ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે મોટા સમાચાર,દીકરી નો જીવ લેવા ફેનિલે એક નહિ પણ બે પ્લાન બનાવ્યા હતા,જાણો બીજો પ્લાન

0
28

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે

જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.દીકરી ના મૃત્યુ બાદ તેની પળેપળની માહિતી જાણવા લોકો ઉત્સુક બન્યા છે અને તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઇ રહી છે.

ત્યારે જે દિવસે દીકરી નું મૃત્યુ થયું તે દિવસે સવારે કોલેજ ની અંદર ખિલખિલાટ કરતી દીકરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે જે આપણા બીજા અહેવાલ માં તે ફૂટેજ દર્શાવામાં પણ આવ્યા છે.હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે ફૂલ જેવી દીકરીનો જીવ લેનાર આરોપી ફેનીલ ને કોઈપણ પ્રકારનો તેના ચહેરા પર પસ્તાવો જોવા મળી રહ્યો નથી.

એમાં તેને સંતોષ છે કે તેને આ દીકરીનો જીવ લઇ લીધો. દીકરીનો જીવ લેવા માટે ફેનીલે બે પ્લાન બનાવ્યા હતા.પોલીસની કડક પૂછપરછ ની અંદર આ સમગ્ર વિગતો સામે આવી છે અને જાણવા મળ્યું છે તે ફૂલ જેવી દીકરી નો જીવ લેવા આ નરાધમ ફેનીલે માઈક્રો પ્લાનિંગ ની માહિતી સામે આવી હતી અને તેણે આ ત્રણ મહિના પહેલાં કરી હતી.

તેને પ્લાન એ અને પ્લાન બી બનાવ્યા હતા.ફેનીલ ના જણાવ્યા પ્રમાણે કોઈ લોકો પકડે અથવા કોઈ લોકો તેને જીવ લેતા રોકે તો તેના કમરના ભાગે તેને સાધન છુપાવ્યું હતું.સુરત જિલ્લાના પાસોદરા ગામમાં દીકરીનો જીવ લેવામાં આવ્યો હતો ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી

અને બાદમાં આરોપી ફેનીલ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડમાં અનેક પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં સાક્ષી, પંચનામાં, ફેનીલ ના મોબાઈલ માંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપ નો એફએસએલ નો રિપોર્ટ વગેરે સહિત ના પુરાવા ભેગા કરાયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.