ગ્રીષ્મા ને બદનામ કરવામા ફેનીલે થોડીક પણ કચાશ ના રાખી! ગ્રીષ્મા સાથે પડાવેલ ફોટા પણ ફેનીલે કોર્ટ માં કર્યા હતા રજુ,અત્યારે નરાધમ આ જેલ માં ભોગવી રહો છે સજા

0
6166

સુરતના પાસોદરા માં બનેલી ચકચારી ઘટના પૈકી કોર્ટે તેના ચુકાદો સંભળાવી દીધો છે. તમે જાણતા જ હશો કે, પાસોદરા માં રહેતી દીકરી ગ્રીષ્મા ની નરાધમ ફેનીલ ગોયાણી એ ગળુ કાપીને નિર્મમ હત્યા કરી હતી. પરિવાર સામે જ આ નરાધમ એ દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. સૌ કોઈ ગ્રીષ્મા ને ન્યાય મળે તેની પ્રાર્થના કરતા હતા ત્યારે આખરે તેને ન્યાય મળી જ ગયો.

જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ફેનિલે ગ્રીષ્મા ને બદનામ કરવામાં થોડી પણ કચાશ રાખી ન હતી. ગ્રીષ્મા સાથે પડાવેલા ફોટો કોર્ટ વચ્ચે તેના વકીલે રજૂ કર્યા હતા. અને ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. આપણે જણાવી દઈએ કે ફેનીલ ને બચાવામા તેના વકીલ પણ તેને બચાવવામાં કચાશ ખાઈ ગયા. હાલમાં ફેનીલ તેના પાપ ની સજા સુરત ની લાજપોર જેલમાં ભોગવી રહ્યો છે.

ખૂબ જ કાર્યવાહી અને દોડાદોડી કર્યા બાદ આખરે આ કેસનો ચુકાદો આવી જ ગયું. દીકરીનું જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનીલ ગોયાણી ને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સજા આપવામાં આવતા ગ્રીષ્મા ના પરિવારે સરકારનો આભાર માન્યો છે. પોતાની દીકરીને ન્યાય અપાવવા બદલ તેઓ ખૂબ જ ભાવુક થયા હતા. ગ્રીષ્મા ના કાકી એ પણ જણાવ્યું હતું કે, કોર્ટના આ ચુકાદાથી અમે સંતોષકારક છીએ. અમારી દીકરીને ન્યાય મળી ગયો એનાથી વિશેષ શું હોઈ શકે.

આરોપી ફેનીલ ગોયાણીને જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે તેના ચહેરા પર કોઈપણ પ્રકાર નો અફસોસ કે ડર જોવા મળ્યો ન હતો. તેને આ સજાથી કોઈ પ્રકારનો ફરક પડતો જ નથી તેવું લાગી રહ્યું હતું. 82 દિવસ ની કાર્યવાહી બાદ આખરે જ્યારે દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો ત્યારે તેના પિતા નંદલાલ એ કહ્યું હતું કે, કોર્ટના ચુકાદાથી અમને સંતોષ છે. મને આશા હતી જ કે મારી દીકરીને ન્યાય અવશ્ય મળશે. આ સાંભળીને તેના પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના કે હત્યા કેસમાં માત્ર 70 દિવસમાં જ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગ્રીષ્મા ને ન્યાય મળ્યો તેથી મનમાં 100% સંતોષ અનુભવી રહ્યો છું પણ મને ખુશી થોડી પણ નથી કારણ કે આપણે આપણી લાડકવાયી દીકરી ગ્રીષ્મા ગુમાવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.