પોલીસ રિમાન્ડ માં આવ્યા બાદ ફેનીલ નું ફરી એક વાર આવ્યુ ચોંકાવનારું નિવેદન,ગ્રીષ્મા ના જન્મ દિવસે તેઓ આર વી પટેલ કોલેજ માં મળ્યા હતા અને ત્યાં થયું હતું એવું કે…

0
27

દીકરીઓની સુરક્ષાના મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરતમાં થયેલા કેસ ના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં સતત છેલ્લા થોડા દિવસોથી ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. એવામાં સુરત થી કઈ ઘટના સામે આવી રહી છે જેમાં યુવક દ્વારા યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના લીધે ભયનો માહોલ ઉભો થયો છે. કેમકે આ મોત એટલી ભયંકર હતી કે યુવતી તેના પરિવારની સામે સેંકડો લોકોની સામે મોતને ભેટી છે.

સુરત સહિત અન્ય રાજ્યમાં જન ધન ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આરોપીને મંગળવારની સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને પોલીસે તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આગળની કાર્યવાહી ત્યાં કરવામાં આવી હતી અને ફેનિલ એ પોતાનો બચાવ કર્યો હતો અને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

તેને સમગ્ર ઘટના વિશે દાવો કર્યો કે મારા અને ગ્રીષ્મા ના પ્રેમ પ્રકરણની વાતો તેના પરિવારના સભ્યોને થઈ એટલે તેને મારા માતા-પિતા પર હાથ ઉઠાવ્યો હતો. જે વસ્તુનો મેં બદલો લીધો છે. દિવ્ય ભાસ્કરના છપાયેલા અહેવાલ મુજબ વેકરીયા કેસના આરોપીએ પોલીસને ચોંકાવનારું નિવેદન આપ્યું છે તે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

22 ડિસેમ્બરે દીકરી નો જન્મદિવસ હતો તેથી બન્નેની મુલાકાત આર વી પટેલ કોલેજ માં થઈ હતી અને બંને ફરવા ગયા હતા. લગભગ એક વર્ષ પહેલા દીકરીના ફોન ની ડિસ્પ્લે તૂટી ગઈ હતી અને તેને નવો ફોન લઇ આપ્યો હતો. જુનો ફોન રિપેર થતા તેના મામાને આવ્યો હતો અને બંનેના પ્રેમસંબંધની વાત તેમના મામા ને ખબર પડી ગયો હતો.

ત્યારે ગ્રીષ્મા એ તેણે એમ પણ કહ્યું હતું કે હવે તું મારી સાથે વાત ના કરતો હું તને સામેથી મેસેજ કરીશ. ત્યારબાદ દીકરીના મામા અને કાકા અમરોલી કોલેજ પાસે ફેનીલ ને બોલાવ્યો હતો અને ત્યાં તે ગયો ત્યારે તેને કહ્યું હતું કે તમારા બંને વચ્ચે જે કંઈ ચાલી રહ્યું છે તે બંધ કરી દેજો નહિતર વારો પડી જશે.

પછી ફેનીલ એ કહ્યું કે અમારે બંનેને પ્રેમ સંબંધ છે એટલે અમારા લગ્ન કરાવી આપો. આ સાંભળીને પુત્રીની માતાએ કહ્યું આ બધું બંધ કરી દે ને ચાલ તારા ઘરે તારા પપ્પાની સાથે વાત કરી છે ત્યારે સમાજમાં બદનામી ની બીકે તેને મળવાની ના પાડી હતી. પરંતુ બંને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત શરૂ હતી.

દિવાળીના દિવસે ફેનીલ ના મોટા પપ્પા પર કોઈક નો ફોન આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે તમારો દીકરો અમારી દીકરી ને હેરાન કરી રહ્યો છે તેમ જ દીકરીના મામા તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવે છે અને ફેનિલ અને તેના મોટા પપ્પા બંને જાય છે. પછી એક રાત ની વાત કરવામાં આવે તો ફેનીલ ના કયા પાઠ સાત લોકો આવે છે અને ફેનિલ ને ઝાપટ મારે છે એટલે ફેનિલ સામે મારે છે અને પછી તેના માતા-પિતાને પણ ઝાપટ મારે છે તેથી ફેનિલ ને મનમાં લાગી ગયું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.