ય પામી રહ્યા છે.

કેસર કેરીની સાથે સાથે વલસાડની હાફૂસ કેરીની પણ ખુબ જ માંગ સર્જાતી હોય છે. ત્યારે હાફુસ કેરીના ભાવ પણ આસમાને છે. વલસાડની ફેમસ હાફુસ કેરીના ભાવ 1500 થી લઇને 2000 રૂપિયા સુધીના નોંધાયા છે. તમે જાણો જ છો કે, ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને મસ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. કેટલોક પાક ખરી ગયો હતો જેથી આ વખતે તેના ભાવમાં વધારો થયો છે.

કેરી નું સૌથી વધુ ઉત્પાદન કરતા એવા તલાળા માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે ત્યારે મોટા પ્રમાણમાં વેપારીઓ તેની ખરીદી કરી રહ્યા છે. કેરીમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ચિંતાનું મોજુ તો છવાયું છે પરંતુ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, થોડાક દિવસમાં સારી કેરી પણ ઉતરશે જેથી લોકોએ રાહતના શ્વાસ લીધા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.