ખેડૂતો થયા રાજીના રેડ,તમાકુના ભાવ માં ભુક્કા કાઢતી તેજી,ભાવમાં ખૂબ મોટો ઉછાળો

0
127

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વાવાઝોડું, માવઠા જેવા કુદરતી ફેરફારને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી છે કારણકે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને કેટલોક પાક બળી ગયો છે જ્યારે મોટાભાગનો પાક વાવાઝોડાના કારણે આડો પડી ગયો છે. જેથી આ વર્ષે પાકના ઉત્પાદન નું પ્રમાણ ખૂબ જ ઓછું થયું છે.

પાક ઉત્પાદન નું પ્રમાણ ઘટતા બજારમાં તેની માંગમાં વધારો થયો છે. જેથી આ વર્ષે ખેડૂતોને પોતાના બધા જ પ્રકારના પાક નો સારો એવો ભાવ મળી રહ્યા છે. પાક નો સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.ચરોતર પ્રદેશના ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર મળ્યા છે. સામાન્ય રીતે ચરોતર પ્રદેશના વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે તમાકુનું વાવેતર કરતા હોય છે.

અહીંયા અન્ય પાકોની જેમ તમાકુ ના પાક ના ભાવ માં પણ ઝડપથી વધારો થયો છે. તમાકુનું ઉત્પાદન ઓછું થતા માર્કેટયાર્ડોમાં તેની માંગમાં ખૂબ જ વધારો થયો છે.એપીએમસી માર્કેટ યાર્ડમાં આ વર્ષે તમાકુના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. થોડા દિવસો પહેલા માર્કેટયાર્ડમાં હરાજી યોજાઇ હતી જેમાં ઊંચી કક્ષાના તમાકુનો ભાવ 3500 રૂપિયા સુધી બોલાવ્યો હતો

જ્યારે ગયા વર્ષે તમાકુનો ભાવ 2800 રૂપિયા પ્રતિમણ જોવા મળ્યો હતો.લગભગ આ વર્ષના ભાવ કરતાં 700 રૂપિયા જેટલો ઓછો છે. પોતાના પાક આટલો ઊંચો ભાવ જોઈને ખેડૂતોમાં ખુશીનો પાર રહ્યો નથી. તમાકુનું વાવેતર કરતા ખેડૂતો ઉપરાંત જે ખેડૂતો મગફળી, ચણા,જીરું તેમજ કપાસનું વાવેતર કરે છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષ પહેલાં પોતાનો ઉત્પાદનનો આટલો ઊંચો ભાવ તેમને ક્યારે પણ મળ્યો નથી. જો પાક ની માંગ આવીને આવી રહેશે તો ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. માર્કેટયાર્ડ દ્વારા જાહેર થયેલા પાકના ભાવ ને જોઈને ખેડૂતોમાં ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.