સુરત ગ્રીષ્મા કેસ : માસુમ નો જીવ લેનાર ફેનીલ ને ફાંસીના માચડે ન લટકાવાય ત્યાં સુધી જાણો ક્યાં રખાશે

0
2332

સુરતમાં બનેલા ગ્રીષ્મા હત્યાકાંડ બાદ તેનો હત્યારો ફેનિલ પર કેસ ચાલ્યો હતો. અને આ નો ચુકાદો ગઈકાલે આવ્યો છે કે, ફેનીલ ગોયાણીને મળશે ફાંસીની સજા. પરંતુ જ્યાં સુધી ફેનિલ ને ફાંસીના માંચડે ચડાવશે નહીં ત્યાં સુધી તેને કઇ જેલમાં રાખવામાં આવશે? આવા ઘણા પ્રશ્નો લોકોના મનમાં આવે છે.

હત્યારા ફેનિલ ને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને પાકા કામના કેદી તરીકે નો નંબર ફાળવવામાં આવ્યો છે. તેને લાજપોર જેલમાથી કેદી નંબર 2231 ફાળવવામાં આવ્યો છે. સાથે જ કેદી ના કપડાં પણ આપવામાં આવ્યા છે.

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયા ની હત્યાના કેસમાં હત્યારા ફેનીલ ગોયાણી ને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલ ના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો નહોતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્મા ના પરિવારજનો હાજર હતા.

મનુસ્મૃતિ ના શ્લોક થી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે વ્યાસે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી. પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જેલ ના સૂત્રો પાસેથી વિગતો મળી હતી કે ફાંસીની સજા બાદ પણ તેને કોઈ રંજ ન હોય એમ જેલ મા તેણે સાંજનું ભોજન લીધું હતું.

ફેનીલ ને હવે ફાંસીના માંચડે લટકાવવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે. લાજપોરના સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્ટમાંથી ફાંસીની સજા સાંભળીને આવેલો ફેનીલ થોડીવાર માટે થોડો નર્વસ દેખાયો હતો. જોકે મોડી સાંજે જેલના routine schedule પ્રમાણે તેને ભોજન અપાયું હતું તેણે જમી લીધું હતું. ભોજનમાં ફેનિલ ને દાળ,ભાત,શાક, રોટલી સહિતનું મેનુ આપવામાં આવ્યું હતું.

ગઈકાલે ગ્રીસમાં વેકરીયા ના હત્યારા ફેનીલ ને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગ્રીષ્મા ની યાદમાં પરિવાર દ્વારા આજે રામધુન નો આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ સહિત ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પણ તેના પરિવાર સાથે મુલાકાત લઇ રામધુન માં જોડાયા.

ગ્રીષ્મા વેકરીયા ના પરિવારને ઘટનાના માત્ર 81 દિવસમાં જ ન્યાય આપી દેવામાં આવ્યો છે ત્યારે આજે પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને હર્ષ સંઘવી ગ્રીષ્મના પરિવારને મળવા પહોંચ્યા છે. ગ્રીષ્મનો પરિવાર હર્ષ સંઘવીને જોતા જ ધ્રુસકે ધ્રુસકે રડી લાગ્યો હતો.આ દરમિયાન હર્ષ સંઘવી પણ થોડી ક્ષણો માટે ભાવ થઈ ગયા ત્યારે ગ્રીસમાં ની માતાએ બે હાથ જોડી ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો આભાર માન્યો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.