મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ-ડીઝલ ની નવી કિંમત થઇ જાહેર,જાણો તમારા શહેરમાં કેટલા રૂપિયા માં મળી રહ્યું છે પેટ્રોલ

0
470

સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલ ની નવી કિંમત જાહેર કરી છે અને આજે દિલ્હી મુંબઇ સહિત દેશના ચાર મહાનગરો અને પ્રમુખ શહેરો માં ઈંધણ ની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ સતત 13 માં દિવસે કિંમતો સ્થિર રાખીને ગ્રાહકોને ભાવવધારા માંથી રાહત આપી છે.

છઠ્ઠી એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ પહેલા કંપનીઓએ 22મી માર્ચ થી 4થી એપ્રિલ વચ્ચે 14 વખત ઇંધણના ભાવ વધાર્યા હતા અને આ દરમિયાન પ્રતિ લીટર આશરે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયા અને મુંબઈમાં 120 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા છે જ્યારે ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઇમાં પેટ્રોલ 110.85 રૂપિયા છે જ્યારે ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા માં પેટ્રોલ 115.12 રૂપિયા છે જ્યારે ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર છે.

આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલની કિંમત દરરોજ સવારે 6:00 બદલાય છે.HPCL,BPCL અને IOC નો સવારે છ વાગે નવો ભાવ લાગુ થશે. તમે આ ભાવ તેમની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશનર અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ આ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુન્દ્રા ના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડની કિંમતના આધારે દરરોજ કિંમત માં ફેરફાર થાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા હોય છે અને આપણને જણાવ્યા મુજબ સવારે છ વાગ્યે અપડેટ થતાં હોય છે. પેટ્રોલ ડીઝલ ના રોજ ના ભાવ એસએમએસ કરીને પણ તમે જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી ને જાણકારી મેળવી શકાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.