આ વીર જવાન દેશની સેવા કરતા-કરતા થયો શહીદ, તેમની અંતીમ યાત્રા માં હાજર બધા જ લોકો રડી પડ્યા અને રડતા રડતા બોલ્યા…

0
142

દેશની સેવા કરવા માટે જવાનો પોતાનું બધું જ ભૂલી જતાં હોય છે. ગમે તેવી ઠંડી હોય કે ગરમી, તેઓ ચોવીસે કલાક દેશની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. પોતાના પરિવારથી દૂર રહીને હરહંમેશ દેશની સેવા અને સલામતી માટે ઝઝૂમતા હોય છે. તેઓમાં એટલી હદે દેશપ્રેમ હોય છે કે પોતાના જીવનું બલિદાન આપતા પહેલા એકવાર પણ નથી વિચારતા.

ત્યારે ઘણા જવાનો એવા હોય છે જે પોતાની ફરજ પૂરી કરીને પોતાના વતન પરત ફરતા હોય છે. ત્યારે પરિવારમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને દેશની સેવા કરવા બદલ તેમનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ ખુબ જ ઓછા જવાનો હોય છે જે પરત પોતાના વતન આવતા હોય છે. મોટા ભાગના જવાનો દેશની સેવા કરતાં કરતાં પોતાના પ્રાણ પણ ત્યાગી દેતા હોય છે.

આવા જ એક શહીદ જવાનની આજે આપણે વાત કરવાના છીએ. તીરોડા તાલુકાના ચીરેખની ગામના રહેવાસી આ જવાનું નામ મહેન્દ્ર પરાધી હતું. તેઓ અરુણાચલ પ્રદેશમાં ફરજ પર હતા. 25 માર્ચના રોજ તેઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. તેમનો પાર્થિવ દેહ એમના વતન પરત આવ્યો, તે સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમનો પાર્થિવ દેહ જોઈને તેમનો પરિવાર ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો હતો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, તેમના પરિવારમાં તેમની પત્ની ગાયત્રીબેન અને બે બાળકો હતા. આજે આ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ શહીદ જવાનની અંતિમ વિદાયમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને અશ્રુભરી આંખે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.,તેમની અંતીમ યાત્રા માં હાજર બધા જ લોકો રડતા રડતા બોલ્યા હતા ભારત માતા કી જય.

તેમના નાના દીકરાએ તેમને અગ્નિદાહ આપ્યો હતો જેને જોઈ ત્યાં હાજર સૌ કોઈ રડી પડ્યા હતા. પરિવાર નિરાધાર થયો હતો બાળકો પિતાવિહોણા બન્યા હતા. આ ઉપરાંત, ગામનું ગૌરવ એવા આ વીર જવાન શહીદ થતા સમગ્ર ગામ લોકો માં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.