ભરઉનાળે આવી રહ્યુ છે ભયંકર વાવાઝોડું,જાણો ગુજરાત પર કેટલી અસર થશે,અંબાલાલ પટેલ ની મોટી આગાહી

0
54647

10 અને 11 મે વચ્ચે ચોમાસું બેસી જશે. ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારત નીચેના સમુદ્રથી થતી હોય છે. વેધર એનાલિસ્ટ જણાવે છે કે 10 અને 12 મે ના રોજ અંદમાન નિકોબાર ટાપુઓ વચ્ચે નૈઋત્યનું ચોમાસું બેસી જશે. સાથે મહારાષ્ટ્રના પશ્ચિમ જિલ્લાઓ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં મે મહિનામાં જ પ્રિમોન્સુન વરસાદ ની સંભાવનાઓ જણાવવામાં આવી રહી છે.

2011 થી 2021 વચ્ચે મે મહિનો આવતા જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન જોવા મળતાં હોય છે. મે મહિનામાં બંગાળની ખાડીમાં સંભવિત વાવાઝોડું ઉત્પન્ન થઇ શકે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે મે મહિનામાં પહેલા અઠવાડિયાની અંદર જ વાવાઝોડું આવી શકે છે.

કેરળમાં ચોમાસું બેસી ગયાના થોડાક દિવસો બાદ ગુજરાતમાં ચોમાસું બેસતુ હોય છે. 15 જૂન આજુબાજુ ચોમાસુ પહોંચી જતું હોય છે અથવા પ્રિમોન્સુન વરસાદ એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. હવામાન વિભાગ દ્વારા હજુ ચોમાસા બેસવા માટેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વિદેશના વૈજ્ઞાનિક મોડલો ના એનાલિસિસ મુજબ હાલમાં વાવાઝોડાને લઈને સૌથી મોટી ચિંતા જનક અપડેટ સામે આવી રહી છે.

5 મે 2022 પછી બંગાળની ખાડી માં એક મજબૂત સિસ્ટમ મોડલો દર્શાવી રહ્યા છે. 10મે ની આજુબાજુ વાવાઝોડું પહોંચી શકે છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ ઉપર એક લો પ્રેશર સર્જાયું છે અને નીચેના મોડલો પરથી જણાઈ રહ્યું છે તે વાવાઝોડા માં રૂપાંતર થશે એટલે કે ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. જોકે મોડલ મુજબ વાવાઝોડું ગુજરાત સુધી પણ આવી શકે છે અને જો કે હજી આગાહી માં ઘણો ફેરફાર જોવા મળી શકે છે.

ગુજરાતમાં વાવાઝોડું કેટલું અસર કરશે તે જણાવવું ખૂબ જ અઘરું છે કેમકે સાયક્લોનિક સામે ઉત્તર ભારત થી બનતુ મોટું એન્ટી સાયકલોનીક વાવાઝોડા અને આગળ વધવા દેતું નથી જેમને કારણે ગુજરાતને આ વાવાઝોડું ખૂબ જ ઓછું અસર કરી રહ્યું છે. આપ જાણો છો કે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર બને છે ત્યારે તેની અસર ગુજરાત પર થતી હોય છે. મિત્રો આ વખતે પણ 10 તારીખે જે વાવાઝોડું ટકરાવાનુ છે તેની અસર ગુજરાત પર સો ટકા થઇ શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.