Breaking News

ફિલ્મોમાં આવતાં પહેલાં આવી વિચિત્ર નોકરીઓ કરતાં હતાં હાલના આ સુપરસ્ટાર, કોઈ પોર્ન તો મજૂરી.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવૂડ ફિલ્મજગતના અનેકવિધ એવા સિતારાઓ છે કે જે આજે સફળતાની સીડી ચડી રહ્યા છે અને ફિલ્મજગતમા સારી એવી ખ્યાતી મેળવી ચુક્યા છે. તેમણે બોલિવૂડ ફિલ્મજગતમા આવતા પહેલા અન્ય જગ્યાઓએ પણ પોતાનુ ભાગ્ય અજમાવ્યુ હતુ. બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કરતા પહેલા તેમણે અન્ય ઘણી જગ્યાઓએ નોકરીઓ કરી હતી. તો ચાલો આજે આ લેખમા અમે તમને આવા જ સિતારાઓ અને તેમની પહેલાની નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સોનાક્ષી સિન્હા.બોલિવૂડ ફિલ્મજગતના લોકપ્રિય અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી ફિલ્મજગતમા અભિનેત્રી તરીકે સારુ નામ કમાઈ ચૂકી છે. ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા એક કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી. તેણીએ ફિલ્મ દબંગથી બોલિવૂડમા એન્ટ્રી કરી હતી. આ પહેલા તે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. વર્ષ ૨૦૦૫ મા ‘મેરા દિલ લે કે દેખો’ નામની એક ફિલ્મ આવી હતી, જેના માટે તેણે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.

નવાઝુદ્દીન સિદ્દીકી.બોલિવૂડ ફિલ્મજગતના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સાબિત કરી બતાવ્યુ છે કે, કોઈપણ વ્યક્તિની આવડત ક્યારેય દબાતી નથી. તેણે એક કેમિસ્ટની દુકાનમા સૌથી પહેલા કામ કર્યુ હતુ. ત્યારબાદ તે દિલ્હી ચાલ્યો ગયો હતો. અહી તેણે દોઢ વર્ષ સુધી ચોકીદાર તરીકે કામ કર્યુ હતુ. ત્યારબાદ તે મુંબઈ પહોંચી ગયો. અહીયા તેણે બોલિવૂડની ફિલ્મોમા નાના પાત્ર ભજવ્યા હતા. હાલ, તે ફિલ્મજગતનો એક ચમકતો સિતારો બની ગયો છે.

સની લિયોન.આ વાત તો સૌ કોઈ જાણે છે કે, બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા સની લિયોન એક એડલ્ટ સ્ટાર હતી પરંતુ, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ પહેલા તે એક જર્મન બેકરીમા પણ કામ કરી ચૂકી છે. એટલુ જ નહીં, તે ટેક્સ અને રિટાયરમેંટ કંપનીમાં પણ કામ કરી ચુકી છે.

રણવીર સિંહ.હાલ, આ અભિનેતા એ બોલીવુડ ફિલ્મજગતમા સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો છે પરંતુ, તેણે તેની કારકીર્દિની શરૂઆતમા એક જાહેરાતની એજન્સીમા કોપીરાઇટર તરીકે કામ કર્યુ હતુ. ત્યારબાદ તેને યશરાજ પ્રોડક્શનની ફિલ્મ “બેન્ડ બાજા બારાત” મા બ્રેક મળ્યો. ત્યારબાદ તે ફક્ત આગળ વધતો રહ્યો અને તેને ક્યારેય પાછળ વળીને જોવાની જરૂરીયાત પડી નથી.

અક્ષય કુમાર.બોલિવૂડ ફિલ્મજગતના ખેલાડી તરીકે ઓળખાતા આ અભિનેતા અમૃતસર થી દિલ્હી પહોંચ્યા અને ત્યારબાદ દિલ્હી થી તે મુંબઇ ગયા. તેમણે ખૂબ જ મહેનત કરી છે. બોલીવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કરતા પહેલા તે બેંગકોકમા વેઈટર તરીકે કાર્ય કરતા હતા. વર્ષ ૧૯૯૧ મા આવેલી ફિલ્મ સૌગંધ થી તેમણે ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો અને આજે તે ફિલ્મજગતના સુપરસ્ટાર બની ચુક્યા છે.

જ્હોન અબ્રાહમ.જેઝી બી નુ ગીત સુરમાના કારણે આ અભિનેતા સૌપ્રથમ વાર હેડલાઇન્સમા આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૩ મા ફિલ્મ જીસ્મથી તેણે ડેબ્યૂ કર્યુ હતુ અને હાલ તે ફિલ્મજગતમા એક્શન કલાકાર તરીકે જાણીતો બની ચુક્યો છે. તમને જાણીને નવી લાગશે કે, જ્યારે આ અભિનેતા ફિલ્મોમા કામ કરતો નહોતો ત્યારે તે મીડિયા અને જાહેરાત કંપનીમા પ્લાનર તરીકે કામ કરતો હતો.

બોમન ઈરાની.આ અભિનેતાની ગણના હાલ બોલીવુડ ફિલ્મજગતના સૌથી શક્તિશાળી અને પ્રતિભાશાળી કલાકારોમા થાય છે. તમને જાણીને નવી લાગશે કે, ફિલ્મોમા કામ કરતા પહેલા તે મુંબઇની એક ફાઇવ સ્ટાર તાજ હોટેલમા વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કાર્ય કરતા હતા. ત્યારબાદ તેણે ફોટોગ્રાફીને પોતાના વ્યવસાય તરીકે અપનાવી. ત્યારબાદ તેણે ફિલ્મ મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ફિલ્મથી બોલિવૂડમા પ્રવેશ કર્યો.

કિયારા અડવાણી.બોલિવૂડ ફિલ્મજગતમા આ અભિનેત્રીનો પ્રવેશ ફિલ્મ “એમએસ ધોની: ધ અનટોલ્ડ” સ્ટોરીથી થઈ હતી. ત્યારબાદ તેમણે એકથી એક ચડિયાતી ફિલ્મો કરી રહી છે. ફિલ્મોમા પ્રવેશતા પહેલા આ અભિનેત્રી એક પ્રી-સ્કૂલમા કામ કરતી હતી, જ્યા તે બાળકોને ફક્ત એબીસીડી અને ગણતરી જ ભણાવતી નથી પરંતુ, તેના ડાયપર પણ બદલતી હતી.

ભૂમિ પેડનેકર.બાળપણથી જ ફિલ્મોમા કાર્ય કરવાની ભૂમિ પેડનેકરની પ્રબળ ઇચ્છા હતી. તેમણે આ માટે સખત પરિશ્રમ કર્યો અને તેનુ સ્વપ્ન સાકાર પણ કર્યુ. જો કે, ફિલ્મોમા કાર્ય કરતા પહેલા તેણી યશરાજ ફિલ્મ્સમા કાસ્ટિંગ ડિરેક્ટર શનુ શર્મા હેઠળ કાર્ય કરી રહી હતી.

આયુષ્માન ખુરાના.આ અભિનેતા જે આજે બોલીવુડ ફિલ્મજગતમા સૌથી લોકપ્રિય અભિનેતા બની ચુક્યો છે. તેણે આર.જે. તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તે બોલિવૂડ ફિલ્મજગતના ખૂબ જ સફળ અભિનેતા છે. તે હંમેશા તેમની ફિલ્મો માટે જુદા-જુદા વિષયો પસંદ કરે છે. તે ફિલ્મોમા એવી ભૂમિકા ભજવે છે કે તે દરેકના હૃદય જીતી લે.

અમિતાભ બચ્ચન.મહાનાયક અમિતાભ બચ્ચન, બિગ બી અને બૉલીવુડ શહેનશાહની સંપત્તિ વિશે તમે અંદાજ પણ ન લગાવી શકો, પરંતુ એક્ટિંગ પહેલા તેઓ કોલકત્તાની એક શિપિંગ કંપનીમાં ભાડા બ્રોકર તરીકે કામ કરતા હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચનને એક વખત રેડિયો સ્ટેશનનાં જોબ ઈન્ટરવ્યૂમાં રીજેક્ટ કરવામાં આવ્યા હતા. એમને કહેવામાં આવ્યું કે તમારો અવાજ બરાબર નથી. આજે જુઓ, આખી દુનિયા એમનો અવાજ સાંભળવા માટે આતુર છે.

શાહરુખ ખાન.સફળતાનાં શિખરે પહોંચેલ શાહરૂખ, ખરેખર ! બોલીવુડનાં કિંગ છે. એમણે લોકોને રોમાન્સ શીખવ્યો છે અને પોતાનાં અભિનયથી લોકોના દિલ જીત્યા. આજે કરોડો રૂપિયાના માલિક – કિંગ ખાન આ પહેલા ફિલ્મ થિએટરની બહાર સેલ્સમેનનું કામ કરતા હતાં. એ સમયે એમનો પગાર માત્ર 50 રૂપિયા હતો. જ્યારે એમને પોતાનો પહેલો પગાર મળ્યો ત્યારે તેઓ તાજમહેલ જોવા માટે ગયેલા. કહેવાય છે કે, શાહરૂખ ખાને સર્કસમાં પણ ઘણું કામ કર્યું છે. ત્યારબાદ એમના નસીબ બદલાયા અને આજે બોલીવુડનાં કિંગ ખાન બની ગયા.

રણવીર સિંહ.પોતાની એક્ટિંગ અને અંદાઝ દ્વારા લોકોને ઘેલું લગાડનાર રણવીર સિંહ બોલીવુડમાં આવ્યા પહેલા એક એડવર્ટાઈઝ એજન્સીમાં કરતા હતાં. એમણે ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ‘રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મો આપીને બધાનાં ફેવરિટ બની ગયા.

રજનીકાંત.સાઉથનાં ભગવાન સુપરસ્ટાર રજનીકાંત વિશે તો સૌ કોઈ જાણે છે કે, એક્ટિંગની દુનિયામાં આવ્યા પહેલા તેઓ એક બસ કંડક્ટર હતાં. આજે એમની ફિલ્મની ટીકીટ મેળવવા માટે લોકોની લાંબી-લાંબી લાઈનો લાગે છે. ફિલ્મ શરૂ થતાં પહેલાં સુપર સ્ટાર રજનીકાંતનાં નામના નમ્બરિયા પડે છે.

દિલીપ કુમાર.ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન છે અને ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ ફ્રુટ વેચતા હતા. જીવનમાં એમણે ઘણો સંઘર્ષ કર્યો છે. દિલીપ સાહેબે પોતાનાં અભિનય દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવી છે. ફિલ્મ રામ ઔર શ્યામ, દેવદાસ અને સલીમનાં રૂપમાં એમની ભૂમિકા યાદગાર બની ગઈ છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *