Breaking News

ફક્ત વાળજ નહીં પરંતુ આ કામ માટે પણ ખુબજ ઉપયોગી છે ડુંગળી,ફટાફટ જાણીલો ખાસ રીત વિશે.

ઘરમાં ડુંગળી સુધારવાની કે ખાવાની કોઈ વાત આવે તો ડુંગળી સુધારવી તે આપણા બધા માટે એક અઘરો ટાસ્ક બની જતો હોય છે. કેમ કે તેના લીધે આંખોમાં વધુ પ્રમાણમાં બળતરા થતી હોય છે અને ઘણી વખત આંસુ પણ આવી જતા હોય છે. પરંતુ આ એક અવગુણની સામે ડુંગળીના વિવિધ ફાયદાઓ પણ છે. જેને આપણે નજર અંદાજ ન કરી શકીએ. ડુંગળી એક એવી અનોખી વસ્તુ છે કે જેમાં શરીરની તંદુરસ્તીનો ખજાનો છુપાયેલો છે.

ડુંગળી ભોજનના સ્વાદને વધારવા માટે ઓળખાય છે. વાત જ્યારે પનીર છોલે અને રાજમા બનાવવાની આવે છે ત્યારે ડુંગળી વગર આ શબ્જી બનાવવું અશક્ય જ લાગે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી ન માત્ર તમારા ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીનો જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે.

ડુંગળીમાં મેગ્નેશિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક, એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ હોવાથી તે કેટલીય બીમારીઓથી બચવાનું કામ કરી શકે છે. ડુંગળીને વાળની સમસ્યાથી લઇને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓમાં પણ અસરકારક માનવામાં આવે છે. તો જાણો, ડુંગળીથી થતાં ફાયદાઓ વિશે…

ડુંગળીના આમ જોવા જઈએ તો બહું બધા ફાયદા છે તેમાં વાળને લાંબા અને સિલ્કી કરવામાં હેલ્પ કરે છે. જો તમારા વાળ પણ જલ્દી લાંબા નથી થઇ રહ્યા, તો ડુંગળી તમારી આ તકલીફને છુમંતર કરી દેશે. આ સમસ્યાના ઉપયોગ માટે માત્ર ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવાનો શરૂ કરવાનો છે. જેનાથી વાળ પણ લાંબા થશે. અઠવાડિયામાં એકથી બે વખત ડુંગળીના રસને વાળના મૂળમાં પણ લગાવવો જોઈએ.

કેન્સરના જોખમને કારણે પણ ડુંગળી બચાવે છે. તમને કહી દઈએ કે ડુંગળીમાં એવા તત્વો છે, જે આપણને કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય કાચી ડુંગળીના સેવનથી ઈમ્યુન સીસ્ટમ વધુ મજબુત થાય છે. જેના કારણે રોગ પ્રતીકારારક શક્તિમાં વધારો થાય છે.પીરિયડના દુખાવા માટે ડુંગળીનો જ્યુસ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં ડુંગળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીના જ્યુસને એનર્જી માટે પણ સારું માનવામાં આવે છે.

ડુંગળી ખાવાથી ભલે મોંઢામાંથી થોડાક સમય માટે દુર્ગંધ આવે છે, પરંતુ મોંઢા તેમજ દાંત માટે ડુંગળીનો જ્યુસ ઘણો ગુણકારી માનવામાં આવે છે. ડુંગળી અથવા ડુંગળીનો જ્યુસ પીવાથી દાંતના દુખાવાથી છૂટકારો મળી શકે છે.ડુંગળીનો જ્યુસ પીવાથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકે છે. ઈમ્યૂનિટી સીઝનલ સંક્રમણથી બચવાનું કામ કરે છે. ઈમ્યૂનિટી કમજોર થવાથી આપણે સીઝનલ સંક્રમણની ચપેટમાં આવી શકીએ છીએ.

ડુંગળીનું વજન ઓછું કરવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે પણ વજન ઓછું કરવા જુદી જુદી રીતો અપનાવી રહ્યા છો, તો તમારે નિયમિત રીતે લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. તેમાં બોડીની કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે.આ સિવાય કાનના દુઃખાવામાં પણ ડુંગળી શરીર માટે ફાયદાકરક સાબિત થાય છે. કાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડુંગળીને રાખમાં શેકીને તેનો રસ કાઢી લેવો. ત્યાર પછી આ રસને કાનમાં નાખવો તેનાથી કાનની સમસ્યામાં જરૂરી રાહત મળશે.

ડુંગળી આ ઉપરાંત યાદશક્તિ વધારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તમને કહી દઈએ કે દરરોજ ડુંગળીનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેથી જો તમારે તમારા બાળકોની યાદશક્તિમાં જરૂરી વધારો કરવો હોય તો નાનપણથી જ તેને ડુંગળી ખાવાની એક ટેવ પાડી દેવી જોઈએ.રાત્રે સૂતા પહેલા ડુંગળીનો ટુકડો મૂકી રાખવાથી ફાયદો થાય છે. ઘણા ડુંગળી અને લસણ હવાને શુદ્ધ કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે તે શરીર પર લગાવવામાં આવે છે, ત્યારે તેઓ શરીરના જંતુઓ અને બેક્ટેરિયાને પણ નાશ કરે છે.

રાત્રે મોજામાં ડુંગળી મુકીને સૂવાથી અંગો સ્વસ્થ રહે છે. એવું પણ તબીબી રીતે કહેવામાં આવ્યું છે કે પેટમાં હાજર ફોસ્ફોરિક એસિડ લોહીની ધમનીઓમાં લોહીને શુદ્ધ બનાવે છેતમારા શરીરમાં આંતરિક અવયવોની સીધો પ્રવેશ કરે છે. પગની નીચે સીધા વિવિધ ચેતા અંગ (લગભગ 7,000) હોય છે, જે શરીરના જુદા જુદા ભાગો સાથે જોડાયેલા હોય છે. તેઓ શરીરની અંદર શક્તિશાળી ઇલેક્ટ્રિકલ સર્કિટની જેમ કાર્ય કરે છે, પરંતુ પગરખાં અને ચંપલ પહેરવાને કારણે તેઓ ઘણીવાર નિષ્ક્રિય થઈ જાય છે. માત્ર ત્યારે જ સલાહ આપવામાં આવે છે કે આપણે બધાએ કેટલાક કલાકો ઉઘાડપગે ચાલવું જોઈએ.આ સુગંધવાળી ડુંગળીની ટુકડો તમે સૂતા હોવ ત્યારે ઓરડામાં રહેલી હવાને શુદ્ધ કરવામાં મદદ કરશે. આ પગને સુગંધિત કરશે અને રસાયણો અને ઝેર પણ પ્રમાણમાં દૂર કરશે.

આ ઉપરાંત ઉનાળાની સીઝનમાં ડુંગળી લુ થી પણ બચાવે છે. જ્યારે પણ તમારે તડકામાં રહેવાનું થાય ત્યારે ખીચ્ચામાં એક ડુંગળી રાખી દેવી જોઈએ. તેવું કરવાથી લુ લાગતી નથી. આ સિવાય જો કોઈ બાળકને લુ લાગી ગઈ હોય, તો તેને ડુંગળીનો રસ પીવડાવો જોઈએ અને પગના તળિયામાં ડુંગળીના રસની માલીસ કરવી તેનાથી બાળકને લુ લાગવાથી થયેલ તકલીફોમાં રાહત મળે છે.જો પેટમાં અતિસાર અથવા ધડ આવે છે, તો ડુંગળીનો રસ પીને થોડો સમય સૂઈ જાઓ. પેટમાં દુખાવો અને ઝાડા ટૂંકા સમયમાં સમાપ્ત થઈ જશે.

ડુંગળીનો જ્યુસ પીવાથી શરીરનો સોજો ઓછો કરી શકાય છે. ડુંગળીના જ્યુસમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે લોહીમાં જલ્દી ભળી જાય છે. તેના સેવનથી સોજો ઝડપથી ઠીક કરવામાં મદદ મળી શકે છે.ડુંગળીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે ડુંગળીના જ્યુસનું સેવન કરવું જોઇએ. તેના માટે ડુંગળીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોઇ શકે છે. પરંતુ કોઇ પણ નુસ્ખા અજમાવતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *