Breaking News

ફેબ્રુઆરી માસ છે ખાસ,જાણો શું છે આ મહિનામાં મહત્વનું…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આજથી અંગ્રેજી કેલેન્ડરનો બીજો મહિનો ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે. આજે હિન્દી કેલેન્ડરનો માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આજે સાંજે પંચમી તિથિનો પ્રરંભ થઇ રહ્યો છે. ધાર્મિક દૃષ્ટીએ ફેબ્રુઆરી માસનું ખુબજ મહત્વ રહેલું છે.

આ મહિનામાં ખાસ ગણાતા અનેક તહેવાર અને વ્રત આવી રહ્યા છે.આ મહિનામાં ષટતિલા એકાદશી, મૌની અમાવસ્યા, ગણેશ જયંતિ, વસંત પંચમી, કુંભ સંક્રાંતિ, અચલા સપ્તમી, શિવાજી જયંતિ, ભીષ્મ અષ્ટમી, જયા એકાદશી, હઝરત અલીનો જન્મદિવસ, માઘ પૂર્ણિમા, ગુરુ રવિદાસ જયંતી સહિત ઘણા ઉત્સવો અને તહેવારોની અપેક્ષા છે.ચાલો આપણે જાણીએ કે આ ઉપવાસો અને તહેવારો કયા તારીખ અને દિવસે આવશે.

7 ફેબ્રુઆરી 2021 ષટતિલા એકાદશી,09 ફેબ્રુઆરી 2021 ભૌમ પ્રદોષ વ્રત,10 ફેબ્રુઆરી 2021 માસિક શિવરાત્રી,11ફેબ્રુઆરી 2021 મૌની અમાવસ્યા,12 ફેબ્રુઆરી 2021 માઘ ગુપ્ત નવરાત્રિની શરૂઆત, કુંભ સંક્રાંતિ 15 ફેબ્રુઆરી 2021 ગણેશ જયંતિ, વિનાયક ચતુર્થી,16 ફેબ્રુઆરી 2021 વસંત પંચમી,19 ફેબ્રુઆરી,2021 અચલ સપ્તમી, શિવાજી જયંતિ,20 ફેબ્રુઆરી 2021 ભીષ્મ અષ્ટમી,21 ફેબ્રુઆરી 2021 માઘ ગુપ્ત નવરાત્રિ સમાપન,23 ફેબ્રુઆરી 2021 જયા એકાદશી,24 ફેબ્રુઆરી 2021 પ્રદોષ વ્રત,26 ફેબ્રુઆરી 2021 હઝરત અલીનો જન્મદિવસ,27 ફેબ્રુઆરી 2021 માઘ પૂર્ણિમા,

ગુરુ રવિદાસ જયંતી તો આ ફેબ્રુઆરીના ખાસ વ્રત તહેવારને નોંધી લો. આ વખતના મહિનામાં વિનાયક ચતુર્થી, શિવાજી જયંતિ, ગુપ્ત નવરાત્રિ, મૌની અમાવસ્યા, ભૌમ પ્રદોષ વ્રત જેવા તહેવારો આવશે.વધુ માહિતી આપતા તમને જણાવીએ કે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે અને અમે તમને જણાવીશું કે આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ફળાહારમાં શું ખાઈ શકાય મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.

અને હજારો લાખો ભક્તો ભગવાનની આ દિવસે ઉપાસના કરશે. 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવેશે. ઉપવાસનો દિવસ હોય ત્યારે ભક્તો ખાસ કરીને ભારે હોય તેવું ભોજન લેતા નથી. વ્રત દરમિયાન દાળ અને અનાજનું સેવન કરવાનું ટાળવામાં આવે છે. આ બધાની જગ્યાએ બટાકા, સાબુદાણાને ભોજનરુપે લેવામાં આવે છે. આમ આ દિવસે ફળફળાદીની સાથે દૂધ અને દહીં લઈ શકાય છે

કેટલાંક ભક્તો આ દિવસે નિર્જલા વ્રત કરે છે અને તેમાં આખા દિવસ દરમિયાન જળનો ત્યાગ કરવામાં આવે છે. જો કે ગર્ભવતી મહિલાઓએ ઉપવાસ ના કરવો જોઈએ તેવી સલાહ આપવામાં આવે છેજ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી બન્યો છે. પૂનમથી અમાસ સુધીના શુક્લ અને વદનાં પંદર દિવસોમાં અગિયારમા દિવસે કરવાનું વ્રત તે એકાદશીનું વ્રત. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે જીવોએ પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે

મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની વિશુદ્ધિ કરવાનું વ્રત તે એકાદશી છે. સામાન્ય રીતે બે એકાદશી પંદર પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણી વાર એવું થાય છે કે એકાદશી કદાચિત બે વાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.ગરુડ પુરાણમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયનાં એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે.

પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલા એક કલાક ૩૬ મિનિટ કરતાં ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો તે અપૂર્ણ એકાદશી કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહે છે કે જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીનાં ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો. આ વ્રત સામાન્ય રીતે ત્રણ દિવસનાં વિધાનથી થાય છે જેમાં દશમીનાં દિવસે મનુષ્યએ એકવાર ભોજન કરવું, એકાદશીનાં દિવસે કેવળ જળ પર આધાર રાખવો અને બારશનાં દિવસે ફરી એકટાણું કરવું.

એકાદશીનું વ્રત કરવાથી સુખ,શાંતિ તથા સમૃદ્ધિની સાથે પણ થાય છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શારીરિક આધિ વ્યાધિઓ દૂર થાય છે.એકાદશી કરી રહેલા ભક્તજનો માટે થોડાં નિયમ બતાવેલા છે. જેમ કે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ. આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ, અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ. એકાદશીની રાત્રીએ જાગરણ કરવું.

એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્યવસ્તુઓનો નિષેધ પણ કરવામાં આવ્યો છે.એકાદશી એ વ્રત છે જેનાં દ્વારા ભક્તજનો પોતાનાં પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે એકાદશીનાં વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિ દેવીની કૃપા ઊતરે છે જેને કારણે જીવો અને જીવાત્મા પોતાનાં કર્મનાં બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે.એકાદશીનો ઉપવાસ ઘણા લોકો કરે છે અને આ ઉપવાસને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

પદ્મ પુરાણમાં આ ઉપવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પૌરાણિક કથાઓ 18 પૌરાણિક કથાઓમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી છે અને 55,000 આ પુરાણમાં છે. આ પૌરાણિક ઉપવાસ સાથે જોડાયેલ એક દંતકથા છે અને દંતકથા અનુસાર એકવાર યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણ દ્વારા એક સલાહ આપી હતી. કૃષ્ણના જણાવ્યા અનુસાર, આ ઉપવાસને રાખવાથી, જીવનના તમામ દુઃખ અને પાપોને દૂર કરી શકાય છે. યુધિષ્ઠિરએ કૃષ્ણની સલાહને માની અને એકાદશીના આ ઉપવાસને ઉજવ્યો. તે જ સમયથી લોકો આ ઉપવાસ રાખે છે, અને આ ઉપવાસ રાખવા માટે ઘણા નિયમો પણ જોડાયેલા છે. તેથી, જો તમે આ ઉપવાસ કરો તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું જ પડશે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *