ડુંગળીના ભાવમાં થયો મોટો ફેરફાર,માર્કેટયાર્ડમાં ડુંગળી લઈ જતા પહેલાં જાણી લો તેનો ભાવ,જાણો તેનો ઊંચો ભાવ

0
1854

આપને જણાવી દઇએ કે ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે. આવક વધી રહી છે અને સામે ભાવ વધુ ઘટશે તેવી આશાઓ લેવાલી પણ ઓછી હોવાથી સરેરાશ બજારમાં મણે 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો હતો અને આગામી દિવસ માં ડુંગળી ના બજાર ભાવ નીચે જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

નીચા ભાવથી નિકાસ વેપારો નીકળશે તો બજાર ને મોટો ટેકો મળી શકે તેમ છે.સૌરાષ્ટ્રની ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળી ની 22500 કટ્ટા ની આવક સામે ભાવ 46 થી 191 રૂપિયા હતા જ્યારે સફેદ માં 21655 કટ્ટા ના વ્યાપાર સામે ભાવ 131 થી 171 હતા. રાજકોટ માં 5400 ક્વિન્ટલ ની આવક હતી અને ભાવ 45 થી 205 રૂપિયા હતા.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ મીની વેકેશન બાદ ગયા સોમવારે પ્રથમ દિવસે શિંગ મગડી ની 893 ગુણી નું વેચાણ થયું હતું જ્યારે આ યાર્ડ માં લાલ ડુંગળી ની 45125 થેલી નું અને સફેદ ડુંગળી નું 87246 થેલી નું નોંધપાત્ર પ્રમાણ માં વેચાણ થયું હતું.

મુંબઈના વેપારીઓ કહે છે કે ચાલુ મહિનામાં હજી સફેદ આવકોમાં હજી વધારો થાય તેવી ધારણા છે. જેને પગલે સરેરાશ આખો મહિનો ભાવ નીચા રહે તેવી પણ ધારણા છે. ખેડૂતોએ સફાઈ ડુંગળીની આવકો સરેરાશ તબક્કાવાર લાવે તો ભાવ ઘટાડો મોટો રોકી શકાય તેમ છે.

ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટયાર્ડમાં 51 થી 180, મહુવા માર્કેટયાર્ડ માં 65 થી 205, ભાવનગર માર્કેટ યાર્ડ માં 82 થી 185, ગોંડલ માર્કેટયાર્ડમાં 46 થી 456, જેતપુર માર્કેટ યાર્ડ માં 31 થી 146, વિસાવદર માર્કેટ યાર્ડ માં 60 થી 136, તળાજા માર્કેટ યાર્ડમાં 65 થી 186, ધોરાજી માર્કેટ યાર્ડ માં 51 થી 135 જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે આ ભાવ મંગળવારના રોજ ના છે અને આ લાલ ડુંગળી ના ભાવ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.