સૌરાષ્ટ્રના આ જગ્યા પર આવેલું છે બજરંગદાસ બાપાનું ગામ, બજરંગદાસ બાપાનો આજે પણ પરિવાર તેમના જૂના ઘરમાં એવી હાલતમાં રહે છે કે…જય સીયારામ

0
348

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે અને ગુજરાતની આ ધરતી પર ઘણા બધા ચમત્કારિક સાધુ સંતો પણ થઈ ગયા છે જે લોકો પોતાના કામથી અને માનવ સેવાના કલ્યાણથી લોકોનો ઉદ્ધાર કરતાં ગયા છે અને તેમાં સૌના પ્રિય એવા બગદાણા વાળા બજરંગદાસ બાપાની આજે અમે મિત્રો તમને વાત કરવાના છીએ.

સંત શિરોમણી એવા બજરંગદાસ બાપા એ પોતાનું આખેઆખું જીવન લોકોની સેવા કરવા પાછળ પણ કરી દીધું છે અને પ્રભુની ભક્તિ પણ એવો એ ખૂબ જ વધારે કરી છે.મિત્રો બજરંગદાસ બાપા તો સાક્ષાત દિવ્ય અવતાર હતા અને આજે આપણે બજરંગદાસ બાપાના ઘર અને ગામ વિશે વાત કરવાના છીએ. ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે

બજરંગદાસ બાપા તો સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે અને બજરંગદાસ બાપાનો જન્મ મિત્રો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસે આવેલા લાખણકા ગામમાં થયો હતો અને બજરંગદાસ બાપાના ગામની ગલીઓમાં રમી રમીને તેઓ મોટા થયા છે ત્યારે આજે પણ સંત શિરોમણી એવા બજરંગદાસ બાપાનું લાખણકા ગામમાં મકાન આવેલું

છે.મિત્ર બજરંગદાસ બાપાના આજે પણ ઘરોમાં તેમના વંશજો રહે છે અને આજે તેમના ઘરમાં મનુ બાપુ રહે છે અને તે સંબંધમાં તેમના પૌત્ર થાય છે અને આ ગામમાં પણ બજરંગદાસ બાપાના નામની મઢુલી પણ બનાવવામાં આવી છે અને ત્યાં પણ દરરોજ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ સ્થાનનું મહત્વ પણ બગદાણા ગામ જેટલું થઈ ગયું છે માટે લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે દર્શન કરવા માટે પણ આવતા હોય છેમિત્રો બજરંગદાસ બાપાના પોત્ર

એવા મનુ બાપુએ જણાવ્યું કે જ્યારે બાપા દેવલોક પામ્યા ત્યારે આ ગામમાં નાગડા અચાનક જ વગકા લાગ્યા હતા. અને વાદળમાંથી ચંદન નો વરસાદ થયો હતો અને આ દ્રશ્ય જોઈને તમામે તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. આ દશ્યો જોયા બાદ લોકોએ જણાવતા કહ્યું કે આજે પણ લાખણકા ગામે જઈને લોકો દિવ્ય અનુભૂતિ થાય છે માટે આજે પણ બજરંગદાસ બાપાના વંશજોએ તેમનું પરસાદી નું ઘર સાચવીને રાખ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.