સુરત માં બનેલ ઘટના મામલે મોટા સમાચાર : ફેનીલ ગોયાણીએ કોઈ ઝેરી દવા કે પોતાની નસ કાપી ન હતી પરંતુ આ બધા નાટક હતા

0
47

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટનાના પડઘા આજે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા નામની દીકરી નો જાહેરમાં જીવ લઇ લીધો હતો. સુરતમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે.

ફેનીલે દીકરીનો જીવ લીધા બાદ દવા પી હાથની નસ કાપી હતી. ત્યારબાદ પોલીસે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તેમને ગઈકાલે રજા આપતા જાણવા મળ્યું છે તેને કોઈ ઝેરી દવા પીવાનો માત્ર નાટક કર્યો હતો.

હાથની નસ કાપી નથી પરંતુ ચામડી કાપી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે તેને લગભગ 10 ટાંકા લેવામાં આવ્યા છે. ઝેરી દવા પીધી હોવાની કોઇ હિસ્ટ્રી નથી. ઊંઘની ગોળીઓ પહેલેથી લેતા હોવાનું ફેનિલ કહી રહ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં ફેનીલ ને ઓપરેશન બાદ સ્ટેબ્લ થયા પછી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં રિફર કરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેના કાંડા ની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. હાલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ છે.

પરિવારજનોને મળવા દેવા કે નહીં એ કામ પોલીસનું છે.સુરતમાં બનેલી ઘટના કેસમાં હોસ્પિટલમાં દાખલ ફેનીલ ગોયાણી ને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી.ડોક્ટરો કહી રહા છે કે તેની તબિયત સ્થિર છે.તેને રજા આપવામાં આવી ગઈ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.