અનોખા અંદાજમાં કાઢી જાન : વરરાજા શણગારેલા બળદગાડામાં જાન લઈને પરણવા આવ્યો – જુઓ વિડિયો

0
27

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા લગ્નમાં અનોખા અંદાજમાં ઝાડ કાઢવામાં આવી છે. અહીં પ્રાચીન સંસ્કૃતિ મુજબ એકના એક દીકરાની જાન શણગારેલા બળદ ગાડામાં કાઢવામાં આવી હતી. આ જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ જાનને જોઈને ઘણા લોકોને જૂની યાદો તાજા થઇ ગઇ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં આ અનોખી જાન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આજના જમાનામાં લગ્નમાં દેખાદેખીમાં લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને મૂળ ખોડુ ગામના રહીશ લાભુ ડાભીના દીકરા ધવલ ના લગ્નમાં અનોખા અંદાજમાં કાઢવામાં આવી હતી.

લગ્નમાં શણગારેલા બળદ ગાડા માં જાન લઇ જવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આજે ખોડુ ગામથી જાન વઢવાણ ખાતે આવી પહોંચી હતી. લોકો જાણે દરમિયાન માત્ર થોડીક જ કલાકો માટે મોંઘી કાર ભાડે લાવે છે અને હજારો રૂપિયા ખર્ચી નાખે છે.

જ્યારે લાભુભાઈ પ્રાચીન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને શણગારેલા બળદ ગાડામાં પોતાના દીકરાની જાન કાઢી હતી. આ જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ અનોખી જાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઘણા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વરરાજાના પિતા લાભુ ભાઈ નું કહેવું છે કે, બળદગાડામાં જાન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમી સંસ્કૃતિ ને બદલે આપણી ઐતિહાસિક પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો છે. બળદગાડામાં જાન લઈ જવા માટે મેં મારા પુત્ર ને વાત કરી હતી અને આ વાત સાંભળીને મારો પુત્ર પણ બળદગાડામાં જાન લઈ જવા માટે સહમત થઈ ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.